તમે શુદ્ધ દૂધ પીવો છો કે સિન્થેટીક દૂધ? માન્યતા પ્રાપ્ત ઘરેલું ઉપાય દ્વારા જાણો કેટલું શુદ્ધ છે ઘરે આવતું દૂધ

Milk Purity Test: તમે કેટલાક ઘરેલુ નુસખા ની મદદથી પણ દૂધ શુદ્ધ છે કે નહીં તે જાણી શકો છો. ખાસ વાત એ છે કે આ ઉપાયો ખાદ્ય સામગ્રીની ક્વોલિટી ની તપાસ કરતા Fssai દ્વારા માન્યતા પ્રાપ્ત છે. 

તમે શુદ્ધ દૂધ પીવો છો કે સિન્થેટીક દૂધ?  માન્યતા પ્રાપ્ત ઘરેલું ઉપાય દ્વારા જાણો કેટલું શુદ્ધ છે ઘરે આવતું દૂધ

Milk Purity Test: આજના સમયમાં ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી ગયું છે. ખાસ કરીને દૂધની વાત આવે તો તેમાં પાણી ડિટરજન્ટ પાવડર યુરિયા જેવી વસ્તુઓથી ભેળસેળ કરવામાં આવે છે. જો દૂધની શુદ્ધતા ચકાસવી હોય તો તેના માટે તેના સેમ્પલને લેબમાં મોકલવા પડે છે. પરંતુ આ પ્રક્રિયા જટિલ હોય છે અને તેમાં સમય પણ લાગે છે. આ પ્રક્રિયા સિવાય તમે કેટલાક ઘરેલુ નુસખા ની મદદથી પણ દૂધ શુદ્ધ છે કે નહીં તે જાણી શકો છો. ખાસ વાત એ છે કે આ ઉપાયો ખાદ્ય સામગ્રીની ક્વોલિટી ની તપાસ કરતા Fssai દ્વારા માન્યતા પ્રાપ્ત છે. 

આ પણ વાંચો:

દૂધમાં પાણીની ભેળસેળ વિશે જાણવાના સ્ટેપ્સ

દૂધનું એક ટીપું ચીકણી જગ્યા પર મૂકો. જો દૂધ શુદ્ધ હશે તો તે ચીકણી જગ્યા પર ચીપકી રહેશે. અથવા તો ધીરે ધીરે વહેશે અને તેની પાછળ સફેદ ધાર બનશે. જો દૂધમાં પાણી મિક્સ કરવામાં આવ્યું હશે તો દૂધમાં કોઈપણ પ્રકારની ધાર બનશે નહીં અને તુરંત વહી જશે.

દૂધમાં ડિટરજન્ટ પાવડરની ભેળસેળ જાણવાની રીત

- સૌથી પહેલા દૂધનું 10 ml નુ સેમ્પલ લેવું અને તેમાં સમાન માત્રામાં પાણી મિક્સ કરો.

- બંનેને સારી રીતે મિક્સ કરો. જો દૂધમાં ડિટર્જન્ટ પાવડર મિક્સ કરેલું હશે તો તેમાં ફીણ થવા લાગશે. 

- જો દૂધ શુદ્ધ હશે તો તેમાં ફીણ નહીં બને પરંતુ મિક્સ કર્યાની નિશાની થોડીવાર દેખાશે. પછી ઉપરની સપાટી ફીણ વિના થઈ જશે.

- દૂધમાં જો રસાયણ કે સાબુ જેવી વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે તો તેનાથી દૂધનો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છે અને સાથે જ તેને હાથમાં લઈને થોડું ઘસો છો તો સાબુ જેવું ચીકણું લાગે છે. 

સ્ટાર્ટની ભેળસેળ જાણવાની રીત

જો દૂધ વેચનાર વ્યક્તિ દૂધમાં સ્ટાર્ચ ઉમેરે છે તો તેને આ રીતે ચેક શકાય છે. પાંચ મિલી લિટર દૂધ લેવું અને તેમાં બે ચમચી મીઠું ઉમેરવું. જો દૂધમાં ભેળસેળ હશે તો દૂધનો રંગ બ્લુ થઈ જશે. જો દૂધ શુદ્ધ હશે તો તે સફેદ જ રહેશે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news