Tips And Tricks: ટૂથપેસ્ટથી ગંદા સ્વીચ બોર્ડને ચપટીમાં કરો સાફ, વીજ કરંટનો નહી રહે ડર

Ways to clean switch board: જો કે મોટાભાગના લોકો ઘરમાં લગાવેલા ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડ પર ધ્યાન આપતા નથી. ઘણી વખત લોકો વીજ કરંટના ડરથી ઇલેક્ટ્રિક સ્વીચ સાફ કરતા નથી. આવી સ્થિતિમાં તેને સાફ કરવું એક મોટું કામ બની જાય છે.

Tips And Tricks: ટૂથપેસ્ટથી ગંદા સ્વીચ બોર્ડને ચપટીમાં કરો સાફ, વીજ કરંટનો નહી રહે ડર

Cleaning Tips And Tricks: આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું ઘર હંમેશા ચમકતું રહે. પછી મહેમાનો આવે કે મિત્રો, બધા આપણા ઘરની સુંદરતાના વખાણ કરે છે. જ્યારે આપણે નાની-નાની વસ્તુઓનું ધ્યાન રાખીએ છીએ અને તેને હંમેશા સાફ રાખીએ છીએ ત્યારે ઘરની શોભા વધુ વધી જાય છે. જો કે મોટાભાગના લોકો ઘરમાં લગાવેલા ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડ પર ધ્યાન આપતા નથી. ઘણી વખત લોકો વીજ કરંટના ડરથી ઇલેક્ટ્રિક સ્વીચ સાફ કરતા નથી. આવી સ્થિતિમાં તેને સાફ કરવું એક મોટું કામ બની જાય છે.

જો તમે પણ તમારા ઘરના ઈલેક્ટ્રિક સ્વીચ બોર્ડમાં રહેલી ગંદકી અને ડાઘથી પરેશાન છો, તો અહીં અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઈલેક્ટ્રિક સ્વીચ અને તેના બોર્ડને નવા જેવા ચમકદાર બનાવી શકો છો. ચાલો જાણીએ સ્વીચ બોર્ડને સાફ રાખવાના કેટલાક ઘરેલું ઉપાયો…

પાવર સપ્લાય બંધ કરો
ઇલેક્ટ્રિકલ સ્વીચ અને બોર્ડની સફાઈ શરૂ કરતા પહેલાં સૌથી મહત્વપૂર્ણ પગલું એ છે કે તમારે ઇલેક્ટ્રિક સપ્લાયને બંધ કરવાનું ભૂલવું જોઈએ નહીં. પાવર સપ્લાય બંધ કર્યા વિના સફાઈ કરવાથી તમને આંચકો લાગી શકે છે. જો બોર્ડમાં ફ્યુઝ હોય તો તેને દૂર કરો. આમ કરવાથી તમને વીજ કરંટ લાગશે નહીં. ઈલેક્ટ્રોકશનથી બચવા માટે તમે રબર અથવા ચામડાના ચંપલ પણ પહેરી શકો છો.

ટૂથપેસ્ટથી સ્વિચ ચમકશે
ટૂથપેસ્ટ તમારા ઘરના સ્વીચ બોર્ડને પણ તેજ કરી શકે છે. થોડી ટૂથપેસ્ટ વડે તમે તમારા ઘરના તમામ સ્વીચ બોર્ડને યોગ્ય રીતે સાફ કરી શકો છો. તમે 10 રૂપિયાની સફેદ ટૂથપેસ્ટ ટ્યુબનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે જરૂરીયાત મુજબ ટૂથ પેસ્ટને વાસણમાં કાઢી લો. ત્યાર બાદ તેમાં બે ચમચી ખાવાનો સોડા અને થોડા ટીપાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તૈયાર કરેલી પેસ્ટને સ્વીચ બોર્ડ પર લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો. આ પછી, બોર્ડને સ્વચ્છ કપડાંથી ઘસો અને તેને સારી રીતે સાફ કરો. આ રીતે સ્વીચ બોર્ડ નવા જેવું ચમકશે.

સ્પિરિટનો પણ કરી શકો છો ઉપયોગ
તમે બજારમાં ઉપલબ્ધ કોઈપણ સાધારણ ક્લિનીંગ સ્પીરિટનો પણ સ્વીચ સાફ કરવામાં ઉપયોગ કરી શકો છો. આ કેટલાય દિવસોથી જામેલી ગંદકીને દૂર કરી દેશે. તમે સુતરાઉ કાપડ પર સ્પિરિટ લગાવીને સ્વીચ સાફ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે સ્પિરિટનો ઉપયોગ માત્ર ઓછી માત્રામાં કરો, જેથી તે સ્વીચની અંદર ન જાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news