Cooking Tips: ગુલાબ જાંબુ બનાવો ત્યારે અંદરથી કાચા રહી જાય છે ? તો હવે આ વસ્તુ ઉમેરી કરજો ટ્રાય, એકદમ સોફ્ટ બનશે જાંબુ

Gulab Jamun Recipe: ઘણી વખત એવું થાય છે કે ઘરે ગુલાબ જાંબુ બનાવવામાં આવે ત્યારે અંદરથી તે કાચા અને કડક રહી જાય છે પરિણામે ચાસણી અંદર સુધી પહોંચતી નથી અને ગુલાબજાંબુ સોફ્ટ બનતા નથી. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમને ગુલાબ જાંબુ બનાવવાની પરફેક્ટ રીત જણાવીએ. 

Cooking Tips: ગુલાબ જાંબુ બનાવો ત્યારે અંદરથી કાચા રહી જાય છે ? તો હવે આ વસ્તુ ઉમેરી કરજો ટ્રાય, એકદમ સોફ્ટ બનશે જાંબુ

Gulab Jamun Recipe: ગણતરીના દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે. રક્ષાબંધનના તહેવારની ઉજવણીની તૈયારીઓ ઘરે ઘરમાં થવા લાગી છે. તહેવારોના આ સમયમાં દરેક ઘરમાં વિવિધ પ્રકારના પકવાન અને મીઠાઈ બને છે. ખાસ કરીને જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેનું મોઢું મીઠું કરાવવા માટે પોતાના હાથે મીઠાઈ બનાવવાનું પસંદ કરે છે. આ રક્ષાબંધન પર તમે જો તમારા ભાઈ માટે ખાસ મીઠાઈ બનાવવા ઈચ્છો છો તો આજે તમને ગુલાબ જાંબુ કેવી રીતે બનાવવા તેની સરળ રીત જણાવીએ. 

ઘણી વખત એવું થાય છે કે ઘરે ગુલાબ જાંબુ બનાવવામાં આવે ત્યારે અંદરથી તે કાચા અને કડક રહી જાય છે પરિણામે ચાસણી અંદર સુધી પહોંચતી નથી અને ગુલાબ જાંબુ સોફ્ટ બનતા નથી. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમને ગુલાબ જાંબુ બનાવવાની પરફેક્ટ રીત જણાવીએ. જો તમે ગુલાબ જાંબુ બનાવતી વખતે આ સામગ્રીનો ઉપયોગ કરશો તો ગુલાબ જાંબુ અંદરથી એકદમ સોફ્ટ બનશે અને કાચા પણ નહીં રહે.

આ પણ વાંચો:

ગુલાબ જાંબુ બનાવવાની સામગ્રી

માવો એક કપ
ખાંડ ચાર કપ
ઘી બે કપ
એલચી પાવડર એક ચમચી
પાણી ત્રણ કપ
બેકિંગ સોડા એક ચપટી
ડ્રાયફ્રુટ જરૂર અનુસાર

ગુલાબ જાંબુ બનાવવાની રીત

સૌથી પહેલા એક વાસણમાં માવો લેવો અને તેને સારી રીતે મેશ કરો. જ્યારે માવો એકદમ સ્મુધ થઈ જાય તો તેમાં બેકિંગ સોડા ઉમેરી તેને સારી રીતે મિક્સ કરો. હવે તેમાંથી સ્મૂધ ડો તૈયાર કરો અને થોડું ઘી લગાડી ઢાંકીને રાખો. 

માવો એકદમ કડક ન રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. દસ મિનિટ પછી આ માવા માંથી નાના નાના ગુલાબ જાંબુ તૈયાર કરો. ગુલાબ જાંબુ એકદમ હળવા હાથે તૈયાર કરવા. ત્યારબાદ એક પેનમાં ઘી ગરમ મૂકી એક પછી એક ગુલાબ જાંબુને ધીમા તાપે તળી લો.

ગુલાબ જાંબુ તળાઈ ત્યાં સુધીમાં અન્ય એક વાસણમાં પાણી અને ખાંડ મિક્સ કરી ચાસણી તૈયાર કરો. પાણીમાં ખાંડ બરાબર ઓગળી જાય પછી તેમાં એલચી પાવડર ઉમેરી બરાબર ઉકાળો. ત્યાર પછી તળેલા ગુલાબ જાંબુને ગરમ ચાસણીમાં ઉમેરો. ગુલાબ જાંબુને ચાસણીમાં થોડીવાર રહેવા દો અને પછી તેને અન્ય એક વાસણમાં કાઢી તેના ઉપર ડ્રાયફ્રૂટ્સનો પાવડર અથવા તો કતરણ ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news