ISRO Recruitment 2023: ISROમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, જાણો લાયકાત અને સમગ્ર વિગતો

ISRO Recruitment 2023: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) માં નોકરી મેળવવાની મોટી તક છે. જે ઉમેદવારો આ જગ્યાઓ (ISRO ભરતી) માટે અરજી કરવા માંગે છે, તેઓ આપેલ વીગતોને ધ્યાનથી વાંચો.

ISRO Recruitment 2023: ISROમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, જાણો લાયકાત અને સમગ્ર વિગતો

ISRO Recruitment 2023: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ સિવિલ, ઇલેક્ટ્રિકલ, રેફ્રિજરેશન અને આર્કિટેક્ટ માટે વૈજ્ઞાનિક/એન્જીનીયર (ISRO ભરતી 2023) ની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ પદો માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો ISROની સત્તાવાર વેબસાઇટ isro.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારો આ પોસ્ટ્સ (ISRO ભરતી) માટે 25 મે 2023 ના રોજ અથવા તે પહેલાં ઑનલાઇન અરજી કરી શકે છે. ઈસરો ભરતી 2023 હેઠળ કુલ 65 જગ્યાઓ ભરવાની છે. 

ISRO Recruitment હેઠળ ભરવામાં આવનારી જગ્યાઓની વિગતો
વૈજ્ઞાનિક/એન્જિનિયર 'SC' (સિવિલ) – 39
વૈજ્ઞાનિક/એન્જિનિયર 'SC' (ઇલેક્ટ્રિકલ) – 14
વૈજ્ઞાનિક/એન્જિનિયર 'SC' (રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ) – 09
વૈજ્ઞાનિક/એન્જિનિયર 'SC' (આર્કિટેક્ચર) – 01
વૈજ્ઞાનિક/એન્જિનિયર 'SC' (સિવિલ) - સ્વાયત્ત સંસ્થા - PRL 01
વૈજ્ઞાનિક/એન્જિનિયર 'SC' (આર્કિટેક્ચર) - સ્વાયત્ત સંસ્થા - PRL 01

ISRO Bharti માટે મહત્વની તારીખો
ISRO ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ - 04 મે
ISRO ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 25 મે

ISRO ભરતી માટે શૈક્ષણિક લાયકાત
વૈજ્ઞાનિક/એન્જિનિયર 'SC' (સિવિલ) - સિવિલ એન્જિનિયરિંગમાં BE/B.Tech અથવા તેની સમકક્ષ પરીક્ષા ઓછામાં ઓછા 65% ગુણ અથવા CGPA 6.84/10 સાથે પાસ કરેલ હોવી જોઈએ.
વૈજ્ઞાનિક/એન્જિનિયર 'SC' (ઇલેક્ટ્રિકલ) - ઓછામાં ઓછા 65% માર્ક્સ અથવા CGPA 6.84/10 સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં BE/B.Tech અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
વૈજ્ઞાનિક/એન્જિનિયર 'SC' (રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ)- મિકેનિકલ એન્જિનિયરિંગ BE/B.Tech ડિગ્રી ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે અથવા કોઈપણ માન્ય સંસ્થામાંથી ડિગ્રી હોવી જોઈએ.
વૈજ્ઞાનિક/એન્જિનિયર 'SC' (આર્કિટેક્ચર) - આર્કિટેક્ટમાં ઓછામાં ઓછા 65% સાથે સ્નાતકની ડિગ્રી અને કાઉન્સિલ ઑફ આર્કિટેક્ટમાં નોંધાયેલ હોવું આવશ્યક છે.
વૈજ્ઞાનિક/એન્જિનિયર 'SC' (સિવિલ) - સ્વાયત્ત સંસ્થા - PRL BE/B.Tech અથવા 65% માર્ક્સ અથવા CGPA 6.84/10 સાથે સિવિલ એન્જિનિયરિંગમાં સમકક્ષ લાયકાત હોવી જોઈએ.

ISRO Bharti માટે વય મર્યાદા
જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે, તેમની વય મર્યાદા 28 વર્ષની હોવી જોઈએ.

ISRO ભરતી માટે પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દેહરાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, મુંબઈ, નવી દિલ્હી અને તિરુવનંતપુરમમાં 11 સ્થળોએ લેવામાં આવશે.

આ પણ વાંચો:
45 વર્ષ સુધીની ઉંમરના લોકો માટે સરકારી નોકરીની શાનદાર તક, જાણો ક્યાં કેવી રીતે કરશો
શું તમને પણ VIP નંબર જોઈએ છે? હવે ફ્રીમાં ઘરે બેઠા મળી જશે સિમ; જાણો પ્રોસેસ
Instant PAN card: ઘરે બેઠા 9 મીનિટમાં બની જશે પાન કાર્ડ, તે પણ બિલકુલ ફ્રી; આ રીતે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news