Facial Hair Removal: ચહેરા પરના વાળ તુરંત દુર કરવા અજમાવો આ ઘરેલૂ નુસખા, તકલીફ વિના થઈ જશે કામ
Facial Hair Removal: ચહેરાના વાળ સુંદરતા પર ડાઘ સમાન હોય છે. આ વાળના કારણે ત્વચાને કાળી અને નિસ્તેજ દેખાય છે. આ વાળને દૂર કરવા માટે આજે તમને ખાસ ફેશિયલ હેર રિમૂવલ માસ્ક વિશે જણાવીએ.
Trending Photos
Facial Hair Removal: ચહેરાના વાળ સુંદરતા પર ડાઘ સમાન હોય છે. આ વાળના કારણે ત્વચાને કાળી અને નિસ્તેજ દેખાય છે. આ વાળને દૂર કરવા માટે વેક્સિંગ અથવા થ્રેડિંગ કરાવવામાં આવે તો તે તકલીફ કરાવે છે. માર્કેટમાં હેર રિમૂવલ ક્રિમ અને સ્પ્રે પણ મળે છે પરંતુ આ વસ્તુઓ હાનિકારક કેમિકલયુક્ત હોય છે. જે ત્વચાને નુકસાન કરી શકે છે. તેથી આજે તમને ખાસ ફેશિયલ હેર રિમૂવલ માસ્ક વિશે જણાવીએ જેને લગાવવાથી ચહેરાના વાળથી તુરંત છુટકારો મેળવી શકાય છે.
ચહેરાના વાળ દૂર કરવા માટેનું માસ્ક
આ પણ વાંચો:
ઠંડુ ખાવાથી દાંતમાં થતી ઝણઝણાટીને મટાડવા રસોડાની આ 4 વસ્તુઓનો કરો ઉપયોગ
2 ચમચી દૂધ
1 ચપટી હળદર
1 ચમચી નાળિયેર તેલ
1 ચમચી ખાંડ
1 ચમચી કોફી પાવડર
1 ચમચી લોટ
ચહેરાના વાળ દૂર કરવા માટે માસ્ક કેવી રીતે બનાવવું
ફેશિયલ હેર રિમૂવલ માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં 2 ચમચી દૂધને ગરમ કરો. ત્યારબાદ તેમાં હળદર, નારિયેળ તેલ અને ખાંડ ઉમેરો. આ બધી વસ્તુઓને 2 મિનિટ સુધી સારી રીતે ગરમ કરો. છેલ્લે તેમાં 1 ચમચી કોફી પાવડર અને 1 ચમચી લોટ ઉમેરી એક સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ઠંડી થાય પછી તેને સારી રીતે ચહેરા પર લગાવી સુકાવા દો. જ્યારે તે સુકાઈ જાય પછી તેને હળવા હાથે ઘસીને સાફ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે