NEET PG 2024 પરીક્ષાની તૈયારી કરનારા માટે સારા સમાચાર, અરજી ફીમાં થયો ધરખમ ઘટાડો
NEET PG Application Fee Reduced: એનબીઈ તરફથી નીટ પીજી 2024 પરીક્ષા હવે 7 જુલાઈએ આયોજિત થશે. મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે NEET PG 2024નું રજિસ્ટ્રે્શન માર્ચ 2024થી શરૂ થવાની શક્યતા છે.
Trending Photos
NEET PG Application Fee Reduced: એનબીઈ તરફથી નીટ પીજી 2024 પરીક્ષા હવે 7 જુલાઈએ આયોજિત થશે. મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે NEET PG 2024નું રજિસ્ટ્રે્શન માર્ચ 2024થી શરૂ થવાની શક્યતા છે. તે પહેલા નીટ પીજી 2024 માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. નીટ પીજી માટે ભરવામાં આવતા અરજીફોર્મની ફીમાં ઘટાડો થયો છે. જાણો હવે તમારે કેટલી અરજી ફી ભરવાની રહેશે....
છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછી ફી
છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે કે જ્યારે સૌથી ઓછી ફીમાં નીટ પીજીનું અરજીફોર્મ ભરી શકાશે. નીટ પીજીના અરજીપત્રકના નવા દરો 1 જાન્યુઆરી 2024થી પ્રભાવી કરી દેવાયા છે. અભ્યર્થી નીટ પીજી 2024 માટે રજિસ્ટ્રેશન એનબીઈની ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પર કરી શકે છે. એનબીઈ એક વિશિષ્ટ સમયગાળા માટે નીટ 2024 અરજીફોર્મ વીન્ડો ખોલશે.
NEET PG 2024 પરીક્ષા
ઓફિશિયલ નોટિસ મુજબ નીટ પીજી 2024ની પરીક્ષા હવે 7 જુલાઈના રોજ આયોજિત થશે. તે પહેલા નીટ બીજી 2024 પરીક્ષા 3 માર્ચે થવાની હતી.
માસ્ટર ડિગ્રી કોર્સમાં મળે છે પ્રવેશ
મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ એટલે કે એનબીઈ દર વર્ષે નીટ પીજી પરીક્ષા માટે રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે. આ પરીક્ષા લગભગ 26,168 ડોકટર ઓફ મેડિસિન (MD), 13,649 માસ્ટર ઓફ સર્જરી (MS) અને 922 પીજી ડિપ્લોમા પ્રવેશ માટે 6,102 સરકારી, પ્રાઈવેટ, ડીમ્ડ/ કેન્દ્રીય યુનિવર્સિટી પદો પર પ્રવેશ માટે આયોજિત કરાય છે.
નીટ પીજી પ્રવેશ પરીક્ષા માટે અરજીફોર્મ ભરનારા ઉમેદવારોએ હવે પહેલ કરતા ઓછી ફી ભરવાની રહેશે. નવા દર નીચે મુજબ રહેશે...
જનરલ અને ઓબીસી માટે ફી- 35000 રૂપિયા
SC ST અને PWD માટે ફી - 2500 રૂપિયા
અત્રે જણાવવાનું કે 2021માં ક્રમશ: 4250 રૂપિયા અને 3250 રૂપિયા ફી કરવામાં આવી હતી. હવે તેને ઘટાડીને 10 વર્ષ પહેલાની ફી કરતા પણ ઓછી કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે