દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો Video થયો વાયરલ, લોકોને પૂછ્યું 'What's the GOSSIP'

આઇફા એવોર્ડ્સ (IIFA Awards 2019) નાઇટમાં આ જોડી એકબીજા સાથે ગપ્પા મારતી જોવા મળી. તેમનો આ વીડિયો જેવો સામે આવ્યો, સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ ગયો હતો. ફક્ત આ જોડી જ નહી, પરંતુ દીપિકાની બાજુમાં બેસેલી આલિયા ભટ્ટ પણ આ વીડિયોનું વાયરલ થવાનું કારણ છે.

Dushyant karnal Dushyant karnal | Updated: Sep 19, 2019, 12:27 PM IST
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો Video થયો વાયરલ, લોકોને પૂછ્યું 'What's the GOSSIP'

નવી દિલ્હી; રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) બોલીવુડના સૌથી ચર્ચિત અને હેપનિંગ કપલ છે અને બંને સ્ટારની ફેનફોલોઇંગ પણ જોરદાર છે. એવામાં તે કંઇપણ કરે, જો સોશિયલ મીડિયા પર તેની ઝલક મળી જાય છે તો તેમના ફેન ખૂબ એક્સાઇટેડ થઇ જાય છે. એવું જ બુધવારે રાત્રે થયું જ્યારે મુંબઇમાં આઇફા એવોર્ડ્સ (IIFA Awards 2019) નાઇટમાં આ જોડી એકબીજા સાથે ગપ્પા મારતી જોવા મળી. તેમનો આ વીડિયો જેવો સામે આવ્યો, સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ ગયો હતો. ફક્ત આ જોડી જ નહી, પરંતુ દીપિકાની બાજુમાં બેસેલી આલિયા ભટ્ટ પણ આ વીડિયોનું વાયરલ થવાનું કારણ છે.

IIFA 2019: સલમાન ખાન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, આવો જોવા મળ્યો Stars નો LOOK

જોકે બુધવારે મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે IIFA (ધ ઇન્ટરનેશનલ ઇન્ડીયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ) 2019નું આયોજન થયું હતું. જેમાં બોલીવુડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. એક વીડિયો વાયરલ થઇ રઝ્યો છે, જેમાંન રણવીર દીપિકાને કંઇક કહેતો જોવા મળી રહ્યો છે. રણવીર વાત સાંભળીને દીપિકા એકદમ શોક્ડ અને પછી હસતી જોવા મળે છે. આ બંનેના આ વીડિયોને જોઇને ફેન્સ સોશિયલ મીડિયા પર વીડિયોને શેર કરી જાણવા માંગે છે કે આખરે આ બંને મિયાં-બીબી શું વાત કરી રહ્યા છે. 

IIFA Awards 2019: આલિયા-રણવીર બન્યા Best Actors, દીપિકાને મળ્યો સ્પેશિયલ એવોર્ડ

વીડિયોમાં દીપિકાની બાજુમાં બેસેલી આલિયા ભટ્ટ પણ જોવા મળી રહી છે. જ્યાં દીપિકા-રણવીર ખૂબ મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી રહ્યા છે તો આલિયા ભટ્ટ એકદમ શાંત અને એકલી જોવા મળી રહી છે. ક્યાંક તે રણવીર કપૂરને MISS તો નથી કરી રહી ને. તમે પણ જુઓ મજેદાર વીડિયો.