ગ્રેજ્યુએટ માટે LIC માં નોકરીની તક, 8000 જગ્યા માટે મંગાવી અરજી
જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે સારા સમાચાર છે. એલઆઇસી (LIC) આસિસ્ટન્ટ પદ માટે મોટી સંખ્યામાં વેકેન્સી બહાર પાડી છે. જો તમે આ પદ માટે જરૂરી યોગ્યતાને પુરી કરો છો અને તેમાં ધરાવો છો તો તમે 1 ઓક્ટોબર સુધી ઓનલાઇન એપ્લાઇ કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે સારા સમાચાર છે. એલઆઇસી (LIC) આસિસ્ટન્ટ પદ માટે મોટી સંખ્યામાં વેકેન્સી બહાર પાડી છે. જો તમે આ પદ માટે જરૂરી યોગ્યતાને પુરી કરો છો અને તેમાં ધરાવો છો તો તમે 1 ઓક્ટોબર સુધી ઓનલાઇન એપ્લાઇ કરી શકો છો. આ પરીક્ષામાં પ્રશ્નોની પેટર્ન બેકિંગની પરિક્ષા જેવી જ હોય છે. આ પદ માટે બેસિક પે સ્કેલ 14435 રૂપિયા હશે.
વેકેન્સી સાથે સંકળાયેલી મુખ્ય વાતો
પદનું નામ: આસિસ્ટન્ટ
સીટોની સંખ્યા: 781
યોગ્યતા: ગ્રેજ્યુએશન
વય મર્યાદા: 18 થી 30 વર્ષ
નોકરી કરવાનું સ્થળ: ઝોનના આધારે
કેવી રીતે કરશો એપ્લાઇ
આસિસ્ટન્ટ અથવા ક્લાર્કના પદ માટે ઉમેદવારે ફક્ત એલઆઇસીની ઓફિશિયલ વેબસાઇટ પર જ ઓનલાઇન અરજી કરવાની છે.
એપ્લિકેશન ફી
આ પદ માટે અરજી કરનારે એસસી-એસટી કેટેગરીના ઉમેદવારે 50 રૂપિયા+ટ્રાંજેક્શન ચાર્જના રૂપમાં એપ્લિકેશન ફી આપવાની રહેશે. બાકી બધી કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયા+ટ્રાંજેકશન ચાર્જ ચૂકવવો પડશે.
જરૂરી તારીખો
- ઓનલાઇન રજિસ્ટ્રેશનની શરૂઆત: 17 સપ્ટેમ્બર 2019થી
- એપ્લિકેશન રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ: 1 ઓક્ટોબર 2019
- એપ્લિકેશનમાં સુધારો કરવાની અંતિમ તારીખ: 1 ઓક્ટોબર 2019
- એપ્લિકેશનની પ્રિટિંગ માટે અંતિમ તારીખ: 22 ઓક્ટોબર 2019
- ઓનલાઇન ફી જમા કરાવવાની અંતિમ તારીખ: 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2019 સુધી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે