Video: શું તમે મુદ્વા લોન લેવા ઇચ્છો છો, અહીં ચેક કરો લોન પ્રાપ્ત કરવાની યોગ્યતા
Trending Photos
જો તમે તમારો બિઝનેસ શરૂ કરવા માંગો છો અને તેના માટે તમારે પૂંજીની જરૂર છે, તો મુદ્વા યોજના એક સારો વિકલ્પ છે. જો તમે નક્કી પ્રક્રિયા હેઠળ અરજી કરશો તો લોન મેળવી શકાય છે. તેના માટે MyGovIndia એ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં મુદ્વા યોજના વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. વીડિયોમાં વડાપ્રધાનમાંત્રી કહેતા જોવા મળી રહ્યા છે કે 'કોઇ પણ યુવાન પોતાના દમ પર કંઇક કરવા ઇચ્છે છે તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે પૈસા ક્યાંથી આવશે. મુદ્વા યોજના હેઠળ આ ગેરેન્ટી સરકાર આપી રહી છે. તમે મુદ્વા યોજના હેઠળ લોન પ્રાપ્ત કરી શકો છો કે નહી, તેના માટે વીડિયોમાં એક ઇન્ટરનેટ લિંક https://merisarkarmeredwar.in/ આપવામાં આવી છે. આ લિંક પર ક્લિક કરીને જાણી શકાય છે કે તમે મુદ્વા યોજના હેઠળ લોન મેળવવા માટે યોગ્ય છો કે નહી.
Are you starting a new business? Wondering where to get the capital? Watch this video and check if you can avail Mudra Loan for your business. https://t.co/IxawAdVXGX pic.twitter.com/dMKPuTQngj
— MyGovIndia (@mygovindia) February 26, 2019
મુદ્વા યોજના શું છે?
મુદ્વા યોજના હેઠળ વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવે છે. આ લોન ત્રણ તબક્કામાં આવે છે. 50,000 રૂપિયા સુધીની લોન, 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની લોન અને 5 લાખથી 10 લાખ સુધીની લોન.
યોગ્યતા શું છે
કોઇપણ ભારતીય નાગરિક, જે બિઝનેસ શરૂ કરવા જઇ રહ્યો છે અને 50,000 રૂપિયાથી 10 લાખ સુધીની લોનની જરૂરિયાત છે. તે મુદ્વા યોજના હેઠળ કોઇપણ બેંક અને એનબીએફસી લોન લઇ શકે છે. આ વિશે વધુ જાણકારી www.mudra.org.in પર જઇ શકે છે. આ વેબસાઇટ પર મુદ્વા લોન માટે ઓનલાઇન અરજી પણ કરી શકાય છે.
જરૂરી ડોક્યુમેંટ્સ
આધાર કાર્ડ
બિઝનેસ પ્રસ્તાવ
રહેઠાણનો પુરાવા
તાજેતરનો ફોટો
ખરીદવાના મશીન અને અન્ય સામાનનું કોટેશન
સ્પ્લાયરનું નામ અને મશીનની કિંમત
ઓળખપત્ર/બિઝનેસ એડ્રેસ
જાતિનું પ્રમાણપત્ર (SC/ST/OBC માટે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે