અમદાવાદમાં નવી પોલિટિકલ વોર શરૂ! કોંગ્રેસનો આક્ષેપ, ભાજપ ખાસ વર્ગને ટાર્ગેટ બનાવી રહ્યું છે
Ahmedabad News : ગેરકાયદેસર દબાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય સામસામે.. જમાલપુરમાં દબાણ મુદ્દે અમિત શાહની ફરિયાદ બાદ ઈમરાન ખેડાવાલાનો પલટવાર.. કહ્યું ખાડિયામાં હેરિટેજ જગ્યા પર છે ગેરકાયદેસર દબાણો..
Trending Photos
Ahmedabad News : અમદાવાદમાં ગેરકાયદે દબાણો પર ધર્મની રાજનીતિ શરૂ છે. ગેરકાયદે દબાણો અંગે અમદાવાદમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ગેરકાયદે દબાણો મામલે ભાજપ પર પ્રહાર કર્યા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે, એક ખાસ વર્ગને ભાજપ ટાર્ગેટ બનાવી રહ્યું છે. ભાજપમાં એક ખાસ વર્ગને ટાર્ગેટ બનાવવાની સ્પર્ધા ચાલી રહી છે. ભાજપ એક વિશેષ સમુદાયને ટાર્ગેટ કરે છે. ફક્ત જમાલપુર અને જુહાપુરા જ ટાર્ગેટ પર કેમ? જમાલપુરને ટાર્ગેટ બનાવવામાં આવશે તો ચલાવી નહીં લેવાય. આ સાથે જ તેમણે સવાલ કર્યો કે, ભાજપને ખાડિયામાં ગેરકાયદે દબાણ કેમ ના દેખાયા? અમદાવાદના અન્ય વિસ્તારોના દબાણ પર અમિત શાહ કેમ ચૂપ? અમદાવાદના બીજા વિસ્તારોના દબાણો પર કાર્યવાહી કરો. ફક્ત જમાલપુર જ કેમ દેખાય છે?
અમિત શાહનો જમાલપુરના દબાણો પર પત્ર
એલિસબ્રિજના MLA અમિત શાહનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે. MLA અમિત શાહે AMC કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે, જમાલપુરમાં AMCની જગ્યાઓ પર દબાણ થયા છે. 8થી 10 હજાર વારના AMCના પ્લોટમાં ગેરકાયદે દબાણો થયા છે. ત્યારે MLA અમિત શાહે દબાણો દૂર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જમાલપૂર દરવાજાથી આસ્ટોડિયા દરવાજા સુધી દબાણો છે. તેમણે AMCની જગ્યાઓ પર દબાણ હટાવવા માંગ કરી છે. તો ગેરકાયદે ઉભા કરાયેલા કબાડી માર્કેટને દૂર કરવા રજૂઆત કરી છે.
રાજકીય લાભ લેવા માહોલ બગાડવાનો પ્રયાસ - ઈમરાન ખેડાવાલા
ત્યારે અમિત શાહના પત્રને લઈ કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. જમાલપુરના MLA ઈમરાન ખેડાવાલાએ ભાજપ પર પ્રહાર કર્યા. આ મુદ્દે MLA ઈમરાન ખેડાવાલાએ પણ AMC કમિશનરને પત્ર લખ્યો. તેમણે જણાવ્યું કે, રાજકીય લાભ લેવા માહોલ બગાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અમિત શાહે ખાડિયા વિસ્તાર અંગે પણ પત્ર લખવો જોઈએ. અમિત શાહને અન્ય વિસ્તારના ગેરકાયદે દબાણો કેમ નથી દેખાતા? અમિત શાહ જમાલપુરને કેમ ટાર્ગેટ કરી રહ્યા છે.
ભાજપના ધારાસભ્યને કોંગ્રેસનો સવાલ
ભાજપના ધારાસભ્યના પત્ર પર કોંગ્રેસનો વળતો પ્રહાર આવ્યો છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ AMC કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું કે, ભાજપમાં એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. અમિત શાહે ખાડિયામાં ગેરકાયદે દબાણ અંગે પણ પત્ર લખવો જોઇએ. 2800 હેરિટેજ જગ્યા પર હાલ ગેરકાયદેસર દબાણ થયું છે. ખાડિયાના પૂર્વ ધારાસભ્ય જ બધું કરી રહ્યા છે. ખાડિયા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે. હેરિટેજ ઇમારતો તોડી ગેરકાયદે બાંધકામો બની રહ્યાં છે. રાજકીય લાભ લેવા માહોલ બગાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
આમ, અમદાવાદમાં દબાણ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. શહેરમાં એક નવું પોલિટિકલ વોર શરૂ થયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમિત શાહ VS ઈમરાન ખેડાવાલા જોવા મળ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે