મોદી, બાઈડન, પુતિન, શી જિનપિંગ... દુનિયાના કયા લીડરને મળે છે સૌથી વધુ પગાર

PM Modi Salary : અમેરિકા દુનિયાની સૌથી મોટી ઈકોનોમી અને તાકાતવાર દેશ છે. પરંતુ ત્યાંના રાષ્ટ્રપતિનો પગાર અન્ય દેશોની સરખામણીમાં ઓછો છે. આ રીતે જોઈએ તો ચીનના રાષ્ટ્રપતિનો પગાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી કરતા ઓછો છે. જાણો કયા દેશના હેડ ઓફ સ્ટેટની સેલેરી સૌથી વધુ અને કોની ઓછી છે 
 

મોદી, બાઈડન, પુતિન, શી જિનપિંગ... દુનિયાના કયા લીડરને મળે છે સૌથી વધુ પગાર

World Population Review : અથાતી દેશોએ પોતાનો ઓઈલના ભંડારને કારણે દુનિયામાં સૌથી વધુ પ્રગતિકરી છે. આ દેશો પ્રતિ વ્યક્તિની આવકના મામલે દુનિયાના અન્ય દેશો કરતા ઘણા આગળ નીકળી ચૂક્યા છે. દુનિયામાં વાર્ષિક સૌથી વધુ પગાર મેળવનારા રાષ્ટ્રાધ્યક્ષોની લિસ્ટમાં ટોપ-3 લીડર આ જ અખાતી દેશોના હેડ ઓફ સ્ટેટ છે. રસપ્રદ બાબત એ છે કે, દુનિયામાં સૌથી મોટી ઈકોનોમી ધરાવનાર અમેરિકાના રાષ્ટ્રપતિનો પગાર આ દેશોની સરખામણીમાં બહુ જ ઓછો છે. તો ચીનના રાષ્ટ્રપતિનો પગાર પણ ભારતના પ્રધાનમંત્રી કરતા ઓછો છે. આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને આર્જેન્ટિના તથા વેનેઝુએલાના રાષ્ટ્રપતિનો પગાર પણ ચીનના રાષ્ટ્રપતિ કરતા વધારે છે. તો જાણો દુનિયાના કયા દેશના હેડ ઓફ સ્ટેટને કેટલો પગાર મળે છે

  • સાઉદી અરબના કિંગનો પગાર સૌથી વધારે છે
  • તેમને વાર્ષિક 9.6 અરબ ડોલર પગાર મળે છે
  • અમેરિકાના રાષ્ટ્રપતિનો વાર્ષિક પગાર 4 લાખ ડોલર છે
  • ચીનના રાષ્ટ્રપતિનો પગાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી કરતા ઓછો

World Population Review અનુસાર, સાઉદી અરબના રાજાને વિશ્વમાં સૌથી વધુ પગાર મળે છે. તેમનો પગાર 9.6 અબજ ડોલર છે. આ લિસ્ટમાં યુએઈના વડા બીજા નંબરે છે. તેમનો વાર્ષિક પગાર 4.61 અબજ ડોલર છે. કુવૈત આ યાદીમાં ત્રીજા સ્થાને છે. જ્યાં તેમના પ્રાંતના વડાને વાર્ષિક 165 મિલિયન ડોલર મળે છે. મોનાકોના રાજ્યના વડાનો વાર્ષિક પગાર $52 મિલિયન છે. તે પછી નોર્વે ($33 મિલિયન), સ્વીડન ($16 મિલિયન), ડેનમાર્ક ($11 મિલિયન), નેધરલેન્ડ ($6 મિલિયન) અને જાપાન ($3 મિલિયન). યુરોપિયન દેશ સ્વિટ્ઝર્લેન્ડમાં રાજ્યના વડાને 507 હજાર ડોલર અને આયર્લેન્ડના રાજ્યના વડાને 401 હજાર ડોલર મળે છે. અમેરિકાના રાષ્ટ્રપતિને વિશ્વમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. પરંતુ તેમનો વાર્ષિક પગાર 400 હજાર ડોલર છે.

  • ઓસ્ટ્રેલિયા (378 હજાર ડોલર)
  • સ્પેન (304 હજાર ડોલર)
  • કેનેડા (290 હજાર ડોલર)
  • ઇટાલી (275 હજાર ડોલર)
  • જર્મની (268 હજાર ડોલર)
  • દક્ષિણ કોરિયા (211 હજાર ડોલર)
  • તુર્કી (197 હજાર ડોલર) ડોલર) 
  • ફ્રાન્સ ($194 હજાર)
  • ચેક રિપબ્લિક ($149 હજાર)
  • ફિનલેન્ડ ($141 હજાર) 
  • બ્રાઝીલ ($102 હજાર)

પ્રધાનમંત્રી મોદીનો પગાર કેટલો
World Population Review અનુસાર, ભારતના વડાપ્રધાનને વાર્ષિક 84 હજાર ડોલર એટલે કે લગભગ 70,07,931 રૂપિયા મળે છે. પાકિસ્તાનના વડાપ્રધાનનો વાર્ષિક પગાર 65 હજાર ડોલર છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિને વાર્ષિક 22 હજાર ડોલરનો પગાર મળે છે. તેવી જ રીતે બાંગ્લાદેશના વડાપ્રધાનનો વાર્ષિક પગાર 17 હજાર ડોલર અને શ્રીલંકાના રાષ્ટ્રપતિનો પગાર 7 હજાર ડોલર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news