સતત 6 દિવસના વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત, જાણો તમારા શહેરનો ભાવ

બુધવારે હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત જોવા મળી છે. તમને જણાવી દઇએ કે મળતી માહિતી અનુસાર આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

સતત 6 દિવસના વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત, જાણો તમારા શહેરનો ભાવ

નવી દિલ્હી: બુધવારે હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત જોવા મળી છે. તમને જણાવી દઇએ કે મળતી માહિતી અનુસાર આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

જોકે એ વાત સાચી છે કે ગત આઠ દિવસોથી દેશના લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ મંગળવારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળતાં ભાવમાં રાહત આપવામાં આવી છે. જોકે તમને એ વાતની જાણકારી અપણ આપી દઇએ કે હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. 

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટના અનુસાર 26 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.66 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલનો ભાવ 66.92 રૂપિયા પ્રતિ લીટર રહેશે. તો બીજી તરફ આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલના ભાવ મંગળવારે 77.24 રૂપિયા હતો. બીજી તરફ ડીઝલનો ભાવ 70.05 રૂપિયા પ્રતિ લીટર છે. આ પ્રકારે કલકત્તામાં પેટ્રોલ 73.71 રૂપિયા અને ડીઝલ 68.66 રૂપિયા પ્રતિ લીટર છે. 

જાણો આજના ભાવ
અમદાવાદ
પેટ્રોલ: 69.08 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.94 રૂપિયા પ્રતિ લીટર

ગાંધીનગર
પેટ્રોલ: 69.28 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 70.14 રૂપિયા પ્રતિ લીટર

સુરત
પેટ્રોલ: 69.45 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 70.33 રૂપિયા પ્રતિ લીટર

વડોદરા
પેટ્રોલ: 69.19 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 70.05 રૂપિયા પ્રતિ લીટર

રાજકોટ
પેટ્રોલ: 68.93 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.82 રૂપિયા પ્રતિ લીટર

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news