લગ્નને નવ મહિના થયા પણ પતિ હાથ નથી લગાવતાં : મહિલા પહોંચી પોલીસ સ્ટેશન, કેસ નોંધાવ્યો

લગ્ન સંબંધમાં ઘણાં એવા કિસ્સાઓ સામે આવતા હોય છેકે, એ જાણીને તમે પણ ચોંકી જશો કે લગ્ન બાદ આવું પણ થતું હશે. જાત જાતના વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે.

લગ્નને નવ મહિના થયા પણ પતિ હાથ નથી લગાવતાં : મહિલા પહોંચી પોલીસ સ્ટેશન, કેસ નોંધાવ્યો

Crime In UP: ઉત્તર પ્રદેશ (UP) ના મેરઠમાંથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં પત્નીએ તેના પતિ પર આરોપ લગાવતા કહ્યું કે તેમના લગ્નને નવ મહિના વીતી ગયા છે, પરંતુ પતિએ આજ સુધી તેને હાથ પણ લગાવ્યો નથી. મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ કેસ કર્યો છે. પત્નીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેની પાસે દિલ્હીમાં ઘર ખરીદવા માંગે છે.

શું છે સમગ્ર મામલો?
પરતાપુરની રહેવાસી મહિલાના લગ્ન ડિસેમ્બર 2022માં મવાના વિસ્તારમાં થયા હતા. મહિલાએ જણાવ્યું કે તેના લગ્ન હોટલ મુકુટ મહેલમાં 26 લાખ રૂપિયાનો ખર્ચ કરીને થયા હતા. પતિ એક IT કંપનીમાં HR પદ ધરાવે છે. લગ્ન બાદથી પતિએ તેની પત્નીને સ્પર્શ પણ કર્યો નથી. તેના બદલે તેનો પતિ તેને દિલ્હીમાં ઘર અપાવવાની માંગ કરે છે.

પતિએ પત્ની અને તેના પરિવારજનોને જણાવ્યું કે તેની સારવાર ચાલી રહી છે. એટલા માટે તે હજુ વૈવાહિક સંબંધો બાંધવા તૈયાર નથી.

પીડિતાના પરિવારનો આરોપ છે કે યુવક વૈવાહિક સંબંધ માટે યોગ્ય નથી, તેમ છતાં તેને ફસાવીને તેની સાથે લગ્ન કરાવામાં આવ્યા છે. હવે પરિવારના સભ્યો સારવાર ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે.

આ બાબતે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. પત્નીએ તેના પતિ પર રેલિંગ પર માથું પછાડીને મારી નાખવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ કેસ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news