આ ઘરગથ્થુ ઉપાયોથી તમારા સફેદ વાળનો રંગ કાળો કરી શકો છો

વાળ કાળા કરવા માટેના કલર અને ડાઈમા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. તમે તમારા રસોડામાં વપરાતી કેટલીક વસ્તુઓના ઉપયોગથી જ વાળનો રંગ બદલી શકો છો.

આ ઘરગથ્થુ ઉપાયોથી તમારા સફેદ વાળનો રંગ કાળો કરી શકો છો

નવી દિલ્હીઃ કેમિકલનો ઉપયોગ કર્યા વિના પણ કુદરતી રીતે વાળ કાળા કરી શકાય છે. આ માટે તમારે કેટલીક કુદરતી વસ્તુઓ અને ઘરગથ્થુ ઉપચારની જ જરૂર છે. 

બ્લેક ટી
ચાનું પાણી વાળના રંગને ઘાટો કરી શકે છે. આ માટે ગરમ પાણીમાં ચા ઉકાળીને પાણીને ઠંડુ પડવા દો. ચા ને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ આ પાણીમાં થોડી વાર માટે તમારા વાળને ડુબાડી દો. પાણી વડે વાળને ધોઈ લો. બે સપ્તાહ સુધી રોજ આમ કરવાથી વાળનો રંગ ઘેરો બની શકે છે. 

કોફી
કોફીની મદદથી તમે તમારા વાળનો રંગ ઘાટો અને કાળો કરી શકો છો. ગરમ પાણીમાં કોફી તૈયાર કરીને આ પાણીને ઠંડુ થવા દો. મોટા બાઉલમાં કોફી રેડીને તમારા વાળ બાઉલમાં ડૂબાડો અને અમુક સેકન્ડ માટે આ જ સ્થિતિમાં રહેવા દો. તમે કોફીને તમારા માથા પર પણ રેડી શકો છો.

અખરોટ
અખરોટના ઉપયોગથી તમારા વાળનો રંગ ઘાટો થઈ શકે છે. આ માટે જરૂરી માત્રામાં અખરોટની છાલને પીસી લો. તમે અખરોટના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે પાઉડરને પાણીમાં નાખીને ઉકાળો. પાણીને ઠંડુ થવા દો. ચાળણીની મદદથી એક વાસણમાં પાણી ભરી લો. આ પાણીને તમારા વાળમાં લગાવો.

સેજ
સેજ એક કુદરતી જડીબુટ્ટી છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા વાળને કાળા કરી શકો છો. તમારા વાળને વધુ નુકસાન પહોંચાડ્યા વિના કાળા કરવાની આ એક સરસ રીત છે. આ રીતે તમે ભૂખરા રંગના વાળને ઘાટો રંગ આપી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news