ગુજરાતમાં આ જગ્યાએ છે ફોરેનને ટક્કર મારે એવા Monsoon Picnic Spot! ઝરણા, પહાડો અને ઝરમર વરસાદની મજા

Monsoon Picnic in Gujarat: ચોમાસાના ભારે વરસાદને કારણે ગુજરાતના ડાંગમાં ફરી એકવાર મનમોહક હરિયાળી ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લામાં સ્થિત પદમ ડુંગરી અને સાપુતારા હિલ સ્ટેશનની સાથે ગીરા વોટરફોલની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરશે. વરસાદને કારણે ધોધનો નજારો અદ્ભુત બની ગયો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલા આ ધોધનો નજારો જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચે છે. વરસાદમાં ખીલ્યું ડાંગનું સૌંદર્ય, હરિયાળીથી ભરેલી તસવીરો તમને મંત્રમુગ્ધ કરશે...

ગુજરાતમાં આ જગ્યાએ છે ફોરેનને ટક્કર મારે એવા Monsoon Picnic Spot! ઝરણા, પહાડો અને ઝરમર વરસાદની મજા

Monsoon Picnic in Gujarat: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચુકી છે. મેઘો મનમુકીને વરસી રહ્યો છે. ત્યારે મોન્સૂન લવર્સ આ સિઝનમાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ખાસ કરીને વરસાદની સિઝનમાં ફરવાનો પણ એક અનેરો આનંદ હોય છે. ગુજરાતમાં વરસાદની સિઝનમાં ફરવાની વાત કરીએ તો એક જિલ્લો એવો છે જે કુદરતના અસીમ સૌંદર્યથી ભરેલો છે. અહીં વાત થઈ રહી છે ગુજરાતના ડાંગ જિલ્લાની. જ્યાં ચારેય તરફ તમને કુદરતી વાતાવરણ જોવા મળશે. જ્યાં તમને કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય એવો દ્રશ્યો જોવા મળશે. 

ચોમાસાના ભારે વરસાદને કારણે ગુજરાતના ડાંગમાં ફરી એકવાર મનમોહક હરિયાળી ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લામાં સ્થિત પદમ ડુંગરી અને સાપુતારા હિલ સ્ટેશનની સાથે ગીરા વોટરફોલની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરશે. વરસાદને કારણે ધોધનો નજારો અદ્ભુત બની ગયો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલા આ ધોધનો નજારો જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચે છે.

ડાંગ નજીક પાંચ નદીઓ-
ડાંગને ગુજરાતનું હિલ સ્ટેશન માનવામાં આવે છે. જિલ્લામાં એક નહીં પરંતુ પાંચ નદીઓ છે. જેમાં પૂર્ણા, અંબિકા, ગીરા, ખપરી, ધોદાદ નદીઓનો સમાવેશ થાય છે.

વિખેરાયેલી સુંદરતા-
કમોસમી વરસાદથી ડાંગ જિલ્લાની હરિયાળી ગાઢ બની છે. જે સુંદરતા અને હરિયાળી જોવા લાયક છે.

જોવા જેવી છે હરિયાળી-
પ્રાકૃતિક સૌંદર્યમાં ડાંગ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવે છે. જ્યાં નદી, પર્વત અને જંગલ બધું જ છે.

સ્પર્શતા વાદળો-
અહીંની પહાડીઓ ચોમાસામાં વાદળોને ચુંબન કરે છે. આવી સ્થિતિમાં ડાંગ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની જાય છે.

પ્રકૃતિની સુંદરતા-
ડાંગની સુંદરતા ચોમાસા દરમિયાન અને ત્યારપછી શ્રેષ્ઠ હોય છે. પૂર્ણા વન્યજીવ અભયારણ્યનો કેટલોક વિસ્તાર ડાંગમાં આવે છે.

ધોધ-
ડાંગના મુખ્ય મથક આહવાથી 32 કિમી દૂર આવેલો ગીરા ધોધ ચોમાસા દરમિયાન ખૂબ જ સુંદર બની જાય છે.

ગુજરાતનું 'નાયગ્રા'-
ચોમાસામાં ગીરા ધોધ કેનેડાના નાયગ્રા જેવો બની જાય છે. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચે છે.

વન્યજીવ અભયારણ્ય-
ડાંગ જિલ્લો પણ વન્યજીવો માટેનું એક ઉત્તમ ઘર છે. અહીં મોટી સંખ્યામાં દીપડાઓ હોય છે. તમે વન સફારીનો આનંદ પણ માણી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news