Tulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગ

Tulsi Skin Care Tips: ગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તુલસી મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો ઉપયોગ કરવાથી ખીલ, ટેનિંગ, બ્લેકહેડ, વાઈટ હેડ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે. 

Tulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગ

Tulsi Skin Care Tips: તુલસીનો ઉપયોગ ધાર્મિક કાર્ય ઉપરાંત સ્વાસ્થ્ય સારું રાખવા દવા તરીકે પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળા દરમિયાન સ્કીન કેર કરવા માટે પણ તમે તુલસીનો ઉપયોગ કરી શકો છો ? ગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તુલસી મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો ઉપયોગ કરવાથી ખીલ, ટેનિંગ, બ્લેકહેડ, વાઈટ હેડ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે. 

સ્કિન કેરમાં તુલસીનો ઉપયોગ 

1. તુલસીના પાન પ્યુરીફાઈંગ ગુણોથી ભરપૂર હોય છે. તુલસીના પાન સ્કિન પોર્સને અંદરથી ક્લીન કરી શકે છે. તેના માટે થોડા પાણીમાં તુલસીના પાન ઉમેરીને બરાબર ઉકાળો અને આ પાણીથી ફેસ વોશ કરો અથવા તો તેનો ટોનર તરીકે ઉપયોગ કરો. તેનાથી તડકાના કારણે થતી રેડનેસ અને ઇરીટેસન મટી જશે. 

2. જો ગરમીમાં ખીલની સમસ્યા વધી જતી હોય તો તુલસીના પાનને પીસીને તેમાં થોડી હળદર અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવી ચહેરા પર અપ્લાય કરો. તેનાથી ખીલની તકલીફથી છુટકારો મળી જશે. તેનાથી ઓઇલી સ્કિનથી પણ રાહત મળે છે. 

3. જો ચહેરા પર બ્લેક હેડ અને વાઈટ હેડ વધી જતા હોય તો તુલસીનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થશે. તેના માટે લીમડાના થોડા પાન અને મધ સાથે તુલસીના પાનની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાડો અને 10 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. 

4. જો તડકાના કારણે ચહેરા પર ડાઘ દેખાવા લાગ્યા હોય તો તેને દૂર કરવા માટે પણ તુલસીના પાનનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે તુલસીના થોડા પાનને વાટી તેમાં ગુલાબજળ મિક્સ કરી આ પેસ્ટને ચહેરા પર 15 થી 20 મિનિટ માટે લગાડો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ પેસ્ટનો ઉપયોગ કરશો એટલે ડાઘ ઓછા થવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news