અમદાવાદમાં યોજાશે સિમ્પોઝિયમ એવોર્ડ નાઈટ, અલગ-અલગ કેટેગરીના બિઝનેસમેનને અપાશે એવોર્ડ

આ વખતના બે દિવસીય પ્રોગ્રામ અલગ અલગ સ્થળો પર રહેશે. પહેલા દિવસનો પ્રોગ્રામ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રહેશે. જે સવારે 10થી 6 વાગ્યા સુધી ચાલશે. જેમાં એક હજાર મેમ્બર કે જેમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ એકબીજાની સાથે વન ટુ વન કોન્કલેવમાં ભાગ લઈ પોતાના બિઝનેસ માટે નેટવર્કિંગ વધારી શકશે.

અમદાવાદમાં યોજાશે સિમ્પોઝિયમ એવોર્ડ નાઈટ, અલગ-અલગ કેટેગરીના બિઝનેસમેનને અપાશે એવોર્ડ

અમદાવાદ: BNI અમદાવાદ ચેપ્ટરનો બે દિવસીય સિમ્પોઝિયમ યોજાશે. જે પહેલા BNI ગોટ ટેલેન્ટ અંતર્ગત બિઝનેસમેનને પોતાનામાં રહેલી ક્રિએટિવિટીને બહાર લાવવાનો મોકો ઓડિશસનમાં મળ્યો હતો જેમાં બિઝનેસ પર્સનાલિટીઝે પોતાનામાં રહેલી સ્કીલ બતાવી હતી. જેમાંથી 400માંથી 15 બિઝનેસ પર્સનાલિટી ફાઈનલાઈઝ કરાયા હતા. બિઝનેસમેને ડાન્સ, સિંગિગ, સ્ટેન્ડઅપ કોમેડિ સહિતના પરફોર્મન્સ આપ્યા હતા. જેઓ સિમ્પોઝિયમમાં સ્ટેજ પરફોર્મન્સ કરશે. જે બાદ BNIના અન્ય મહત્વના કાર્યક્રમો પણ રહેશે. 

આ અંગે વધારે માહિતી આપતા BNIના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર યશ વસંતે કહ્યું હતું કે, ‘BNIના 24 ચેપ્ટર છે જેમાં 2 હજારથી પણ વધારે મેમ્બર છે. દર વખતે એક ચેપ્ટર કે બે ચેપ્ટર મળીને ડાન્સ, સિંગિગ સહિતની એક્ટિવિટી આ પ્રોગ્રામમાં કરતા આવ્યા છે. જેથી આ વખતે 24 ચેપ્ટરના દરેક સભ્યોને આ મોકો અપાવાનું નક્કી કર્યું હતું. પરંતુ જો એ બધા સ્ટેજ પરફોર્મન્સમાં ભાગ લે તો આખો દિવસ જતો રહે જેથી BNI ગોટ ટેલેન્ટ એવો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં ઓડીસન દરમિયાન ફાઇનલ થયેલા 15 બિઝનેસ પર્સનાલિટી છે. જેઓ પોતાના ક્ષેત્રમાં સારા અને જાણીતા બિઝનેસમેન હોવા છતાંય સિમ્પોઝિયમમાં પરફોર્મન્સ કરશે. જે નજારો બધા જ માટે મહત્વનો રહેશે.’

BNIના અન્ય એક્ઝિક્યુટીવ ડિરેક્ટર નિતિશ અગ્રવાલે કહ્યું હતુ કે, ‘આ વખતના બે દિવસીય પ્રોગ્રામ અલગ અલગ સ્થળો પર રહેશે. પહેલા દિવસનો પ્રોગ્રામ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રહેશે. જે સવારે 10થી 6 વાગ્યા સુધી ચાલશે. જેમાં એક હજાર મેમ્બર કે જેમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ એકબીજાની સાથે વન ટુ વન કોન્કલેવમાં ભાગ લઈ પોતાના બિઝનેસ માટે નેટવર્કિંગ વધારી શકશે. વન ટુ વન કોન્કલેવથી બિઝનેસ આંત્રપ્રિન્યોર વચ્ચે વિશ્વસનીય નેટવર્કિંગ વધતું હોય છે. દર વખતે BNI જૂના વર્ષનો રેકોર્ડ તોડ તું આવ્યું છે જેમાં ગયા વર્ષની વાત કરીએ તો 350 કરોડનો બિઝનેસ થયો હતો પરંતુ આ વખતના રીસ્પોન્સને જોતા આ બિઝનેસ 500 કરોડનો થવાની શક્યતા છે.
  
તેમને વધુમાં કહ્યું કે, પહેલા દિવસે મેમ્બર્સ કે જેઓ એક બીજાના બિઝનેસને જાણશે અને શેર કરશે. જેમાં મહત્વનું એ રહેશે કે આ પ્રોગ્રામમાં એડ ગુરુ પ્રહલાદ કક્કર પણ હાજર રહી પ્રોત્સાહન આપશે. જ્યારે બીજા દિવસના BNI સિમ્પોઝિયમની એવોર્ડ નાઈટ કાંકરીયા ટ્રાન્સ સ્ટેડિયા ખાતે સાંજે 7 કલાકે ભવ્ય રીતે યોજવામાં આવશે. જેમાં 40 અલગ અલગ બિઝનેસ કેટેગરીના બિઝનેસમેનને એવોર્ડ આપવામાં આવશે. આ વખતનો BNI યાદગાર બની રહેશે.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news