બાપરે...કલાકના 67 કરોડ રૂપિયા કમાય છે આ વ્યક્તિ, અંબાણી કરતા બમણી અને અદાણી કરતા ત્રણ ગણી છે સંપત્તિ!
શું તમને ખબર છે કે દુનિયામાં એક વ્યક્તિ એવો પણ છે જે દર કલાકે 67 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. સાંભળવામાં તમને આ નવાઈ લાગે પરંતુ આ સાચી વાત છે.
Trending Photos
શું તમને ખબર છે કે દુનિયામાં એક વ્યક્તિ એવો પણ છે જે દર કલાકે 67 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. સાંભળવામાં તમને આ નવાઈ લાગે પરંતુ આ સાચી વાત છે. દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને અમેઝોન કંપનીના માલિક જેફ બેજોસની દરેક કલાકની કમાણી અનેક લોકોની જીવનભરની સંપત્તિ કરતા પણ અનેકગણી વધુ છે.
કલાકની કમાણી 8 મિલિયન ડોલર
Inc.com ના રિપોર્ટ મુજબ 2024માં જેફ બેજોસે દર કલાકે લગભગ 8 મિલિયન ડોલર (67.20 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. જેફ બેજોસનું કહવું છે કે અમેઝોનના સીઈઓ હતા ત્યારે અને તે પદથી હટ્યા બાદ પણ તેમણે પોતાનો પગાર વધાર્યો નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અમેઝોનમાં તેમની ભાગીદારીથી જ એટલી કમાણી થઈ જાયછ ે કે તેમણે પોતાનો પગાર વધારવાની જરૂર પડતી નથી.
વાર્ષિક પગારથી 100 ગણું વધુ પ્રતિ કલાક કમાણી
રિપોર્ટ્સ મુજબ જેફ બેજોસનો વાર્ષિક પગાર 80 હજાર ડોલર એટલે કે 67 લાખ રૂપિયા છે. જ્યારે તેમને દરેક કલાકની કમાણી 67 કરોડ રૂપિયા છે. એટલે કે તેમના વાર્ષિક પગાર કરતા પણ કલાક દીઠ કમાણી ખુબ વધુ છે.
અંબાણીથી બમણા તો અદાણીથી ત્રણ ગણા વધુ અમીર
અમેઝોનના મુખિયા જેફ બેજોસ એલન મસ્ક બાદ દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી કરતા બમણા અમીર છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ મુજબ જેફ બેજોસ પાસે હાલ 246 અબજ ડોલર નેટવર્થ છે. જ્યારે મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 96.7 અબજ ડોલર છે. એટલું જ નહીં બેજોસ ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ ધરાવે છે. અદાણીની કુલ નેટવર્થ 82.1 અબજ ડોલર છે.
દુનિયાના સૌથી ધનિક યહૂદી
12 જાન્યુઆરી 1964ના રોજ જન્મેલા જેફ બેજોસ પાસે અમેઝોન કંપનીમાં હજુ પણ 10 ટકાની ભાગીદારી છે. બેજોસને બાળપણથી જ એ જાણવામાં રસ હતો કે કઈ કઈ ચીજ કેવી રીતે કામ કરે છે. આ માટે તેણે પેરેન્ટ્સના ગેરેજને લેબોરેટરીમાં ફેરવી દીધી હતી. બાદમાં 5 જુલાઈ 1994ના રોજ સિએટલના પોતાના ગેરેજથી જ તેમમે અમેઝોનનો પાયો નાખ્યો. જો કે 5 જુલાઈ 2021ના રોજ તેમણે અમેઝોનનું CEO પદ છોડ્યું અને કંપનીમાં એક્ઝીક્યૂટીવ ચેરમેન બની ગયા. તેઓ દુનિયાના સૌથી અમીર યહૂદી વ્યક્તિ પણ ગણાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે