સફેદ વાળને કોઈપણ સાઈડઈફેક્ટ વિના કાળા બનાવવા છે? તો અજમાવો આ ઉપાય


સામાન્ય રીતે મોટાભાગના લોકોના નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જતા હોય છે. તેનું કારણ આજકલની દોડભાગવાળી જીવનશૈલી, વધુ પડતી ચિંતા અને તેના કારણે શરીરમાં થતા ફેરફારના કારણે માથાના વાળ સફેદ થઈ
જાય છે. તેને કાળા કરવા માટે આ ઉપાય અજમાવા જેવો છે.

સફેદ વાળને કોઈપણ સાઈડઈફેક્ટ વિના કાળા બનાવવા છે? તો અજમાવો આ ઉપાય

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે મોટાભાગના લોકોના નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જતા હોય છે. તેનું કારણ આજકલની દોડભાગવાળી જીવનશૈલી, વધુ પડતી ચિંતા અને તેના કારણે શરીરમાં થતા ફેરફારના કારણે માથાના વાળ સફેદ થઈ જાય છે. તેને કાળા કરવા માટે આ ઉપાય અજમાવા જેવો છે.

મોટાભાગના લોકો માટે સફેદ વાળ એક સમસ્યા છે. ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન હોય છે, પરંતુ આ સમસ્યા ઉંમર સાથે વધતી રહે છે. ઘણાં લોકો વાળને કાળા કરવા માટે માર્કેટમાં મળતી ડાઈનો ઉપયોગ કરે છે. જોકે, માર્કેટમાં મળતી આ પ્રકારની ડાઈમાં કેમિકલનું મિશ્રણ કરવામાં આવે છે. તેના કારણે લાંબે ગાળે આંખોને પણ નુકસાન થાય છે. 

બીજી તરફ કેટલાંક લોકો સફેદવાળને છુપાવવા માટે તેના પર મહેંદી લગાવે છે. વાળમાં રંગ લગાવાથી રંગમાં હાજર રસાયણો વાળને બગાડે છે. લોકો આ ડરથી વાળ કાળા રાખવા માટે કુદરતી રીતો શોધી રહ્યા છે. સૌંદર્ય નિષ્ણાતોનું કહેવું છે, તમે રંગ વિના સફેદ વાળ કાળા કરી શકતા નથી. પરંતુ વાળને બચાવવા માટે વાળમાં 100 ટકા કુદરતી રંગોનો ઉપયોગ કરી શકાય છે. ફટકડીથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે, તેમાં કોઈ શંકા નથી, જોકે, ફટકડી વાળ કાળા કરી શકે છે. તેના વૈજ્ઞાનિક તથ્યો ક્યાંય મળતા નથી. પણ લોકો આ નુસખો પણ અજમાવતા હોય છે.

વાળને ​​ફટકડીથી થતાં ફાયદા
ફટકડીમાં હીલિંગ ગુણધર્મો હોય છે. આયુર્વેદમાં પણ તેને મહત્વ આપવામાં આવ્યું છે. ફટકડીમાં નરમ તત્વો પણ હોય છે. ફટકડી વાળને લાભ કરે છે. આ માટે, રાત્રે કોઈ ડોલમાં ફટકડીનો બદામ જેટલો નાનો ટૂકડો નાંખીને રાખો. બીજા દિવસે એ પાણીથી વાળ ધોઈ નાંખો. એવું કહેવામાં આવે છે કે ફટકડીથી વાળ ધોવાથી વાળ ખરતા નથી. ફટકડીના પાણીથી વાળ ધોવાથી માથાની ચામડીમાં ડાગ પડતા નથી. જો તમારા વાળમાં ખાપરી છે, તો ફટકડીથી વાળ ધોવાથી રાહત મળે છે.

શું ફટકડી વાળ કાળા કરી શકે છે?
આમલા, બ્રાહ્મી, લીમડાના કળી પાંદડા, નાળિયેર તેલ, વગેરે એવા કેટલાક પદાર્થો છે જે વાળને ઉંમર પહેલાં જ સફેદ થવામાં રોકે છે. શક્ય છે કે ફટકડી વાળને સફેદ થવાથી પણ રોકે છે. પરંતુ તે સફેદ વાળ કાળા કરી શકતું નથી. જો કે, એવું પણ માનવામાં આવે છેકે, ગુલાબજળ અને ફટકડી ભેળવીને લગાવવાથી સફેદ વાળનો રંગ કાળો થઈ જાય છે. પરંતુ તેની ક્યાંય પુષ્ટિ મળી નથી.

ડુંગળીની પેસ્ટ બનાવીને તેમાં કોકોનેટ ઓઈલનો ઉપયોગ કરો
ડુંગળીની પેસ્ટમાં કોકોનેટ ઓઈલ અને મીઠો લીમડો, મેથીના દાણા વગેરે નાંખીને તે ઓઈલનો નિયમિત પ્રયોગ કરવાથી વાળ કાળા થઈ શકે છે. 

વાળને સફેદ થતાં કેવી રીતે અટકાવવું?
તમારા વાળમાં ગરમ ​​કરી નાળિયેરનું તેલ લગાવો. પછી એક રૂમાલ ગરમ પાણીમાં બોળી લો અને તેને માથા પર બાંધી લો. 5 મિનિટ સુધી બાંધ્યા પછી, આ પ્રક્રિયા 3 થી 4 વખત કરો. તેનાથી વાળમાં ફાયદો થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news