કિન્નરોને આ વસ્તુઓનું દાન કરવાથી ચમકી જાય છે ભાગ્ય, ઘરમાં તિજોરીઓ પૈસાથી રહે છે છલોછલ

Kinnar ke Upay: કિન્નરોનું ક્યારેય અપમાન કરવું જોઈએ નહીં. કિન્નરોને દાન કરવું ખુબ જ શુભ મનાય છે. જો કે દાન કરવાની યોગ્ય રીત ખબર ન હોય તો તમને તેનું ફળ મળી શકતું નથી. જો તમે કોઈ કિન્નરને દાન આપી રહ્યા છો કે પછી તેમને દાન આપવાનું વિચારી રહ્યા છો તો તમને આ વાતો ખાસ ખબર હોવી જોઈએ

કિન્નરોને આ વસ્તુઓનું દાન કરવાથી ચમકી જાય છે ભાગ્ય, ઘરમાં તિજોરીઓ પૈસાથી રહે છે છલોછલ

Kinnar ke Upay: હિન્દુ ધર્મમાં કિન્નરોને દાન આપવું ખુબ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કિન્નરોને દાન કરવાથી તેમની દુઆ મળે છે. તેમની દુઆમાં ખુબ બરકત હોય છે. પણ એ જાણવું ખુબ જરૂરી છે કે કિન્નરોને દાનમાં શું આપવું જોઈએ. 

કિન્નરોને દાન
કિન્નરોનું ક્યારેય અપમાન કરવું જોઈએ નહીં. કિન્નરોને દાન કરવું ખુબ જ શુભ મનાય છે. જો કે દાન કરવાની યોગ્ય રીત ખબર ન હોય તો તમને તેનું ફળ મળી શકતું નથી. જો તમે કોઈ કિન્નરને દાન આપી રહ્યા છો કે પછી તેમને દાન આપવાનું વિચારી રહ્યા છો તો તમને આ વાતો ખાસ ખબર હોવી જોઈએ. આ વાતો પર અમલ કરીને તમે તમારા રિસાયેલા ભાગ્યને પણ સવારી શકો છો. 

કિન્નરોને આ સામગ્રી દાન કરવી જોઈએ

સુહાગ સામગ્રી 
કિન્નરોને સુહાગની સામગ્રી જેમ કે લીલી બંગડીઓ, લાલા સાડી, કુમકુમ (કંકુ), લિપસ્ટિક દાન કરવાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવતી નથી. 

ચોખા
કિન્નરોને ચોખા દાન કરવાથી ક્યારેય ઘરમાં અન્નની કમી રહેતી નથી. ત્યારબાદ તેમાંથી થોડા ચોખા પાછા લઈને તમારા ઘરના ચોખાના ડબ્બામાં નાખી દો તો ધનની કમી પણ ક્યારેય રહેશે નહીં. 

ઢોલ
કિન્નરોના ઢોલની પૂજા કરવી અને પછી શ્રદ્ધા અનુસાર પૈસા ચડાવવાથી કામમાં આવી રહેલા વિધ્નો દૂર થાય છે અને નિષ્ફળતાનો સામનો કરવો પડતો નથી. 

કઈ વસ્તુઓ દાનમાં બિલકુલ ન આપવી જોઈએ
કિન્નરોને પ્લાસ્ટિકની વસ્તુઓ દાન ન કરવી જોઈએ. તેનાથી પ્રગતિમાં વિધ્ન આવી શકે છે. આ સાથે જ કાંચ અને એલ્યુમિનિયમની વસ્તુઓ પણ દાન ન કરવી જોઈએ. આ ઉપરાંત કિન્નરોને તમારા રસોડાનું તેલ પણ દાન ન કરવું જોઈએ. તેનાથી ઘરની સુખ, ધન, સમૃદ્ધિ સમાપ્ત થાય છે અને મુસીબતો આવે છે. કિન્નરોને જૂના વસ્ત્રો ક્યારેય ન આપવા. નવા જ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news