Couple Goals: દાંપત્યજીવનમાં રોમાંસ અને જોશ વધારવો હોય તો પતિ-પત્નીએ આ 3 કામ કરી લેવા એકલામાં...

Couple Goals: લગ્ન પછી શરુઆતમાં દંપતિ એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે પણ થોડા વર્ષો પછી સ્થિતિ એવી હોય કે તેમની પાસે કરવા માટે કોઈ વાત પણ નથી હોતી. સંબંધોમાં રોમાંસ અને ઉષ્મા ઘટી જાય તેનું કારણ 3 કામ હોય છે જે પતિ પત્ની સતત સાથે કરતાં હોય છે. પતિ પત્ની આ 3 કામ એકસાથે કરે તો થોડા સમયમાં તેઓ કંટાળી જાય છે અને ક્યૂટ લાગતા પાર્ટનર તેમને બોરિંગ લાગે છે.

Couple Goals: દાંપત્યજીવનમાં રોમાંસ અને જોશ વધારવો હોય તો પતિ-પત્નીએ આ 3 કામ કરી લેવા એકલામાં...

Couple Goals: લગ્ન પછી દરેક દંપતિનું જીવન બદલાઈ જાય છે. પતિ અને પત્ની બંને માટે નવા જીવનની શરૂઆત અલગ જ અનુભવ હોય છે. જો કે મોટાભાગના કપલની ફરિયાદ હોય છે કે લગ્ન પછી શરૂઆતના સમયમાં બધું બરાબર હોય છે અને પછી પાર્ટનર બદલી જાય છે. શરુઆતમાં તેઓ એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે પછી એકબીજાની સાથે બેસવાથી પણ કરવા માટે વાત હોતી નથી. સંબંધોમાં રોમાંસ અને ઉષ્મા ઘટી જાય તેનું કારણ 3 કામ હોય છે જે પતિ પત્ની સાથે કરતાં હોય છે. પતિ પત્ની આ 3 કામ એકસાથે કરે તો થોડા સમયમાં તેઓ કંટાળી જાય છે અને ક્યૂટ લાગતા પાર્ટનર તેમને બોરિંગ લાગે છે.

પરિણીત યુગલે સંબંધોમાં ઉષ્મા અને જોશ જાળવી રાખવો હોય તો આ ત્રણ કામ કરતી વખતે એકબીજાથી અંતર જાળવવું જોઈએ. આ કામ એકલા કરવાનું શરુ કરશો તો તમે અનુભવશો કે સંબંધોમાં ફરીથી પહેલા જેવી નવીનતા અને જોશ વધે છે. આ ટીપ્સ ફોલો કરીને તમે તમારા બોરિંગ થયેલા લગ્નજીવનને સુખી અને રોમાન્ટિક બનાવી શકો છો. 

આ પણ વાંચો: 

1. મિત્રોને સમય આપો
લગ્ન પછી મોટાભાગના યુગલોમાં મિત્રો સાથે એકલા ફરવાની સ્વતંત્રતા ઓછી થઈ ગઈ છે. આ કારણથી કપલ્સ પોતાની પર્સનલ સ્પેસ ભુલી જાય છે. ત્યારબાદ આ વાત ઝઘડાનું કારણ બની જાય છે. તેથી લગ્ન પછી પણ તમારા મિત્રો સાથે સમય પસાર કરવાનું રાખો. અઠવાડિયામાં એકવાર મિત્રોને મળો અને તેમની સાથે લાઈફ પાર્ટનર વિના સમય પસાર કરો.

 
2. એકલા વર્કઆઉટ કરો
લગ્ન પછી ઘણા યુગલો એક સાથે જીમમાં જવાનું કે વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. પરંતુ થોડા સમય પછી આ કામ પણ કંટાળાજનક  લાગે છે. તમારા પાર્ટનરને વર્કઆઉટ માટે પ્રોત્સાહિત કરો. પણ વર્કઆઉટના સમયે બંને અલગ અલગ રહો. તેનાથી સંબંધો પણ મજબૂત થશે.

આ પણ વાંચો: 

વરસાદી વાતાવરણમાં કપડામાંથી નહીં આવે છે વાસ જો કપડા ધોતી વખતે રાખશો આ વાતનું ધ્યાન
 
3. લગ્ન પછી શોખ જાળવી રાખો
લગ્ન થયા પછી મોટાભાગની મહિલાઓ ઘરના કામમાં વ્યસ્ત રહે છે. તેઓ પોતાની આવડત અને શોખને પણ ભુલી જાય છે. ઘરની જવાબદારીના કારણે પતિ પણ પોતાના શોખને એક બાજુ પર મુકી દે છે. પરંતુ દંપતિની આ આદત ઝઘડાનું કારણ બને છે. તેથી દંપતિએ લગ્ન પછી તેમના શોખને ભુલવા નહીં. શોખના કામ કર્યા બાદ પતિ પત્નીને એકબીજામાં પણ વધારે રસ જળવાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news