ડાયટિંગ અને જીમ વગર પણ ઘટાડી શકાય છે વજન, બસ આ 4 ટિપ્સ કરો ફોલો, થોડા દિવસોમાં જ દેખાશે અસર

Weight Loss Tips: ખુદને ફિટ રાખવા માટે હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝની સલાહ આપવામાં આવે છે. જો તમારૂ વજન વધારે છે અને તમે તેને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ, જેની મદદથી તમે વજન ઘટાડી શકો છો.
 

ડાયટિંગ અને જીમ વગર પણ ઘટાડી શકાય છે વજન, બસ આ 4 ટિપ્સ કરો ફોલો, થોડા દિવસોમાં જ દેખાશે અસર

Weight loss without Gym: આજકાલ લોકોની લાઇફસ્ટાઇલ અને ખાનપાન એવું થઈ ગયું છે જેના કારણે તે મોટાપાનો શિકાર થાય છે. સમયની કમીને કારણે ખુદ માટે સમય કાઢવો ખુબ મુશ્કેલ થઈ જાય છે. કલાકો સુધી એક જગ્યાએ બેઠા રહી કામ કરવું અને ફિઝિકલ એક્ટિવિટીની કમી હોવી પણ મોટાપાનું એક કારણ બની જાય છે. તો રાત્રે મોડા જમવું અને ફાસ્ટ ફૂડના સેવનને કારણે પણ વજન વધે છે.

ખુદને ફિટ રાખવા માટે હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો ઈચ્છા હોવા છતાં વર્કઆઉટ અને ડાઇટિંગ કરી શકતા નથી. તેવામાં વજન ઘટાડવું મુશ્કેલ બની જાય છે. તમે પણ તેવા લોકોમાં જામેલ છો જો એક્સરસાઇઝ વગર અને ડાઇટિંગ વગર ફિટ રહેવા ઈચ્છો છો તો તમે દરરોજ આ નાના-નાના કામ કરો જેનાથી તમારી ફિટનેસ વધી જશે.

ડાયટિંગ વગર અને જિમ ગયા વગર કેવી રીતે ઘટશે વજન ( Weight Loss Without Dieting and Exercise)
વોક કરો

તમે સવારે અને સાંજના સમયે વોક કરવાની આદત પાડો. આ ખુદને ફિટ રાખવાની સૈૌથી સરળ રીત છે. કેટલીક સ્ટડી અનુસાર દરરોજ 30 મિનિટની વોક કરવી તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે. ખાસ કરી ભોજન કર્યાં બાદ વોક કરવાની ટેવ પાડો.

પાણી પીવો
શરીરમાં જમા ટોક્સિન્સ બહાર કાઢવા માટે તમારે પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. પાણીની કમી તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. તેથી વજન કંટ્રોલ કરવા માટે દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવો.

ડિનર ટાઇમ
વેટ લોસ માટે તમે તમારા ડાયટનું ધ્યાન રાખો. ખાસ કરી રાત્રે વહેલા જમવાની ટેવ પાડો. જલ્દી ડિનર કરવાથી તે પચી જાય છે અને તમારૂ વજન પણ વધતું નથી.

ઘરનું ભોજન
વજન ઘટાડવા માટે સૌથી જરૂરી છે કે બહારનું ભોજન અને ફાસ્ટ ફૂડ બંધ કરી દો. તમે બંને સમય ઘરે બનાવેલા ભોજનનું સેવન કરો. ઘરનું ભોજન શુદ્ધ અને પૌષ્ટિક હોય છે. 

તમે આ ટિપ્સ ફોલો કરી તમારૂ વજન કંટ્રોલ કરી શકો છો. 

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news