દારૂથી પણ ખતરનાક છે ચા ની લત! દિવસમાં 2 કપથી વધુ ચા પીતા લોકો ખાસ વાંચે
World Tea Day: દિવસમાં 2 કપ કરતા વધુ ચા પીવાની આદત હોય તો તમને થઈ શકે છે આ ગંભીર તકલીફો. ઘણાં લોકોને તો દિવસમાં 7-8 કપથી પણ વધુ ચા પીવાની આદત હોય છે. આ લોકો અત્યારથી જ વીમો લઈને રાખજો...ગમે ત્યારે થવું પડશે હોસ્પિટલ ભેગા...
Trending Photos
Harmful Effects of Tea: ચા એક એવું પીણું છે જેની લત અંગ્રેજો આપણને લગાડીને ગયા છે. ચા ના કારણે આપણો ખોરાક ઓછો થઈ ગયો છે. એવામાં ઘણાં લોકોને તો દિવસમાંભરમાં ઢગલાબંધ વાર ચા પીવાની આદત હોય છે. આ આદત તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકોને ચાની લત લાગી જાય છે અને તેઓ દિવસમાં 7-8 કપ ચા પીતા હોય છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. વધુ પડતી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. દરેક વ્યક્તિએ આ વિશે જાણવું જરૂરી છે.
ચા અંગે શું કહે છે હેલ્થલાઈનનો રિપોર્ટઃ
હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર, લોકોએ દિવસમાં ત્રણ કે ચાર કપથી વધુ ચા ન પીવી જોઈએ. જો તમે એક દિવસમાં 710 mlથી વધુ ચા પીઓ છો, તો ઘણી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી ઘણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. ઘણા સંશોધનોમાં એ વાત પણ સામે આવી છે કે વધુ પડતી મીઠી ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં તમામ લોકોએ ધ્યાનથી ચાનું સેવન કરવું જોઈએ અને વધુ પડતા સેવનથી બચવું જોઈએ કારણકે આવી બેદરકારી ખૂબ મોંઘી પડી શકે છે.
વધુ પડતી ચા પીવાથી કઈ-કઈ ગંભીર તકલીફો થાય છે?
એસિડિટી-
એસિડિટી વધુ માત્રામાં ચા પીવાથી પેટ ફૂલી શકે છે. તેમાં કેફીન જોવા મળે છે, જે એસિડિટીની સમસ્યાનું કારણ બને છે. પેટ ખરાબ થઈ જવું.
માથાનો દુખાવો-
ચામાં કેફીન ભરપૂર માત્રામાં હોય છે. કેફીનના વધુ પડતા સેવનથી માથાનો દુખાવો, તણાવ અને ચિંતામાં વધારો થઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી ઘભરામણ પણ થઈ શકે છે. એવું પણ કહી શકાય કે આનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.
આંતરડા માટે ખરાબ-
વધુ પડતી ચા પીવાથી આંતરડામાં તકલીફ થઈ શકે છે. જેના કારણે ખોરાક પચવામાં સમસ્યા થઈ શકે છે.
બ્લડ પ્રેશર-
જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય તો વધુ પડતી ચા પીવાનું ટાળો. આ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
ગાયનેક પ્રોબ્લેમ-
વધુ પડતી ચા નું સેવન કરવાથી પીરીયડ્સમાં પ્રોબ્લેમ થઈ શકે છે. આ ઉપરાંત કેટલીક ગાયનેક સમસ્યાઓ થઈ શકે છે.
સગર્ભા માટે જોખમી છે ચા-
સગર્ભા સ્ત્રીઓ માટે ચાનું વધુ પડતું સેવન અત્યંત જોખમી બની શકે છે. કેફીનનું વધુ પડતું સેવન ગર્ભાવસ્થામાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે. આ ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસને પણ અસર કરે છે.
ડિહાઇડ્રેશન-
વધુ પડતી ચા પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. તેમાં રહેલું કેફીન પાણીને શોષી લે છે.
અનિદ્રા-
જો તમે વધુ પડતી ચા પીતા હોવ તો તમને અનિદ્રા થઈ શકે છે. જેના કારણે તણાવ અને ત્વચાની સમસ્યા થઈ શકે છે.
અસ્વસ્થતા-
વધુ માત્રામાં ચા પીવાથી પરેશાની થઈ શકે છે કારણ કે તેમાં ટેનીન હોય છે, જે તમારી સમસ્યાનું કારણ બને છે.
પિમ્પલ્સ-
ચાના વધુ પડતા સેવનથી શરીરના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ શરૂ થાય છે.
દાંતની સમસ્યાઓ-
ચાના વધુ પડતા સેવનથી પોલાણ અને દાંત પીળા પડી શકે છે.
પોષક તત્ત્વોની કમી-
જો તમે આયર્નની ઉણપથી પણ પરેશાન છો તો તમારે વધુ ચા પીવાનું ટાળવું જોઈએ. ચામાં રહેલા ઘટકો આયર્નનું શોષણ ઘટાડે છે અને આ જરૂરી પોષક તત્વોની ઉણપ તરફ દોરી શકે છે. આવા લોકોએ તરત જ ચાથી દૂર રહેવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે