20 મિનિટમાં તૈયાર થઈ જશે મલ્ટીગ્રેન ઈડલી, ફટાફટ નોંધી લો હેલ્ધી નાસ્તાની રેસિપી

Multigrain Idli Recipe: તમે સવારના નાસ્તામાં મલ્ટીગ્રેન ઈડલી બનાવી શકો છો. મલ્ટીગ્રેન ઈડલી પોષક તત્વોથી ભરપુર હોય છે અને તે 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે.  

20 મિનિટમાં તૈયાર થઈ જશે મલ્ટીગ્રેન ઈડલી, ફટાફટ નોંધી લો હેલ્ધી નાસ્તાની રેસિપી

Multigrain Idli Recipe: ઈડલી એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે. પરંતુ સામાન્ય રીતે દરેક ઘરમાં સાદી ઈડલી સૌથી વધુ બને છે અને ખાવામાં આવે છે. પરંતુ આજે તમને ઈડલીની વધારે હેલ્ધી બનાવવાની રીત જણાવીએ. તમે સવારના નાસ્તામાં મલ્ટીગ્રેન ઈડલી બનાવી શકો છો. મલ્ટીગ્રેન ઈડલી પોષક તત્વોથી ભરપુર હોય છે અને તે 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે.  
 
મલ્ટીગ્રેન ઈડલી બનાવવાની સામગ્રી

આ પણ વાંચો:

રાગીનો લોટ - 1/2 કપ
બાજરીનો લોટ - 1/2 કપ
જુવારનો લોટ - 1/2 કપ
ઘઉંનો જાડો લોટ - 1/3 કપ
અડદની દાળ - 1/2 કપ
મેથીના દાણા - 2 ચમચી
મીઠું - સ્વાદ અનુસાર
તેલ - જરૂર મુજબ

ઈડલી બનાવવાની રીત

સૌપ્રથમ અડદની દાળ અને મેથીના દાણાને અલગ અલગ બાઉલમાં પલાળી દો. 2 કલાક પછી અડદની દાળને વાટીને પેસ્ટ તૈયાર કરો. હવે એક બાઉલમાં રાગી, બાજરી, જુવાર અને ઘઉંનો લોટ લેવો. બધા લોટને બરાબર મિક્સ કરી અને પછી તેમાં તેમાં પાણી ઉમેરી જાડુ ખીરું તૈયાર કરો. આ મિશ્રણમાં અળદની દાળની પેસ્ટ અને પલાળેલા મેથીના દાણા ઉમેરો. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી રાત આખી આથો આવે તે માટે ઢાંકીને રાખો. બીજા દિવસે સવારે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને થોડું તેલ ઉમેરી બરાબર હલાવો. હવે સ્ટીમરમાં ઈડલી સ્ટેન્ડમાં ઈડલીનું બેટર ભરી 20 મિનિટ માટે સ્ટીમ કરો. ત્યારબાદ ગરમાગરમ મલ્ટીગ્રેન ઈડલી સર્વ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news