આ ટીપ્સ ફોલો કરશો તો તુરંત નીકળી જશે તરબૂચના બધા જ બી, 5 મિનિટ થઈ જશે સાફ

Kitchen tips: ગરમીના દિવસોમાં ઠંડુ તરબૂચ ખાવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. ગરમીના દિવસોમાં તરબૂચ શરીરને હાઇડ્રેટ રાખે છે. તેનાથી સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. પરંતુ તરબૂચ ખાતી વખતે જ્યારે મોઢામાં બી આવે છે તો મોઢું બગડી જાય છે. ત્યારે આજે તમને જણાવીએ એવી સરળ ટિપ્સ જેની મદદથી તમે તરબૂચના બી સરળતાથી એક સાથે કાઢી શકો છો. 

આખા તરબૂચને જો તમે ગોળ સ્લાઈસમાં કાપો છો તો તેમાંથી સરળતાથી બી કાઢી શકો છો. આ સિવાય જો તમારે તરબૂચના બી સરળતાથી કાઢવા હોય તો તેની લાંબી સ્લાઈસ કટ કરવી. 

આ પણ વાંચો: 

સૌથી પહેલા શોપિંગ બોર્ડ ઉપર તરબૂચ ને ઉભું રાખો અને તેના ઉપર નીચેનો ભાગ કટ કરી લો. ત્યાર પછી તરબૂચના ઉભા બે ટુકડા કરો. ત્યાર પછી તેની લાંબી લાંબી સ્લાઈસ કટ કરો. લાંબી સ્લાઈસ માંથી સરળતાથી બીને કાઢી શકાય છે. તેના માટે તમે નાના ચીપિયા અથવા તો પ્લકર નો ઉપયોગ કરી શકો છો.

જો તમે તરબૂચ ની સ્લાઈસને પતલી પતલી કાપો છો તો તેમાંથી બી સરળતાથી કાપતી વખતે નીકળી જાય છે. જો તમારે તરબૂચમાંથી કોઈ ડ્રિન્ક બનાવવું હોય તો તરબૂચના ટુકડાને મિક્સરમાં વાટી લેવા. ત્યાર પછી ગરણીની મદદથી તેને ગાળી લેશો તો તરબૂચના બી બહાર નીકળી જશે. 

જોકે તરબૂચ ખાધા પછી બી ફેકવા જોઈએ નહીં. તરબૂચના બી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તરબૂચના બી ને ધોઈ અને સાફ કરીને તડકામાં સૂકવી લેવા જોઈએ ત્યાર પછી તેનો ઉપયોગ તમે અલગ અલગ વાનગીઓમાં કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news