નવેમ્બર-ડિસેમ્બરમાં છે લગ્ન? આજથી જ ચહેરા પર લગાવો આ પેક, સુંદરતા વધી જશે
Ubtan For Glowing Skin Homemade: દિવાળી જાય એટલે લગ્નગાળો શરૂ થઈ જતો હોય છે. નવેમ્બર-ડિસેમ્બરમાં જે યુવક-યુવતીઓના લગ્ન થવાના હોય તેઓ આ લેખ ખાસ વાંચે. તમે જો લગ્ન સમયે તમારા ચહેરા પર કુદરતી નિખાર લાવવા માંગતા હોવ તો આ હોમમેડ ઉબટણ તમને કામે લાગી શકે છે. આ ઉબટણ ખુબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે.
Trending Photos
Ubtan For Glowing Skin Homemade: દિવાળી જાય એટલે લગ્નગાળો શરૂ થઈ જતો હોય છે. નવેમ્બર-ડિસેમ્બરમાં જે યુવક-યુવતીઓના લગ્ન થવાના હોય તેઓ આ લેખ ખાસ વાંચે. તમે જો લગ્ન સમયે તમારા ચહેરા પર કુદરતી નિખાર લાવવા માંગતા હોવ તો આ હોમમેડ ઉબટણ તમને કામે લાગી શકે છે. આ ઉબટણ ખુબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે. આ ઉબટણની ખાસિયત એ પણ છે કે તે ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરી શકે છે. આ ઉબટણ તમારે ઘરે કેવી રીતે તૈયાર કરવું તે આ અમે તમને અહીં જણાવી રહ્યા છે....
ઘર પર આ રીતે બનાવો ઉબટણ
આ ઉબટણ બનાવવા માટે તમારી પાસે બેસન, ચંદનનો પાઉડર, દૂધની મલાઈ, લીંબુનો રસ, મધ, વિટામીન ઈ કેપ્સ્યુલ, હળદર, ગુલાબ જળ વગેરે હોવું ખુબ જરૂરી છે.
આ બધી સામગ્રી તમે એક વાટકીમાં લો અને મિશ્રણને ખુબ જ સારી રીતે મિક્સ કરો.
3. હવે આ મિશ્રણને થોડા સમય સુધી રાખ્યા બાદ ચહેરા, ગરદન, હાથ પર થોડીવાર સુધી લગાડી રાખો અને હળવા હાથે મસાજ પણ કરો.
આ Video પણ જૂઓ
4. 20થી 25 મિનિટ બાદ જ્યારે ઉબટણ સૂકાઈ જાય ત્યારબાદ ત્વચાને સારી રીતે પાણીથી ધોઈ નાખો.
5. જો કે તમારી ત્વચાને સારી રીતે ધોતા પહેલા તમારે ત્વચાને બરાબર રગડવી પડશે. આમ કરવાથી સ્ક્રબિંગ થશે અને ત્વચાની ડેડ સ્કીન નીકળી જશે.
(ખાસ નોંધ: ઉપર જણાવેલું ઉબટણ ત્વચા માટે ખુબ જ ઉપયોગી છે. પરંતુ તેને લગાવતી વખતે એ વાત પર ધ્યાન આપવું કે તે હોઠ કે આંખો પર ભૂલથી ન લાગી જાય. )
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે