Youtube થી કેવી રીતે થાય છે તગડી કમાણી? જાણો કેટલા સબસક્રાઈબર હોય તો કયું બટન મળે

યુટ્યુબ પર વીડિયો અપલોડ કરીને ઘણા ક્રિએટર્સ તગડી કમાણી કરે છે. જો કે આ કમાણી યુટ્યુબ ચેનલ પર તમારા કેટલા સબસ્ક્રાઈબર્સ છે તેના પર નિર્ભર કરે છે. 

Youtube થી કેવી રીતે થાય છે તગડી કમાણી? જાણો કેટલા સબસક્રાઈબર હોય તો કયું બટન મળે

યુટ્યુબ પર સૌથી વધુ વીડિયો ભારતમાં જોવામાં આવે છે. એવામાં ઘણા લોકો એટલે કે ક્રિએટર્સ યુટ્યુબ પર વીડિયો અપલોડ કરતા રહે છે. તેમાંથી અનેક લોકોએ પોતાની ચેનલ બનાવી રાખી છે. જ્યાં તેઓ સતત વીડિયો બનાવીને અપલોડ કરે છે. ઘણા યૂઝર્સને તેનાથી કમાણી પણ થાય છે. જો કે કમાણી કેટલી થશે, એ સબસ્ક્રાઈબર્સની સંખ્યા અને વીડિયો પર આવતી જાહેરાતોને કેટલા લોકોએ જોઈ તેના પર નિર્ભર કરે છે. 

સબસ્ક્રાઈબર્સની સંખ્યાના આધારે યુટ્યુબ તરફથી સિલ્વર, ગોલ્ડન, ડાયમંડ  અને રેડ પ્લે બટન આપવામાં આવે છે. યુટ્યુબ તરફથી ક્રિએટર્સને આપવામાં આવતો આ એક પ્રકારનો એવોર્ડ છે. આ પ્લે બટનના આધારે પણ યુટ્યુબ પેમેન્ટ કરે છે. ઘણા યૂઝર્સ એવા છે જે યુટ્યુબથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. 

જાણો ક્યારે મળે આ બટન
યુટ્યુબ પ્લે બટન આપવાની શરૂઆત 2010થી થઈ હતી. તે સમયે ક્રિએટરને ફક્ત સિલ્વર અને ગોલ્ડન પ્લે બટન આપવામાં આવતા હતા. હવે સબસ્ક્રાઈબર્સની સંખ્યાના આધારે 5 પ્રકારના પ્લે બટન યુટ્યુબ તરફથી આપવામાં આવે છે. 

સિલ્વર બટન- યુટ્યુબ તરફથી કોઈ ક્રિએટરને અપાતો આ પ્રથમ એવોર્ડ છે. જ્યારે યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા એક લાખ પાર થઈ જાય તો ક્રિએટરને સિલ્વર બટન મળે છે. 

ગોલ્ડન બટન- જ્યારે યુટ્યુબ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા એક મિલિયન પાર થઈ જાય એટલે કે 10 લાખ થઈ જાય તો ગોલ્ડન બટન મળે છે. 

ડાયમંડ બટન- યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા 10 મિલિયન એટલે કે એક  કરોડ પાર  થઈ જાય તો ડાયમંડ બટન આપવામાં આવે છે. 

રૂબી બટન- આ ચોથું મોટું રિવોર્ડ પ્લે બટન છે. યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા 5 કરોડ પાર જાય એટલે રૂબી બટન આપવામાં આવે છે. 

રેડ બટન- આ સૌથી મોટો રિવોર્ડ બટન છે. આ પ્લે બટન એવા ક્રિએટર્સને આપવામાં આવે છે જેમના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 100 મિલિયન એટલે કે 10 કરોડ પાર જાય છે. 

કેવી રીતે મળે આ બટન
એું નથી કે જરૂરી સબસ્ક્રાઈબર્સ થાય તો આ બટન ક્રિએટરના ઘરે આવી જાય છે. જરૂરી સબસ્ક્રાઈબર્સ પાર કરો એટલે આ બટન મેળવવા માટે અરજી કરવાની રહે છે. જો કોઈ  ક્રિએટરની ચેનલ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા એક લાખ થઈ ચૂકી હોય તો તમે સિલ્વર બટન મેળવવા માટે અરજી કરી શકો છો. આ માટે ચેનલ પર જ ઓપ્શન હોય છે. જો કે તેના માટે અનેક પ્રકારની શરતોનું પાલન પણ  કરવું પડે છે. 

કેટલી થાય છે કમાણી
યુટ્યુબ પર વીડિયો જોવા દરમિયાન વચ્ચે વચ્ચે જાહેરાતો આવે છે. આ જાહેરાતો દ્વારા યુટ્યુબ પોતાની કમાણી કરે છે અને ક્રિએટરને પણ કમાણી કરાવે છે. યુટ્યુબ એક જાહેરાતના પ્રતિ એક હજાર વ્યૂઝ પર 100-200 રૂપિયા આપે છે. સિલ્વર બટન મેળવનારા સબસ્ક્રાઈબર્સ દર મહિને એકથી બે લાખ રૂપિયા કમાણી કરી શકે છે. જેમ બટન મોટા એમ કમાણી વધુ હોય છે. જાહેરાતઉપરાંત બ્રાન્ડ સ્પોન્સરશીપ, પ્રોડક્ટ પ્લેસમેન્ટ, એફિલિએટ માર્કેટિંગ દ્વારા પણ કમાણી થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news