Anti Paper Leak Law: હવે જો પેપર લીક કર્યું તો આવી બન્યું સમજો! 10 વર્ષની સજા, 1 કરોડનો દંડ

આ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદમાં આ  કાયદો પાસ થયો હતો જે 21 જૂન 2024ના રોજ અમલમાં આવી ગયો છે.NEET અને UGC-NET પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અંગે થયેલા વિવાદ વચ્ચે ભવિષ્યમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે.

Anti Paper Leak Law: હવે જો પેપર લીક કર્યું તો આવી બન્યું સમજો! 10 વર્ષની સજા, 1 કરોડનો દંડ

NEET અને UGC-NET પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અંગે થયેલા વિવાદ વચ્ચે ભવિષ્યમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે. સરકારે શુક્રવારે Public Examinations (Prevention  of Unfair Means) Act, 2024 ને નોટિફાય કર્યો છે. જેનો હેતુ દેશભરમાં આયોજિત થનારી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ રોકવાનો છે. 

કાયદાની જોગવાઈઓ
આ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદમાં આ  કાયદો પાસ થયો હતો જે 21 જૂન 2024ના રોજ અમલમાં આવી ગયો છે. કોઈ વ્યકિત હોય કે ગ્રુપ, પરીક્ષામાં ગડબડ કરનારાઓ માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ ફેક પરીક્ષા કરાવવાને પણ સમાવવામાં આવી છે. આ કાયદા હેઠળ, પેપર લીક કરવા અથવા ઉત્તરપત્ર સાથે ચેડા કરનારા દોષિત ઠરે તો ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા થશે. આને ₹10 લાખ સુધીના દંડ સાથે પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે. જો પરીક્ષા યોજવા માટે નિયુક્ત સેવા પ્રદાતા (ગ્રુપ કે પછી સંગઠિત રીતે પરીક્ષામાં ગડબડી સામે આવે) દોષિત ઠરશે તો તેને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જો સેવા પ્રદાતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હશે, તો પરીક્ષાનો ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવશે. પબ્લિક એક્ઝામિનેશન્સ કાયદો 6 ફેબ્રુઆરીએ લોકસભામાં અને 9 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 12 ફેબ્રુઆરીએ બિલને મંજૂરી આપી અને તેને કાયદામાં ફેરવી દીધું.

મહત્વના મુદ્દાઓ

  • NEET વિવાદ બાદ દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગુ
  • કેન્દ્ર સરકારે મધરાતે બહાર પાડ્યું જાહેરનામું
  • ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી અને ગેરરીતિઓ અટકાવાશે
  • પેપર લીક કરવા બદલ 3થી 5 વર્ષની જેલ, 10 લાખનો દંડ
  • નિયુક્ત સેવા પ્રદાતા દોષિત ઠરશે તો 10 વર્ષ સુધીની જેલની સજા, 1 કરોડ રૂપિયા સુધીનો દંડ

સંપત્તિ જપ્ત કરવાની પણ જોગવાઈ
કાયદો કહે છે કે દંડ એક કરોડ રૂપિયાથી ઓછો નહીં હોય. કોઈ સંસ્થાના સંગઠિત પેપર લીક અપરાધમાં સામેલ જોવા મળે તો તેમની સંપત્તિ પર કબજો મેળવી તેને જપ્ત કરવાની પણ જોગવાઈ કાયદામાં છે અને પરીક્ષાનો ખર્ચો પણ તે સંસ્થાન પાસેથી વસૂલવામાં આવશે. જો કે આ કાયદો પરીક્ષામાં ઉપસ્થિત થનારા ઉમેદવારોને દંડાત્મક કાર્યવાહીથી બચાવે છે. જો કોઈ અભ્યર્થી પરીક્ષા દરમિયાન અયોગ્ય સાધનોનો પ્રયોગ કરતા પકડાય તો તેના વિરુદ્ધ પરીક્ષા ઓયોજિત કરનારી સંસ્થાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી થશે. 

A gazette notification issued by the Ministry of Personnel, Public… pic.twitter.com/TMJhsDtcJ5

— ANI (@ANI) June 21, 2024

કાયદો 'અયોગ્ય સાધનો'ને પેપર કે આન્સર કી લીક કરવી, બિનઅધિકૃત સંચાર માધ્યમથી પરીક્ષા દરમિયાન ઉમેદવારોની મદદ કરવી, કોમ્પ્યુટર નેટવર્ક કે અન્ય ઉપકરણો સાથે છેડછાડ ક રવી, પ્રોક્સી ઉમેદવારોને બેસાડવા (કોઈ સોલ્વર કે કેન્ડીડેટની જગ્યાએ પરીક્ષામાં બેસાડવો) ફેક પરીક્ષાનું આયોજન કરવું, પરીક્ષા યાદી કે રેંકને લઈને નકલી દસ્તાવેજ બહાર પાડવા અને માન્યતા પ્રાપ્ત દસ્તાવેજોની સાથે છેડછાડ  કરવા તરીકે પરીભાષિત કરે છે. 

તમામ પરીક્ષાઓ કાયદા હેઠળ આવરી લેવાશે
Public Examinations (Prevention  of Unfair Means) Act, 2024 હેઠળ આવરી લેવાયેલા ગુનાઓ બિન જામીનપાત્ર છે. ડીએસપી (પોલીસ ઉપાધીક્ષક), કે એસીપી (સહાયક પોલીસ આયુક્ત) રેંકના અધિકારી અધિનિયમ હેઠળ કોઈ પણ ગુનાની તપાસ કરી શકે છે. તે સિવાય કેન્દ્ર સરકાર પાસે કોઈ પણ તપાસને કેન્દ્રીય એજન્સીને સોંપવાનો પાવર છે. UPSC, SSC, રેલવે બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને NTA દ્વારા આયોજિત તમામ કોમ્પ્યુટર આધારીત પરીક્ષાઓ આ કાયદા હેઠળ આવે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news