Sweat Stains: કપડામાંથી આવતી પરસેવાની વાસ અને ડાઘ દુર કરવા ટ્રાય કરો ઘરગથ્થુ નુસખા
Sweat Stains: કપડાને સારી રીતે ધોવામાં આવે તો પણ આ ડાઘ જતા નથી. કપડું તે ભાગમાંથી પીળું દેખાવા લાગે છે.. આવી સમસ્યા તમને પણ રહેતી હોય તો આજે તમને કેટલાક એવા નુસખા જણાવીએ જેની મદદથી કપડાં ધોયા વિના પણ પરસેવાના ડાઘને દૂર કરી શકાય છે.
Trending Photos
Sweat Stains: ગરમીના દિવસોમાં પરસેવો આવવાની સમસ્યા લગભગ દરેક વ્યક્તિને રહે છે. પરસેવાના કારણે ઘણી વખત કપડામાંથી વાસ પણ આવવા લાગે છે અને તેના ડાઘ પણ રહી જાય છે. તેમાં પણ લાઈટ કલરના કપડાં હોય તો પરસેવાના પીળા ડાઘ તેમાં દેખાય છે. આવા ડાઘ બગલના ભાગમાં અને કપડાના કોલરના ભાગે વધારે જોવા મળે છે.
કપડાને સારી રીતે ધોવામાં આવે તો પણ આ ડાઘ જતા નથી. કપડું તે ભાગમાંથી પીળું દેખાવા લાગે છે.. આવી સમસ્યા તમને પણ રહેતી હોય તો આજે તમને કેટલાક એવા નુસખા જણાવીએ જેની મદદથી કપડાં ધોયા વિના પણ પરસેવાના ડાઘને દૂર કરી શકાય છે.
કપડામાંથી પરસેવાના ડાઘ દૂર કરવાના ઉપાય
- બેકિંગ સોડા દરેક ઘરમાં હોય છે. પરસેવાના કારણે કપડા પર પડેલા ડાઘને બેકિંગ સોડા ઝડપથી દૂર કરે છે. જે જગ્યાએ પરસેવાના ડાઘ હોય ત્યાં થોડો બેકિંગ સોડા છાંટી દેવો અને પછી કપડાને 30 મિનિટ સુધી રાખો. ત્યાર પછી હળવા હાથે બ્રશ ઘસવાનું રાખશો એટલે ડાઘા નીકળી જશે.
- લીંબુનો રસ નેચરલ બ્લીચીંગ ગુણ ધરાવે છે. સફેદ કપડા પર પડેલા ડાઘને દૂર કરવા માટે મદદ કરે છે. પરસેવાના ડાઘ ઉપર થોડો લીંબુનો રસ લગાડી કપડાને 10થી 15 મિનિટ માટે રાખી દો. ત્યાર પછી સાદા પાણીથી તેને ધોશો તો ડાઘ દૂર થઈ જશે. જોકે લીંબુનો ઉપયોગ ડાર્ક રંગના કપડા પર ન કરવો.
- પરસેવાના ડાઘની સાથે જો કપડામાંથી દુર્ગંધ પણ આવતી હોય તો વાઈટ વિનેગરનો ઉપયોગ કરવો. એક સ્પ્રે બોટલમાં અડધું પાણી ભરવું અને અડધું વાઈટ વિનેગર ભરવું. હવે આ મિશ્રણને કપડા પર છાંટી દો. 10 મિનિટ પછી કપડાને સાફ કરી લો અથવા ઉતાવળ હોય તો સુકવી લો. વિનેગર સ્પ્રે કરવાથી કપડામાંથી આવતી પરસેવાની દુર્ગંધ પણ દૂર થઈ જશે અને ડાઘ પણ નીકળી જશે.
- પરસેવાના કારણે કપડાં પર ડાઘ પડી ગયા હોય તો કોર્ન સ્ટાર્ચનો ઉપયોગ કરો. પરસેવાના ડાઘ પડ્યા હોય તે જગ્યાએ કોર્ન સ્ટાર્ચ લગાડી દો. આખી રાત કપડાં પર રહેવા દો. ત્યાર પછી સવારે બ્રશ વડે કોર્ન સ્ટાર્ચ હટાવશો તો ડાઘ નીકળી ગયા હશે.
- જો તમે ઉતાવળમાં હોય અને કપડાં ધોવાનો સમય ન હોય તો પરસેવાની વાસ અને ડાઘને દૂર કરવા માટે કપડા પર બરફનો ટુકડો ઘસો. થોડીવાર બરફ ઘસી કપડાને સુકાવા દો. ત્યાર પછી કપડું પહેરશો તો તેમાં ડાઘ નહીં હોય.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે