Late pregnancy: 30ની ઉંમર પછી માતા બનવાના ફાયદા અને નુકસાન વિશે તમને ખબર હોવી જોઈએ
એવા ઘણા કારણો છે જેનાથી મહિલાઓ 30ની ઉંમરે મા બનવાનો નિર્ણય લે છે. 30ની ઉંમર બાદ પ્રેગનેંટ થવા અને બાળકને જન્મ આપવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉંમરે મિસકેરિજની સંભાવના પણ વધી જાય છે. જો કે, મા બનવા માટે ઉંમરની કોઈ સીમા હોતી નથી અને અમુક વાતોનું ધ્યાન રાખીને પણ પ્રેગનેન્સીને સફળ બનાવી શકાય છે.
Trending Photos
નવી દિલ્હી: આજકાલ મહિલાઓ 30ની ઉંમરની આસપાસ પ્રેગ્નેંસીનો પ્લાન કરે છે. તેના કારણે મોડા લગ્ન કે આર્થિક સ્થિતિ જવાબદાર હોઈ શકે છે. કઈ ઉંમરે મા બનવું જોઈએ તે દરેક મહિલાનો પર્સનલ નિર્ણય હોય છે. તેના માટે કોઈ ખાસ નિયમ નથી. હેલ્થ એક્સપર્ટ મુજબ, 35 વર્ષ બાદ પ્રેગનેન્સીનો પ્લાન કરવામાં મહિલાઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને તેની સીધી અસર ફર્ટિલિટી રેટ પર પણ પડે છે. આ સિવાય મિસકેરિજ, પ્લેસેંટા પ્રીવિયામાં મુશ્કેલી, સમય પહેલા ડિલિવરી અને ડાઉન સિંડ્રોમ જેવી મુશ્કેલીઓની સંભાવના વધી જાય છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે લેટ પ્રેગનેન્સીનો પ્લાન કરી રહેલી મહિલાઓએ અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
30ની ઉંમર બાદ પ્રેગનેન્સી સંભવ છે
37 વર્ષ પહેલાં કોઈ પણ સમયે પ્રેગનેંટ થવું યોગ્ય મનાઈ છે. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય અને મેનોપોઝના સમયે સાવધાન રહેવું જોઈએ. આ વાત પર બિલકુલ પણ વિશ્વાસ ન કરો કે, 35 વર્ષ બાદ પ્રેગને્સીની સંભાવના નહીં થાય. જો કે, 35 વર્ષ બાદ એગ્સની ક્વોલિટી અને ફર્ટિલિટી ઘટી જાય છે. જેનાથી પ્રેગનેન્સીની સંભાવના ઓછી થઈ જાય છે પરંતુ તે અસંભવ નથી.
પાર્ટનરની ઉંમર પણ કરે છે અસર
પ્રેગનેન્સી માટે મહિલાઓની ઉંમર સાથે પાર્ટનરની ઉંમર પણ ખુબ જ અસર કરે છે. પુરુષોની પ્રજનન ક્ષમતા ઉંમરની સાથે ઓછી થઈ જાય છે. પરંતુ મહિલાઓની તુલનામાં તે દર ઓછો હોય છે.
ડૉક્ટર સાથે સંપર્ક કરવામાં મોડું ન કરો
જો તમારી અને પાર્ટનર બંનેની ઉંમર 30થી વધુ છે અને 6 મહિનાની કોશિશ બાદ પણ તમારો પ્રેગનેન્સી પ્લાન સફળ નથી થયો તો તમે ડૉક્ટરની મદદ લેવામાં બિલકુલ સંકોચ ન કરો. સારું રહેશે કે બેબી પ્લાન કરતાં પહેલાં તમે પોતાની ફર્ટિલિટી સ્ક્રિનિંગ કરાવતા રહો.
ફર્ટિલિટી ટ્રીટમેન્ટથી દરેક મુશ્કેલી દૂર થતી નથી
જો તમે 35 વર્ષ બાદ પ્રેગનેન્સી પ્લાન કરી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ફર્ટિલિટી ટ્રીટમેન્ટથી દરેક મુશ્કેલી દૂર થતી નથી. સમસ્યાની જલદી ખબર પડી જાય તો ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ઘણા અંશે સફળ રહે છે. જેમ કે, 20 અને 30ની ઉંમરમાં ઈન્ટ્રાયૂટરિન ઈનસેમિનેશનની સફળતા દર અલગ અલગ થઈ શકે છે.
હેલ્દી લાઈફસ્ટાઈલ અપનાવો
હેલ્દી લાઈફસ્ટાઈલ ફર્ટિલિટીને જલ્દી ખરાબ થવા દેતી નથી. જો તમારી ઉંમર 35થી વધુ છે તો તમે પોતાના ડાયટ અને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો. તેના માટે તમે ન્યૂટ્રિશનિસ્ટન મદદ લઈ શકો છો. આ સિવાય નિયમિત એક્સરસાઈઝ કરો. પોષક તત્વોથી ભરપૂર ડાયટ સો. સુવાની રીત બદલો, તણાવ ઓછો કરો અને ચીની-કેફિનથી બચો. સિગરેટ અને દારૂ બિલકુલ ટચ ના કરો.
લો બોલો! વાનરો માટે સરકારે અનોખા બ્રિજનું નિર્માણ કર્યું, જાણો આ ખાસ વૃક્ષો વાળા પૂલ વિશે...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે