Jobs 2024: 1.77 લાખ રૂપિયા પગાર જોઈએ તો અત્યારે કરો અરજી, હાથમાંથી ન જવા દેતા શાનદાર તક

IWAI Recruitment 2024: ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ઘણી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ભરતીની વિગતો અહીં જાણો...
 

Jobs 2024: 1.77 લાખ રૂપિયા પગાર જોઈએ તો અત્યારે કરો અરજી, હાથમાંથી ન જવા દેતા શાનદાર તક

IWAI Jobs 2024: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી ભરતી બહાર પાડવામાં આવી છે. જે માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ cdn.digialm.com પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર છે. આ જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી બે તબક્કાના આધાર પર થશે.

આ ભરતી અભિયાન હેઠળ કુલ 37 જગ્યાઓ ભરવામાં આવશે. આ અભિયાન ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર, આસિસ્ટન્ટ હાઈડ્રોગ્રાફિક સર્વેયર (AHS), લાયસન્સ એન્જિન ડ્રાઈવર, ડ્રેજ કંટ્રોલ ઓપરેટર, સ્ટોર કીપર, માસ્ટર સેકન્ડ અને થર્ડ ક્લાસ, સ્ટાફ કાર ડ્રાઈવર, આસિસ્ટન્ટ ડિરેક્ટર અને ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત ઘણી જગ્યાઓ પર ભરતી કરશે.

IWAI Jobs 2024: જરૂરી શૈક્ષણિક યોગ્યતા
અલગ-અલગ પદો માટે અલગ-અલગ યોગ્યતા નક્કી કરવામાં આવી છે. લાયસન્સવાળા એન્જિન ડ્રાઈવર/ડ્રેજ કંટ્રોલ ઓપરેટર/સ્ટોર કીપર માટે, લાયકાત 10મું પાસ છે, જ્યારે સહાયક નિયામક (એન્જિનિયરિંગ) ની પોસ્ટ માટે, સિવિલ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી જરૂરી છે. સહાયક હાઇડ્રોગ્રાફિક સર્વેયર (AHS) ની જગ્યાઓ માટે અરજી કરવા માટે, વ્યક્તિએ સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી આવશ્યક છે. જુનિયર એકાઉન્ટન્ટ ઓફિસર માટે કોમર્સની ડિગ્રી હોવી જરૂરી છે.

IWAI Jobs 2024: ઉંમર મર્યાદા
નોટિફિકેશન અનુસાર આ પદો પર ઉમેદવારની વય મર્યાદા 25 વર્ષથી લઈને 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ મળશે. 

IWAI Jobs 2024: કેટલો મળશે પગાર
આ જગ્યાઓ માટે પસંદ થનાર ઉમેદવારને શાનદાર વેતન આપવામાં આવશે. ઉમેદવારોને 18 હજાર રૂપિયાથી લઈને 1 લાખ 77 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. 

IWAI Jobs 2024: આ રીતે થશે પસંદગી
આ જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી અલગ-અલગ પરીક્ષાના આધાર પર થશે. પસંદગી પ્રક્રિયામાં સીબીટી મોડમાં પરીક્ષા સાથે ઈન્ટરવ્યૂ સામેલ છે. 

IWAI Jobs 2024: અરજી ફી
આ ભરતી અભિયાન માટે ઉમેદવારોએ ફોર્મ ફી ભરવી પડશે. બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારોએ 200 રૂપિયા ભરવા પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news