Top 10 Scholarships: વિદેશમાં રહેવું, ખાવું, પીવું...બધું ફ્રી! આ છે ટોપ 10 સ્કોલરશિપ્સ

અમેરિકા, કેનેડા સહિત અનેક દેશોમાં અભ્યાસ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જોકે ફૂલી ફંડેડ સ્કોલરશિપ દ્વારા વિદેશમાં અભ્યાસ કરી શકાય છે.

Top 10 Scholarships: વિદેશમાં રહેવું, ખાવું, પીવું...બધું ફ્રી! આ છે ટોપ 10 સ્કોલરશિપ્સ

નવી દિલ્લી: ભારતમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હાયર સ્ટડી માટે વિદેશ જાય છે. ભારતીય વિદ્યાર્થીઓની વચ્ચે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશ ઘણા જાણીતા છે. અમેરિકા ભારતીયોની વચ્ચે ઘણું જાણીતું છે. જ્યાં ભારતના વિદ્યાર્થીઓ યૂજી, પીજીથી લઈને પીએચડી કરવા માટે જાય છે. ત્યારે હાલના દિવસોમાં કેનેડા એક એવો દેશ બનીને સામે આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ એડમિશન લઈ રહ્યા છે. તે સિવાય બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જર્મની પણ હાયર એજ્યુકેશન માટે એક ટોપ ડેસ્ટિનેશન બની રહ્યા છે.

 

કઈ રીતે ફ્રીમાં અભ્યાસ કરી શકશો:
જોકે વિદેશમાંથી ડિગ્રી મેળવવી બધા માટે શક્ય નથી. તેની પાછળ છે પૈસા. વિદેશમાંથી ડિગ્રી લેવા માટે ઘણી મોટી ફી ચૂકવવી પડે છે. અમેરિકા, કેનેડા, બ્રિટન જેવા દેશોમાં રહેલી યુનિવર્સિટીમાં એડમિશન ફી લાખો રૂપિયામાં હોય છે. આ કારણે માત્ર પસંદગીના લોકો જ વિદેશ જઈને અભ્યાસ કરી શકે છે. જોકે એક પ્રકાર છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને અભ્યાસનું સપનું પૂરું કરી શકે છે. જોકે આપણે સ્કોલરશિપની વાત કરી રહ્યા છીએ. અનેક યુનિવર્સિટીઝ વિદેશી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ઓફર કરે છે. અહીંયા નોંધાવા જેવી વાત એ છે કે અનેક સ્કોલરશિપ ફૂલી ફંડેડ હોય છે. તેનો અર્થ એ છે કે આ સ્કોલરશિપ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકાય છે. સાથે જ તેમના રહેવા-ખાવા અને અન્ય ખર્ચ પણ સ્કોલરશિપથી મળનારી રકમ દ્વારા થાય છે.

ટોપ ફૂલી ફંડેડ સ્કોલરશિપની યાદી:
1. ગેટ્સ કેમ્બ્રિજ સ્કોલરશિપ 2023, બ્રિટન
2. ચિવનિંગ સ્કોલરશિપ 2023, બ્રિટન
3. ઈમ્પીરિયલ કોલેજ પીએચડી સ્કોલરશિપ, બ્રિટન
4. ટાઈટેક MEXT સ્કોલરશિપ 2023, જાપાન
5. દોહા ઈન્સ્ટીટ્યૂટ સ્કોલરશિપ 2023, કતર
6. લાઈડન યુનિવર્સિટી સ્કોલરશિપ 2023, નેધરલેન્ડ
7. DAAD સ્કોલરશિપ પ્રોગ્રામ 2023, જર્મની
8. યુનિવર્સિટી ઓફ મયામી સ્કોલરશિપ, અમેરિકા
9. ગ્લોબલ કોરિયા સ્કોલરશિપ, દક્ષિણ કોરિયા
10. સ્વિસ ગવર્નમેન્ટ સ્કોલરશિપ 2023, સ્વિત્ઝરલેન્ડ

ઈચ્છુક ઉમેદવારો આ સ્કોલરશિપ વિશે વધારે જાણકારી માટે સ્કોલરશિપની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ શકે છે. વેબસાઈટ પર જઈને તમે એલિજિબિલિટી ક્રાઈટેરિયા ચેક કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news