Recruitment: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યા માટે ભરતી, આટલો મળશે પગાર

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માં જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવતી હોય છે. ટ્રેડ  / ટેક્નિશિયન ના  પદ માટેની  ભરતી કરવામાં આવી છે.  ટ્રેડ / ટેક્નિશિયન ની કુલ 338 પદ માટે ભરતી કરાઈ છે.આ ભરતી વિશે સત્તાવાર સૂચના આપવામાં આવી છે. કોરોના કાળમાં સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. જેમ-જેમ કોરોનાના કેસમાં ઘટાડો થયો તેમ-તેમ દરેક સ્તર પર ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
 

Recruitment: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યા માટે ભરતી, આટલો મળશે પગાર

નવી દિલ્હીઃ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માં જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવતી હોય છે. ટ્રેડ  / ટેક્નિશિયન ના  પદ માટેની  ભરતી કરવામાં આવી છે.  ટ્રેડ / ટેક્નિશિયન ની કુલ 338 પદ માટે ભરતી કરાઈ છે.આ ભરતી વિશે સત્તાવાર સૂચના આપવામાં આવી છે. કોરોના કાળમાં સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. જેમ-જેમ કોરોનાના કેસમાં ઘટાડો થયો તેમ-તેમ દરેક સ્તર પર ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ રીતે કરી શકાશે અરજી:
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના તમામ પદો માટે ઉમેદવારે https://www.iocl.com/ વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે. તથા તારીખ 22-10-2021થી તારીખ 12-11-2021 સુધી ઉમેદવાર અરજી કરી શકશે. ઉમેદવારો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ 16/11/2021 થી 20/11/2021 સુધી કરી શકશે.

વય મર્યાદા:
જનરલ / EWS ઉમેદવારો માટે 31-10-2021 ના રોજ લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ.

ઉમેદવારની પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી ના આધારે કરવામાં આવશે.

લાયકાત:
IOCL ના અલગ- અલગ પદના અનુસાર અલગ- અલગ લાયકાત ધરાવતો હોવો જોઈએ. લાયકાત અંગેની તમામ માહિતી https://www.iocl.com/  પરથી મળી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news