Government Job: 10 પાસને મળશે ઈસરોમાં ઊંચા પગારવાળી નોકરી, આ રહી તમામ માહિતી

Job at ISRO: ઉમેદવારોએ આ નોકરી માટે ઓનલાઈન અપ્લાય કરવાનું છે. તેઓ ઈસરોની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આવેદન કરી શકે છે. છેલ્લી તારીખ 24 એપ્રિલ છે. નીચેની લિંક પરથી તમે આવેદન કરી શકો છો

Government Job: 10 પાસને મળશે ઈસરોમાં ઊંચા પગારવાળી નોકરી, આ રહી તમામ માહિતી

Government Jobs: ISRO એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં નોકરી મેળવવાની ઈચ્છા હોય તેમની માટે સારા સમાચાર આવ્યા છે. અંતરીક્ષ ક્ષેત્રે કામ કરતી આ સંસ્થામાં વેકેન્સી છે. જેમાં 10મું પાસ કરીને પણ સરકાર નોકરી મેળવી શકાય છે.  આ ભરતી ઈસરો પ્રોપલ્શન કોમ્પલેક્સ (IPRC)એ બહાર પાડી છે.ઈસરોને ટેક્નિકલ આસિસ્ટન્ટ, ટેક્નિશિયલ બી સહિતના પદ પર ઉમેદવારોની જરૂર છે.

ISROમાં આ નોકરી માટે ઉમેદવારો 24 એપ્રિલ 2023 સુધીમાં ફોર્મ ભરી શકે છે. આ ભરતીમાં કુલ મળીને 62 પદ છે. 10મું પાસ, ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા ઉમેદવાર આ નોકરી માટે અપ્લાય કરી શકે છે. આ માટેની વધુ જાણકારી ઉમેદવાર ઈસરોની વેબસાઈટ પર જઈને મેળવી શકે છે.

ISRO IPRC ભરતીની જરૂરી તારીખો-

27 માર્ચ 2023ના દિવસે ઓનલાઈન એપ્લિકેશન લેવાનું શરૂ થયું છે.
24 એપ્રિલ 2023ના દિવસે એપ્લિકેશન કરવાનો છેલ્લો દિવસ છે.

કેટલો અભ્યાસ છે જરૂરી?
ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રિકલ/કોમ્પ્યુટર સાયન્સ/સિવિલ): સંબંધિત વિષયમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

ટેકનિશિયન B: ITI પ્રમાણપત્ર ધરાવતા યુવકો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

હેવી વ્હીકલ ડ્રાઇવર/લાઇટ વ્હીકલ ડ્રાઇવરઃ આ પોસ્ટ માટે 10મું પાસ યુવક અરજી કરી શકે છે. તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું જોઈએ.

ફાયરમેનઃ જે ઉમેદવારો 10 પાસ છે તેઓ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

ક્યા કરવાનું છે અપ્લાઈ?
ઉમેદવારોએ આ નોકરી માટે ઓનલાઈન અપ્લાય કરવાનું છે. તેઓ ઈસરોની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આવેદન કરી શકે છે. છેલ્લી તારીખ 24 એપ્રિલ છે. નીચેની લિંક પરથી તમે આવેદન કરી શકો છો.

ISRO IPRC Recruitment Official Notification
Direct Link To Apply on ISRO IPRC Recruitment
ISRO IPRC Official Website

ઈસરોની આ ભરતી માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ આપવાની રહેશે. લેખિત પરીક્ષાનો સમય અને તારીખ ઈસરો જલ્દી જ જાહેર કરશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news