'લાંચ ના આપી તો PSIએ પટ્ટા અને લાકડીથી માર મારીને, મારા ભાઈને મારી નાંખ્યો'
પોલીસનું કામ નાગરિકોની સુરક્ષા કરવાનું છે. એટલેકે, પોલીસ એ રક્ષક છે. પણ જ્યારે આ રક્ષક જ ભક્ષક બની જાય તો શું કરવું. ગુજરાત પોલીસનો આવો જ એક કંપારી છોડાવી દે તેવી ઘટના આજે સામે આવી છે. પોલીસે જ આરોપીને મારી નાંખ્યો હોવાની મૃતકના પરિવારની ફરિયાદ.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ રક્ષક જ બની ગયો ભક્ષક, હવે ન્યાય કોની પાસે માંગવા જવું. અમે લાંચ ના આપી તો પીએસઆઈ સાહેબે મારા ભાઈને પટ્ટા અને લાકડી વડે ઢોર માર મારીને મારી નાંખ્યો....આ શબ્દો છે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલાં મૃતક આરોપીના ભાઈના. આ ઘટના છે ગુજરાતના જૂનાગઢ જિલ્લાની. જ્યાં છેતરપિંડીના કેસમાં એક આરોપીની પોલીસ કસ્ટડી લેવાઈ હોય છે. પોલીસ કસ્ટડી દરમિયાન માર ન મારવા અને કેસ હળવો બનાવીને પતાવટ કરવા માટે પીએસઆઈ દ્વારા આરોપી અને તેના પરિવાર પાસે લાંચ માંગવામાં આવે છે. લાંચ ન મળતા આરોપીને જ પતાવી દેવામાં આવે છે.
મૃતકના પરિવાર દ્વારા કરાયેલી ફરિયાદ મુજબ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મુકેશ. કે.મકવાણા તેમની પાસે રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી. લાંચ ન આપવાને કારણે ગુસ્સે ભરાયેલાં પીએસઆઈએ પોલીસ કસ્ટડીમાં રહેલાં આરોપીને પટ્ટા અને લાકડી વડે ઢોર માર માર્યો. અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત આરોપી બુમા પાડતો રહ્યો તેને સારવારની જરૂર હોવા છતાં પીએસઆઈએ તેને કસ્ટડીમાં ઘોંધી રાખ્યો. આ સ્થિતિમાં તેનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આ સમગ્ર મામલામાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મુકેશ કે. મકવાણા સામે આઈપીસી કલમ ૩૦૭, ૩૩૧ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જો નાગરિકો કાયદો તોડે તો પોલીસ તેની સામે પગલાં લે છે. પણ જો પોલીસ જ કાયદો તોડે તો શું કરવું? શું આ કેસમાં પોલીસને ડિસમિસ કરવામાં આવશે? શું ગૃહ વિભાગ આવા કૃત્ય બદલ પોલીસ અધિકારી સામે કડક પગલાં લેશે? આવા અનેક સવાલો હાલ શંકાના ઘેરામાં છે. મૃતકનો ભાઈ અને તેનો પરિવાર આ મામલામાં ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે.
મૃતક હર્સિલ જાદવના ભાઈ બ્રિજેશ જાદવે જણાવ્યુંકે, હું પોતે એક શિક્ષક છું. અને શિક્ષક થઈને જો હું પોલીસને લાંચ આપું તો મારા શિક્ષક હોવાને લાંચન લાગે. તેની મેં પોલીસને લાંચ ન આપી અને તેનો પ્રતિકાર કર્યો તેનો વિરોધ કર્યો. બદલામાં પોલીસે જ મારાભાઈને મારી નાંખ્યો. પીએસઆઈએ અજાણ્યા નંબરથી કોલ કરી કેસ પતાવવા માટે રૂપિયા આપવા કહ્યું હતું. 'લાંચ ના આપી તો PSIએ પટ્ટા અને લાકડીથી માર મારીને, મારા ભાઈને નાંખ્યો' પીઆઈ પોતાની ચેમ્બરમાં લઈ જઈને મારા ભાઈને લાકડી અને પટ્ટાથી માર મારતો હતો. મારા ભાઈને માથામાંથી સતત લોહી નિકળતુ હતુ છતા પીએસઆઈ મકવાણાએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું. આ કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
હર્ષિલ જાદવનું સારવાર દરમિયાન મોત, આખરે શું હતો સમગ્ર મામલો?
હર્ષિલ મૂળ ટૂર પેકેજ ના વ્યવસાય સાથે સંકળાયેલ હતો. હર્ષિલ જાદવે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં તેની સાથે કામ કરતા વ્યક્તિ સામે ધંધા વેપારને બદનામી પહોંચાડવા બાબતે વિવાદ થતાં અરજી કરી હતી. ૯ જાન્યુઆરીએ હર્ષિલ જાદવ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં તેને કરેલ અરજી સંદર્ભે જવાબ લખાવા ગયો. જૂનાગઢમાં પોલીસે હર્ષિલ સામે ટુર પેકેજ માં છેતરપિંડી બાબતે થયેલ ફરિયાદ સંદર્ભે અટકાયત કરી. બોડકદેવ પોલીસ સ્ટેશન જુનાગઢ પોલીસે હર્ષિલ સામે થયેલ ફરિયાદ ને લઇ અટકાયત કરી હતી અને જુનાગઢ લઈ જવામાં આવ્યો. જૂનાગઢમાં ફરિયાદ બાદ તેની ધરપકડ થઈ અને ૧૨ તારીખે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. પરિવાર દ્વારા કરવામાં આવેલ આરોપ પ્રમાણે પોલીસ કસ્ટડી દરમિયાન ઢોર મારવામાં આવ્યો માથાના અને પગના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. પરિવારજનોને ગંભીર ઈજા ની જાણ થયા બાદ જામીન મેળવીને 16 મી તારીખે અમદાવાદ લાવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. 16 તારીખે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી અને 22 જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે