Worst Foods For Metabolism: જો તમે પણ આ 5 વસ્તુનું સેવન કરો છો, તો ક્યારેય નહીં ઘટે તમારું વજન

Worst foods for metabolism: શરીરને અંદરથી સ્વસ્થ રાખવા માટે મેટાબોલિઝમ એક્ટિવ રહેવુ જરૂરી છે. ખાનપાનની કેટલીક વસ્તુઓ મેટાબોલિઝમને મંદ કરે છે. વજન ઓછુ કરવા અને હેલ્ધી રહેવા માટે મેટાબોલિઝમ પર ધ્યાન આપવુ જરૂરી છે.

Worst Foods For Metabolism: જો તમે પણ આ 5 વસ્તુનું સેવન કરો છો, તો ક્યારેય નહીં ઘટે તમારું વજન

નવી દિલ્લીઃ વજન ઘટાડવુ કોઈ સરળ કામ નથી. લોકો જીમમાં જવાથી માંડીને ખાન-પાનમાં વિવિધ પ્રકારના પરિવર્તન લાવે છે. તેમ છતાં વેટ લોસને લઈને એટલા સંતુષ્ટ નથી થતા. વજન ઓછુ કરવા અને હેલ્ધી રહેવા માટે મેટાબોલિઝમ પર ધ્યાન આપવુ જરૂરી છે. મેટાબોલિઝમ એક એવી પ્રક્રિયા છે, જે તમારા ખાનપાનથી શરીરને એનર્જી પૂરી પાડે છે.

તમારી બોડી કેલરી બર્ન કરીને જેટલી જલ્દી એનર્જીમાં કન્વર્ટ કરશે, તેટલુ જલ્દી વજન ઘટશે. જોકે, કેટલીક ફૂડ આઈટમ એવી છે, જે  મેટાબોલિઝમને ધીમુ કરી દે છે અને વજન ઘટવાની ગતિ પણ ધીમી પડી જાય છે. ચાલો, જાણીએ કઈ વસ્તુને મેટાબોલિઝમ માટે સારી માનવામાં નથી આવતી.

રિફાઈન્ડ અનાજઃ
સ્વાભાવિક છે કે, પાસ્તા, પિત્ઝા, બ્રેડ જેવી વસ્તુઓને સ્વાસ્થ્ય માટે સારી માનવામાં નથી આવતી. જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોવ, તો આવી વસ્તુથી દૂર જ રહેવામાં ભલાઈ છે. અને જો ખાવુ જ છે તો તેની માત્રા નક્કી કરો. વધારે માત્રામાં ગ્લૂટન, સ્ટાર્ચ અને ફાઈટિક એસિડ મેટાબોલિઝમને નુકસાન પહોંચાડે છે. અમેરિતી જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનની એક સ્ટડી મુજબ, રિફાઈન્ડ અનાજની જગ્યાએ આખા ધાન ખાવાથી ઝડપથી કેલરી બર્ન થાય છે. કારણકે આખા ધાનથી મેટાબોલિઝમ વધારે એક્ટિવ રહે છે.

આલ્કોહોલઃ
વધારે પડતી આલ્કોહોલની માત્રા શરીર માટે હાનિકારક છે. મહિલાઓને દિવસમાં એક અને પુરુષોને 2 થી વધારે ડ્રિંક ન લેવા જોઈએ. વધારે આલ્કોહોલની મેટાબોલિઝમ પર વિપરિત અસર પડે છે. વધારે પડતુ દારૂ પીવાથી વજન ઘટવાની ક્ષમતા 73% જેટલી ઘટી જાય છે.

ફ્રૂટ જ્યૂસઃ
ફ્રૂટ જ્યૂસથી શરીરને નુકસાન પહોંચે છે. ફ્રૂટ જ્યૂસમાં શુગરની માત્રા વધારે હોય છે. જેના કારણે બ્લડ ગ્લુકોઝ વધી જાય છે. બ્લડ ગ્લુકોઝની સીધી અસર મેટાબોલિઝમ પર પડે છે. અને સ્વાભાવિક છે કે, તમારી કેલેરી બર્ન ઓછી થશે અને ફેટ વધારે રહેશે.

રેસ્ટોરન્ટ ફ્રાઈડ ફૂડઃ
રેસ્ટોરન્ટ ફ્રાઈડ ફૂડ્સમાં હાઈડ્રોનેટેડ ઓઈલ અથવા ટ્રાન્સ ફેટ રહેલુ હોય છે. જે મેટાબોલિઝમને ધીમુ કરે છે. વેક ફોરેસ્ટ યુનિવર્સિટીના સંશોધકો અનુસાર મોનોઅનસેચ્યુરેટેડ ફેટની જગ્યાએ ટ્રાન્સ ફેટવાળી ડાયટ લેવાથી વજન ઝડપથી વધે છે. એટલુ જ નહીં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ સાબિત થાય છે.

ફ્રોઝન ફૂડઃ
ફ્રોઝન ફૂડમાં કેલેરી અને ફેટની માત્રા ખૂબ જ વધારે હોય છે. જે મેટાબોલિઝમને મંદ પાડે છે. ફ્રોઝન ફૂડમાં સ્વાદ વદારવા માટે હાઈડ્રોજેનેટેડ ઓઈલના રૂપમાં ખૂબ જ વધારે શુગર, મીઠુ અને ટ્રાન્સ ફેટ નાંખેલુ હોય છે. જે વજન બમણુ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news