જોબ

આ રાજ્યના મુખ્યંત્રીએ કહ્યું, 'ભગવાન પણ CM બની જાય તો પણ બધાને જોબ ન આપી શકે'

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત શનિવારે એક અજીબોગરીબ નિવેદન આપતાં કહ્યું કે ભગવાન પણ ઇચ્છે તો પણ બધાને સરકારી ન આપી શકે. પ્રમોદ સાવંતે કહ્યું કે જો કાલે ભગવાન પણ મુખ્યમંત્રી બની જાય તો તેમના માટે આમ કરવું સંભવ નથી.

Oct 31, 2020, 02:03 PM IST

રોયલ પેલેસમાં વેકન્સી, મળશે છપ્પરફાડ પગાર, ફક્ત ઘરનું રાખવું પડશે ધ્યાન

શું તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે? જો હા, તો યૂકે રોયલ પરિવારએ એક પ્રસ્તાવ બહાર પાડ્યો છે. જેના પર તમે વિચાર કરી શકો છો. યૂકે રોયલ ફેમિલી એક હાઉસકીપરની શોધમાં છે. 

Oct 29, 2020, 08:43 PM IST

ફેસબુક થકી નોકરીની ઓફર કરવામાં આવે તો થઇ જજો સાવધાન!

જો આપ નોકરીથી વંચિત છો અને નોકરી માટે કોઇ સોશિયલ મીડિયા મારફત તમારો સંપર્ક સાધે તો સાવધાન થઇ જજો. કારણ કે રાજકોટ પોલીસે એક એવી ટોળકીની ધરપકડ કરી છે.

Oct 22, 2020, 03:29 PM IST

આખુ વર્ષ બિસ્કિટ ચાખો, મળશે 40 લાખ રૂપિયાનું પેકેજ

જો તમને વિદેશમાં નોકરી મળે અને કામ ફક્ત અલ્ગ-અલગ પ્રકારના બિસ્કિટ ચાખવાનું હોય તો કહેવાનું શું. આ કામ માટે કંપનીએ સેલેરી પેકેજ પણ એટલું જ રાખ્યું છે, જેના વિશે તમે સપનામાં પણ વિચાર્યું પણ નહી હોય. જોકે સેલરી પેકેજ સાંભળીને તમે વિચારશો કે આ મજાક છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ કોઇ મજાક નથી, સો ટકા સત્ય છે. 

Oct 22, 2020, 12:15 AM IST

કોરોનાકાળમાં બેરોજગાર થયેલા લોકો માટે સરકાર લાવી સ્કીમ, આ રીતે મળી શકે છે 50 ટકા પગાર

કોરોનાકાળમાં લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર થઇ ગયા છે. એવામાં કેન્દ્ર સરકાર આ લોકોની મદદ માટે આગળ આવી છે. આ લોકોને સરકાર તરફથી 50 ટકા સેલરીની રકમ ચૂકવવામાં આવશે.

Sep 23, 2020, 05:23 PM IST

એક લાખ લોકોને રોજગારી આપશે Amazon, આ પદ માટે કરાશે ભરતી

ઓનલાઇન ઓર્ડરોમાં તેજી વચ્ચે ઇ-કોમર્સ કંપની અમેઝોનએ 1,00,000 નવા લોકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે નવી નિયુક્તિઓ અસ્થાઇ અને સ્થાયી બંને પ્રકારના પદો પર કરવામાં આવશે.

Sep 14, 2020, 08:24 PM IST

ચોંકાવનારી માહિતી, દેશના 47% યુવા ચપરાસીની નોકરીને પણ લાયક નથી

ભારતની શિક્ષા વ્યવસ્થામાં એવો વાયરસ લાગ્યો છે, જેણે આપણા દેશને ખોખલું કરી દીધું છે. આ વાયરસ આપણા દેશને બીમાર બનાવી ચૂક્યો છે અને દેશના આત્મનિર્ભર બનવાના રસ્તામાં સૌથી મોટો પત્થર છે. આપણા ત્યાં એવા અનેક લાખો યુવાઓ મળી જશે, જે ઉચ્ચ શિક્ષણ અને મોટી મોટી ડિગ્રીઓ મેળવ્યા છતાં એવી નોકરી કરે છે જે નોકરી તેમના ડિગ્રીને લાયક નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ સરકારી વિભાગમા નાના નાના પદની પણ કોઈ વેકેન્સી નીકળે તો, તેમાં મોટી મોટી ડિગ્રીવાળા લોકો પણ એપ્લાય કરે છે. જોકે, પરિસ્થિતિ એ છે કે, PhD નો અભ્યાસ કરી રહેલ યુવા કોઈ પણ સરકારી વિભાગમાં નોકરી મેળવવા માટે તૈયાર થઈ જાય છે. આખરે શું છે તેના પાછળનું કારણ જાણીએ....  

Jun 13, 2020, 09:07 AM IST

સરકારે મોટાપાયે લોકોને નોકરી આપવા માટે કર્યું પ્લાનિંગ, જાહેર કર્યા આ નિર્દેશ

દેશમાં કરવામાં આવેલા લોકડાઉન (Lockdown)ના લીધે મોટી સંખ્યામાં ઉદ્યોગ- ધંધા બંધ છે. એવામાં મોટી સંખ્યામાં લોકો રોજગાર (Employment) ન હોવાથી પોતાના ગામ તરફ પરત ફર્યા છે. એવા લોકોની સામે રોજગાર અને આવકના સંકટને જોતાં ઉત્તર પ્રદેશ સરકાર (Government of Uttar Pradesh)ર મોયુ& પગલું ભર્યું છે.

Apr 19, 2020, 06:58 PM IST

કોરોના સંકટ વચ્ચે IT સેક્ટર માટે ખરાબ સમાચાર, Lockdown લાંબુ ચાલ્યું તો...

પૂર્વ નોકરશાહે કહ્યું કે જો હાલની સ્થિતિ વધુ ખરાબ થાય છે તો સ્ટાર્ટઅપ્સ (Stratups)માટે સમસ્યા આવી શકે છે. સ્ટાર્ટઅપ કંપનીઓ સાહસ મૂડીવાદીઓ પાસેથી મળેલ કોષમાંથી ચાલી રહી છે. 

Apr 12, 2020, 11:30 PM IST

SBI Clerk ભરતીઃ સ્ટેટ બેન્કમાં નોકરીની ઉત્તમ તક, આ રીતે કરો અરજી

એસબીઆઈ ક્લાર્કના પદ પર દેશભરમાં કુલ 8000 જેટલી ભરતી કરવાનું છે. ગુજરાત સર્કલમાં કુલ 550 જગ્યાઓ છે. 

Jan 3, 2020, 05:09 PM IST

J&Kમાં સરકારી નોકરીની સુવર્ણ તક, પહેલીવાર દેશભરમાંથી અરજી મંગાવાઈ, જાણો સમગ્ર વિગતો

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માંથી કલમ 370 (Article 370) હટાવાયા બાદ દેશભરના યુવાઓ માટે ત્યાં નોકરી કરવા માટે જાહેરાત બહાર આવી છે. આવું પહેલીવાર બન્યું છે કે કાશ્મીર ઘાટીમાં સરકારી જોબ માટે યોગ્યતા કાશ્મીર અને લદ્દાખના સ્થાનિક નાગરિકો સુધી સિમિત નથી. અત્રે જણાવવાનું કે રાજ્યમાંથી 5 ઓગસ્ટે કલમ 370 અને કલમ 35એ ખતમ કરાઈ હતી. 

Dec 30, 2019, 04:12 PM IST

Indian Air Force માં નોકરી કરવાની ઉત્તમ તક, આ તારીખથી કરી શકશો અરજી

જો તમે ઇન્ડીયન એર ફોર્સ (Indian Air Force)માં પોતાની કારકિર્દી બનાવવા માંગો છો તો તમારા માટે સારી તક છે. એરફોર્સે એરમેન એક્સવાઇ ગ્રુપ (Airmen XY Group) માટે શાનદાર વેકન્સી કાઢી છે. તેના માટે જો તમે જરૂરી યોગ્યતાને પુરી કરો છો તો તમે તેનાપર આગામી 2 જાન્યુઆરી 2020થી ઓનલાઇન એપ્લાઇ કરી શકો છો.

Dec 13, 2019, 03:41 PM IST

'ભારત અને અમેરિકા વચ્ચે 60 અરબ ડોલરનો વેપાર થશે, 50,000 નોકરીઓનું સૃજન થશે'

અમે ખૂબ સારું કરી રહ્યા છીએ. અમેરિકી વેપાર પ્રતિનિધિ બોબ લાઇટહાઇઝર અહીં ઉપલબ્ધ છે, તે ભારત અને તેમના સક્ષમ પ્રતિનિધિઓ સાથે કરાર કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જલદી અમે એક વેપાર કરાર કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જલદી અમે એક વેપાર કરાર પર પહોંચી જશે. 

Sep 25, 2019, 09:30 AM IST

ગ્રેજ્યુએટ માટે LIC માં નોકરીની તક, 8000 જગ્યા માટે મંગાવી અરજી

જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે સારા સમાચાર છે. એલઆઇસી (LIC) આસિસ્ટન્ટ પદ માટે મોટી સંખ્યામાં વેકેન્સી બહાર પાડી છે. જો તમે આ પદ માટે જરૂરી યોગ્યતાને પુરી કરો છો અને તેમાં ધરાવો છો તો તમે 1 ઓક્ટોબર સુધી ઓનલાઇન એપ્લાઇ કરી શકો છો.

Sep 19, 2019, 12:39 PM IST

રેલમંત્રી પીયૂષ ગોયલની મોટી જાહેરાત, રેલવે ટૂંક સમયમાં કરશે 2.98 લાખ ભરતી

રોજગારની રાહ જોઇ રહેલા લાખો યુવાનો માટે આ ખુશખબરી છે. ભારતીય રેલવે ટૂંક સમયમાં 2.98 લાખ જગ્યા ભરવા જઇ રહી છે. બુધવારે લોકસભામાં બોલતાં રેલવેમંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે 1 જૂન 2019 સુધી રેલવેમાં 2.98 લાખ જગ્યા ખાલી છે. જેને ભરવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે એક દાયકામાં રેલવેમાં 4.61 લાખ લોકોને નોકરી મળી છે. 

Jul 11, 2019, 03:48 PM IST

HDFC બેંકમાં નોકરી કરવાની ઉત્તમ તક, વાર્ષિક પગાર 4 લાખ અને બીજું ઘણું બધુ

એચડીએફસી બેંકે બીએફએસઆઈની મણીપુર ગ્લોબલ એકેડેમીના સહયોગથી  ફ્યુચર બેંકર્સ પ્રોગ્રામ(#future bankers)નો પ્રારંભ કર્યો છે, જેનો ઉદ્દેશ યુવાન સ્નાતકોને તાલીમબદ્ધ, સુસજ્જ અને ગ્રાહકોને સારો પ્રતિભાવ આપી શકે તેવા વ્યાવસાયિકોમાં તબદીલ કરવાનો છે. સંકુલમાં અભ્યાસ, ઈન્ટર્નશિપ અને કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવા પર પૂર્ણ સમયની નોકરીની તક પ્રાપ્ત થશે.

Jul 4, 2019, 10:39 AM IST

ISRO માં કામ કરવાની શાનદાર તક, 27 જૂન સુધી કરી શકશો અરજી

ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇજેશન (ISRO)માં નોકરી કરવાની શાનદાર તક છે. ISRO એ ટેક્નિકલ આસિસ્ટન્ટ પદ માટે વેકેન્સી પડી છે. આ વેકન્સીમાં ઓનલાઇન એપ્લાઇ 27 જૂન 2019 સુધી કરી શકશો. ISRO એ યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉમેદવારોને કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા/બોર્ડ/યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક એન્જીનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઇએ. 

Jun 25, 2019, 08:21 AM IST

'અમદાવાદ જોબ મેળા' માં 33 કંપનીઓ દ્વારા 175 થી વધુ ઉમેદવારોને કરાયા શોર્ટલીસ્ટ

અમીરાજ કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી અને freshersjobfair.in દ્વારા 'અમદાવાદ જોબ મેળા 2019'નું આજે આયોજન કરવામાં આવ્યું હતું. 'અમદાવાદ જોબ મેળા' એ ફ્રેશર્સ અને ગ્રેજ્યુએટ્સ માટેનો મેગા જોબ ફેર હતો, જેમાં ગુજરાતભરમાંથી 175 થી વધુ ઉમેદવારોને અંદાજે 33 કંપનીઓ દ્વારા તેમના માપદંડ મુજબ જોબ માટે શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા હતા. કોલેજ દ્વારા 'અમદાવાદ જોબ મેળા 2019' ની આ ચોથી આવૃત્તિ હતી.

Jun 22, 2019, 05:30 PM IST

ખુશખબરી! આ સેક્ટરમાં આગામી થોડા દિવસોમાં 2.76 લાખ રોજગારની તકો ઉભી થશે

રિટેલ તથા રોજિંદા ઉપયોગ લેવામાં આવતી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટકાઉ વસ્તુ (એફએમસીજી એન્ડ ડી) ક્ષેત્રોમાં ચાલુ નાણાકીય વર્ષ પહેલાં છ મહિનામાં રોજગારના 2.76 લાખ નવા અવસર પેદા થવાનું અનુમાન છે. એક રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે. ટીમલીઝ સર્વિસિઝના અર્ધવાર્ષિક 'રોજગાર પરિદ્વશ્ય'માં કહેવામાં આવ્યું છે કે શુદ્ધ રોજગાર લેન્ડસ્કેપના મામલે રિટેલ ક્ષેત્ર બે ટકાના દરથી વૃદ્ધિ કરશે અને રોજગારની 1.66 લાખ નવી તકો ઉભી થશે. આ પ્રકારે એફએમસીજી એન્ડ ડી ક્ષેત્રમાં એક ટકાનો વધારો થશે અને આ રોજગારના 1.10 લાખ નવા અવસર જોડાશે. 

Jun 21, 2019, 09:46 AM IST

અમદાવાદ જોબ મેળામાં સામેલ થશે 30થી વધુ કંપનીઓ, આ ક્ષેત્રના ઉમેદવારો માટે ઉત્તમ તક

અમીરાજ કોલેજ ઓફ એન્જીન્યરીંગ એન્ડ ટેકનોલોજી અને freshersjobfair.in દ્વારા શનિવારે, તા.22 જૂનના રોજ યોજાનાર ફ્રેશર્સ (ગ્રેજયુએટ) માટેના જોબમેળા 'અમદાવાદ જોબમેળા 2019’ની આજે જાહેરાત કરવામાં આવી છે, જેમાં માત્ર અમદાવાદમાંથી જ નહી પણ સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેશે. 'અમદાવાદ જોબમેળા'માં 30થી વધુ કંપનીઓ ભાગ લેશે. અને તેમના માપદંડ અનુસાર ઉમેદવારો શોર્ટલીસ્ટ કરીને યાદી બનાવશે. 'અમદાવાદ જોબમેળા' દ્વારા 350થી વધુ ઉપલબ્ધ જગ્યાઓ માટે યુવાન ઉમેદવારોની પસંદગી થશે.

Jun 21, 2019, 09:35 AM IST