Ahmdabad News: પોલીસે જબરદસ્ત મર્ડર મિસ્ટ્રી ઉકેલી! પુત્રીએ જ મિત્રો સાથે મળી પિતાનું કાઢી નાંખ્યું કાસળ!
મહિલા આરોપી માતા- દીકરી અને તેમના મિત્રોની ગ્રામ્ય LCB એ હત્યાના આરોપસર ધરપકડ કરી છે. ઘટના અંગે હકીકત એવી છે કે ગત 13 જાન્યુઆરીના રોજ ધોળકા- બાવળા રોડ પાસે આવેલા ફાટક નજીક ખુલ્લી જગ્યાએથી હત્યા કરેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરના ધોળકા બાવળા રોડ ઉપરથી અજાણ્યા શખ્સના મૃતદેહ મળી આવવાના મામલે મૃતકની હત્યા થયાનો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે હત્યા કેસમાં મૃતદેહની ઓળખ કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી. મહત્વનું છે કે મૃતક અવારનવાર પૂર્વ પત્ની અને તેની દીકરીને હેરાનગતિ કરતો હોઈ કંટાળીને કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો.
પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ પાંચે આરોપીઓને ધ્યાનથી જુઓ...મહિલા આરોપી માતા- દીકરી અને તેમના મિત્રોની ગ્રામ્ય LCB એ હત્યાના આરોપસર ધરપકડ કરી છે. ઘટના અંગે હકીકત એવી છે કે ગત 13 જાન્યુઆરીના રોજ ધોળકા- બાવળા રોડ પાસે આવેલા ફાટક નજીક ખુલ્લી જગ્યાએથી હત્યા કરેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસ કરતા અજાણ્યા ઈસમની ઓળખ હર્ષદ રાજપૂત તરીકે હોવાની કરી હતી. બાદમાં પરિવારજનોની તપાસ કરતા હર્ષદ રાજપૂત છેલ્લા થોડાક દિવસોથી અસલાલી વિસ્તારમાંથી ગુમ થયો હતો અને તેનો મૃતદેહ ધોળકા બાવળા રોડ ઉપરથી મળી આવ્યાનું સામે આવ્યું. પોલીસને પરિવારજનોની પૂછપરછ કરતા પૂર્વ પત્ની અને દીકરી ઉપર શંકા ગઈ અને આકરી પૂછપરછ બાદ હત્યાનો આખોય મામલો ઉકેલાયો હતો.
પોલીસે પૂર્વ પત્ની અનિતા અને દીકરી કાજલની પૂછપરછ કરતા સામે આવ્યું કે મૃતક હર્ષદ રાજપૂત અનેક વખત દીકરી સાથે બિભત્સ માંગણીઓ કરતો અને પત્ની પાસે દારૂ પીવાના પૈસા માંગી તકરાર કરતો. જેથી કાજલને લાગી આવતા તેના મિત્રો સાથે હર્ષદ રાજપૂતનું કાસડ કાઢી નાખવા પ્લાનિંગ કર્યું હતું અને પ્લાનિંગ અનુસાર જ એક દિવસ પૂર્વ પત્ની અનિતા એ હર્ષદ રાજપૂતને ઘરે બોલાવી ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી હતી.
આ હત્યાને અંજામ આપવા કાજલ અને તેના મિત્રો સાજીદ, આફતાબ અને ઈસ્માલે ભેગા મળી મૃતદેહને નિકાલ કરવા ધોળકા ટાઉન નજીક રેલવે ફાટક પાસે નાંખી આવ્યા હતા. જોકે આ ગુનાહિત ષડયંત્ર રચવા માટે પૂર્વ પત્ની અનિતા અને કાજલ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું. જ્યારે કાજલનો મિત્ર સાજીદ ઉર્ફે બાલા શેખ અને તેના બંને મિત્રો આફતાબ પઠાણ અને ઈસ્માઈલ ઉર્ફે અમ્મા શેખને બોલાવી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે આરોપી કાજલ અને સાજીદ બંને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોય બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન કાજલ સાજીદને આ બાબતે વાતચીત કરતા હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આરોપી કાજલની પોલીસ કબૂલાત મુજબ છેલ્લા છ માસથી મૃતક હર્ષદ રાજપૂત ઘરે આવતો ત્યારે નજર બગાડતો અને અનિતા પાસે પૈસાની માંગણી કરતો જેથી એક દિવસ ઘરે બોલાવી મોતને ઘાટ ઉતારવા પ્લાનિંગ કર્યુ હતું. હાલ તો અમદાવાદ ગ્રામ્ય એલસીબી પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે