પુરૂષો અને સ્ત્રીઓએ દરરોજ કેટલું પીવું જોઇએ પાણી, શુગર લેવલને કરે છે કંટ્રોલ

water can reduce blood sugar: ગ્લોબલ ડાયાબિટીસ કોમ્યુનિટી વેબસાઈટ અનુસાર, પાણીમાં કાર્બોહાઈડ્રેટ્સ કે કેલરી હોતી નથી. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓએ પાણી પીવું ફાયદાકારક છે. કેટલાક અભ્યાસોમાં પણ દર્શાવ્યું છે કે પાણી લોહીમાં શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

પુરૂષો અને સ્ત્રીઓએ દરરોજ કેટલું પીવું જોઇએ પાણી, શુગર લેવલને કરે છે કંટ્રોલ

Drinking Water Controls Diabetes: લોકોએ રોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ઉનાળામાં વધુ પાણી પીવું પડે છે. નિષ્ણાતોના મતે, યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે અને ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે.

અત્યાર સુધી તમે સાંભળ્યું જ હશે કે કિડની સ્ટોનની સમસ્યાથી પીડિત લોકોએ પુષ્કળ પાણી પીવું જોઈએ જેથી કરીને પેશાબથી પથરી શરીરમાંથી બહાર નીકળી જાય. તમને જાણીને નવાઈ લાગશે કે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. આ બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. આ વિશે વિગતવાર જાણો.

ગ્લોબલ ડાયાબિટીસ કોમ્યુનિટી વેબસાઈટ અનુસાર, પાણીમાં કાર્બોહાઈડ્રેટ્સ કે કેલરી હોતી નથી. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓએ પાણી પીવું ફાયદાકારક છે. કેટલાક અભ્યાસોમાં પણ દર્શાવ્યું છે કે પાણી લોહીમાં શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓને વધુ પ્રવાહીની જરૂર હોય છે. પાણી ગ્લુકોઝને લોહીમાંથી બહાર કાઢવા માટે સક્ષમ છે. પાણી પીવાથી ડિહાઇડ્રેશનનું જોખમ પણ ઓછું થાય છે. જ્યારે બ્લડ સુગર વધે છે ત્યારે ડિહાઈડ્રેશનનું જોખમ વધે છે, જેનાથી બચવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ. હાઈડ્રેટેડ રહીને તમે તમારી કિડનીને પણ સ્વસ્થ રાખી શકો છો.

યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી સુઝાવ છે કે મહિલાઓએ રોજે રોજ ઓછામાં ઓછું 1.6 લીટર પાણી પીવું જોઈએ, જ્યારે પુરુષોએ રોજ ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઈએ. આ સિવાય ખોરાકમાં ફ્લૂઈડ્સનો સમાવેશ કરવો જોઈએ. જેથી શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને હાઈડ્રેટ રાખી શકાય.

વર્ષ 2011માં એક સંશોધનમાં જાણવા મળ્યું કે જો તમે દરરોજ વધુ પાણી પીવાનું શરૂ કરો છો, તો હાઈપરગ્લાયસીમિયા અને ડાયાબિટીસના જોખમને ટાળી શકો છો. ઉનાળામાં પાણી ખુબ જ જરૂરી હોય છે. જો તમે સાદું પાણી ના પીવા માંગતા હોવ તો તમે તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. વાપરવા માટે તૈયાર ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news