Jobs in Canada: ઘર, જમીન વેચી કેનેડામાં ડોલર કમાવવાના સપનાં ભૂલી જજો, સરકારે બદલ્યા નિયમો

Visitor Work Permit in Canada: જો તમે કેનેડા જવાનું વિચારી રહ્યા છો તો પ્લાન બદલી દેજો. હવે પહેલાં જેવી સ્થિતિ નથી. ડોલર કમાઈને ગુજરાત મોકલવાનું આયોજન હોય તો ભૂલી જજો. ઘર કે જમીન વેચીને તો ભૂલથી પણ ના જતા અહીં નિયમો બદલાઈ ગયા છે. જાણી લો  IRCC પોલિસી જે તમને ભારે પડી શકે છે.

Jobs in Canada: ઘર, જમીન વેચી કેનેડામાં ડોલર કમાવવાના સપનાં ભૂલી જજો, સરકારે બદલ્યા નિયમો

IRCC Canada Visitor Work Visa Latest News: કેનેડા જતા લોકો માટે મોટા સમાચાર છે. જોકે આ સારા સમાચાર નથી. કારણ કે હવે કેનેડાની સરકાર તેના મુલાકાતીઓને આપવામાં આવતી મોટી સુવિધાઓ બંધ કરી રહી છે. કેનેડા સરકારના ઈમિગ્રેશન યુનિટ ધ ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)એ આ સંબંધમાં માહિતી જાહેર કરી છે. આ દેશ હવે વિઝિટર વર્ક પરમિટની સુવિધા બંધ કરી રહ્યો છે. આ નવો નિયમ 28 ઓગસ્ટ 2024થી લાગુ કરવામાં આવ્યો છે.

કેનેડા વિઝિટર વર્ક પરમિટ શું છે?
અગાઉના નિયમ હેઠળ, Visitor Visa પર કેનેડા જતા લોકોને ત્યાં કામચલાઉ ધોરણે કામ કરવાની છૂટ હતી. આ માટે, તેમને IRCC કેનેડા દ્વારા વિઝિટર વર્ક પરમિટ આપવામાં આવતી હતી. પરંતુ હવે ટ્રુડો સરકારે Canada Visitor Visa પર રહેતા લોકો માટે કામકાજના નિયમો કડક બનાવ્યા છે. આનો અર્થ એ છે કે મુલાકાતીઓ કેનેડામાં હોય ત્યારે વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં.

ખરેખર, આ નિયમ ઓગસ્ટ 2020માં કોવિડ -19 રોગચાળા સમયે અમલમાં આવ્યો હતો. એ સમયે ઘણા લોકો કેનેડામાં અટવાઈ ગયા હતા અને પાછા જઈ શક્યા ન હતા. તેથી સરકારે તેને Canadaમાં રહીને કામ કરવાની મંજૂરી આપી હતી. આ નિયમ અગાઉ ફેબ્રુઆરી 2025 સુધીમાં સમાપ્ત થવાનો હતો, પરંતુ થોડા દિવસોની છૂટ આપવામાં આવી હતી. હવે આખરે 28મી ઓગસ્ટથી તેનો અમલ કરવામાં આવ્યો છે. એટલે તમને Visitor Visa મળી જાય તો પણ તમે ત્યાં જઈ કામ નહીં કરી શકો..

જૂની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે
જો કે, IRCC એ સ્પષ્ટ કર્યું છે કે 28 ઓગસ્ટ, 2024 પહેલાં આવેલી તમામ અરજીઓને જૂના નિયમો અનુસાર જ ગણવામાં આવશે. નિષ્ણાતો માને છે કે કેનેડામાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાનો આ બીજો રસ્તો છે. તાજેતરમાં, 'ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ' હેઠળ ઓછા વેતનના સ્થળાંતર કરનારાઓની ભરતી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેનેડામાં ઘરની વધતી કિંમતો, આરોગ્ય સેવાઓ પર દબાણ અને ચૂંટણી જેવા અનેક કારણોને લીધે સરકાર આવા નિર્ણયો લઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news