UPI Payment: બેંક ખાતું સાવ ખાલીખમ છતાં પણ કરી શકશો UPI થી પેમેન્ટ, જાણો કેવી રીતે લઈ શકશો આ સુવિધાનો લાભ
Pre Approved Loan: UPI થી પેમેન્ટ કરવું હોય તો અત્યારના સમયમાં તો તમારા ખાતામાં પૈસા હોવા જરૂરી છે. પરંતુ બહુ જલદી તમે તમારા ખાતામાં પૈસા નહીં હોય તો પણ યુપીઆઈથી પેમેન્ટ કરી શકશો. જાણો કેવી રીતે આ સુવિધાનો તમે લાભ લઈ શકો....
Trending Photos
UPI Payment: બેંક ખાતું સાવ ખાલીખમ છતાં પણ કરી શકશો UPI થી પેમેન્ટ, જાણો કેવી રીતે લઈ શકશો આ સુવિધાનો લાભદેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સિસ્ટમથી લેવડદેવડનું ચલણ ઝડપથી વધ્યું છે. જો કે હજુ સુધી યુપીઆઈમાં કોઈ મર્ચન્ટને ચૂકવણી કરવા માટે તમારા બેંક ખાતામાં પૈસા હોવા જરૂરી છે. પરંતુ બહુ જલદી તમે તમારા ખાતામાં પૈસા નહીં હોય તો પણ ચૂકવણી કરી શકશો. વાત જાણે એમ છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ UPI સિસ્ટમમાં લેવડદેવડ માટે બેંકો દ્વારા જારી પ્રી એપ્રુવ્ડ ક્રેડિટ લાઈનને મંજૂરી આપી દીધી છે. આરબીઆઈ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે યુપીઆઈમાં લેવડદેવડ માટે બેંકો તરફથી જારી પ્રી એપ્રુવ્ડ લોન સર્વિસ જોડી દેવામાં આવશે. તેનાથી બેંક ગ્રાહકોના ખાતામાં પૈસા ન હોય તો પણ ચૂકવણી કરવા માટે સક્ષમ હશે.
શું છે આ ક્રેડિટ લાઈન સુવિધા
અત્રે જણાવવાનું કે ક્રેડિટ લાઈન સુવિધા એક પ્રકારની લોન હશે જે બેંકો તરફથી પોતાના ગ્રાહકોને પ્રી એપ્રુવ્ડ હશે. એટલે કે બેંક તમને એક નિર્ધારિત લોન રકમ પ્રી એપ્રુવ્ડ કરી દેશે. આ પૈસાનો ઉપયોગ તમે જરૂર પડ્યે યુપીઆઈથી ચૂકવણી કરવા માટે કરી શકશો. જે હેઠળ પ્રી એપ્રુવ્ડ લોનમાંથી જેટલી રકમ તમે ખર્ચ કરશો તેના પર બેંક તમારી પાસેથી વ્યાજ વસૂલશે. યુપીઆઈ ક્રેડિટ લાઈન હેઠળ બેંક તમારી ક્રેડિટ હિસ્ટ્રી અને પ્રોફાઈલ જોઈને તમારા કરજની સીમા નક્કી કરશે. આ કારણે દરેક વ્યક્તિ માટે આ સીમા અલગ અલગ હોઈ શકે છે.
કઈ રીતે ઉઠાવી શકશો ફાયદો
તમાર ક્રેડિટ લાઈન સુવિધાનો લાભ ઉઠાવવા માટ બેંકને અરજી આપવાની રહેશે. ત્યારબાદ બેંક આ સુવિધા તમારા ખાતા સાથે જોડી દેશે. આરબીઆઈની મંજૂરી મળ્યા બાદ જલદી આ સુવિધા મોટાભાગની સરકારી અને ખાનગી બેંકો શરૂ કરી શકે છે.
યુપીઆઈથી લેવડદેવડ 100 અબજ સુધી પહોંચવાની ક્ષમતા
NPCI ના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ દિલીપ અસબેએ મંગળવારે કહ્યું કે ભારત પાસે યુપીઆઈ દ્વારા 100 અબજ કરતા પણ વધુ લેવડદેવડ કરવાની ક્ષમતા છે. તે દેશમાં યુપીઆઈથી હાલના સમયમાં થનારી માસિક લેવડદેવડના 10 ગણા હશે. વર્ષ 2016માં એકીકૃત ચૂકવણી મંચ તરીકે યુપીઆઈની શરૂઆત બાદથી તેના દ્વારા થનારી લેવડદેવડની સંખ્યા ઓગસ્ટ મહિનામાં 10 અબજને પાર પહોંચી ગઈ છે. અસબેએ ગ્લોબલ ફિનટેક સમારોહને સંબોધન કરતા કહ્યું હતું કે હાલમાં દેશની અંદર 35 કરોડ લોકો યુપીઆઈનો ઉપયોગ કરે છે અને તેની સંખ્યામાં ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે