Jobs: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં આ જગ્યાઓ પર પડી ભરતી, વિગતો જાણીલો અને અરજી કરો

Government Jobs: વિવિધ મેનેજરની જગ્યાઓ પર ભરતી માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી અભિયાન અંતર્ગત સંસ્થામાં 147 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની અધિકૃત સાઈટ Centralbankofindia.co.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

Jobs: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં આ જગ્યાઓ પર પડી ભરતી, વિગતો જાણીલો અને અરજી કરો

Government Jobs: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં વિવિધ પોસ્ટની જગ્યા ખાલી છે. પોસ્ટની જગ્યાઓ પર ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની આ ભરતી માટે 15 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વિવિધ મેનેજરની જગ્યાઓ પર ભરતી માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી અભિયાન અંતર્ગત સંસ્થામાં 147 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની અધિકૃત સાઈટ Centralbankofindia.co.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ-
આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 28 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. તે જ સમયે, ઉમેદવારોને અરજી કરવા માટે 15 માર્ચ, 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. પરીક્ષા માર્ચ અથવા એપ્રિલ 2023માં લેવામાં આવશે.

ખાલી જગ્યાની વિગતો-
આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 147 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી.  
CM - IT (ટેકનિકલ) 13 પોસ્ટ્સ
SM - IT (ટેકનિકલ): 36 પોસ્ટ્સ
મેન - IT (ટેકનિકલ): 75 પોસ્ટ્સ
AM - IT (ટેકનિકલ): 12 પોસ્ટ્સ
CM (ફંક્શનલ): 5 પોસ્ટ્સ
SM (ફંક્શનલ): 6 પોસ્ટ્સ

પસંદગી પ્રક્રિયા-
ઓનલાઈન લેખિત કસોટી, કોડિંગ કસોટી, વ્યક્તિગત ઈન્ટરવ્યુ અથવા બેંક થકી નક્કી કરવામાં આવેલી અન્ય કોઈપણ પદ્ધતિનો સમાવેશ થઈ શકે છે. શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને પછીથી ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

અરજી ફી-
આ પોસ્ટ માટે અરજી કરતી સામાન્ય શ્રેણી માટેની અરજી ફી રૂ 1000 + 18% GST છે. જ્યારે, SC, ST, PWBD અને મહિલા ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news