કાળજું કંપી જાય તેવી દુષ્કર્મની ઘટના, શ્રમજીવી પરિવારની દીકરીના નરાધમે એવા હાલ કર્યા કે ડોક્ટરના હાથ પણ થરથર્યા
Bharuch Minor Girl Rape Case : ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મની ઘટના.. GIDC વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દીકરી પર દુષ્કર્મ... હથિયારના ઘા મારતા બાળકીની હાલત ગંભીર... રાક્ષસી કૃત્ય કરનાર આરોપીને ભરૂચ પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો
Trending Photos
Bharuch News : ગુજરાતમાં કાળજુ ચીરી દે તેવી દુષ્કર્મની ઘટના બની છે. ભરૂચના શ્રમજીવી પરિવારની એક માસુમ દીકરીની ઈજ્જત પર એક નરાધમે હાથ નાંખ્યો. આ હેવાને દીકરી સાથે એવી ક્રુરતા આચરી કે, હોસ્પિટલોના તબીબોના હાથ પણ સગીરાના ગુપ્ત ભાગે હાથ લગાવતા થરથરી ગયા. ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં શ્રમજીવીઓના પડાવમાં સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. નરાધમે કિશોરીના ચહેરા પર તીક્ષણ હથિયારના ઘા ઝીંકી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સગીરાને ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતું બાળકીને આંતરિક ઈજાઓ વધુ હોવાથી વડોદરા એસએસજીમાં ખસેડાઈ હતી. હાલ હાલ પીડિતાની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં માસુમ સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવાનો મામલો સામે આવતા જ અરેરાટી થઈ જાય. સગીરાને મોઢાના ભાગે તથા ગુપ્ત ભાગો ઉપર ગંભીર ઈજાઓના પગલે ભરૂચ સિવિલ બાદ વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે.
તો બીજી તરફ, ગુનાની ગંભીરતા સમજી ભરૂચ પોલીસે ટીમ બનાવી તાત્કાલિક પાડોશી વિજયકુમાર રામાશંકર પાસવાન (ઉંમર વર્ષ 36) ને દબોચી લીધો છે. સગીરા લોખંડ વીણવા જતા અને રમત રમતી વેળા નરાધમે સગીરાને ઉઠાવી અવાવરું જગ્યાએ લઈ જાઈ બળાત્કાર ગુજાર્યો હોવાનો ખુલાસો થયો છે. નરાધમ વિજયકુમાર પાસવાન પરિણિત હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હેવાને એવી ક્રુરતા આચરી કે સગીરાને ગુપ્ત ભાગમાં ઉપરથી લોહી વહેવા લાગ્યું હતું. તેણે બચાવ માટે ‘મમ્મી મમ્મી...’ કહી બૂમો પાડીહ તી. જેથી સ્થળ ઉપર તેની માતા તેના મદદે પહોંચી હતી.
ગુજરાતમાં ભરશિયાળે વરસાદની આગાહી! વાવાઝોડાને કારણે વાતાવરણમાં રમણભમણ થઈ જશે
ડીવાયએસપી ડો.કુશલ ઓઝાએ કહ્યું કે, સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતાં સગીરાના ગુપ્તાગો પર ગંભીર ઇજાઓ થઈ હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે. નરાધમ વિજય પાસવાન 2 સંતાનોનો પિતા છે. તે મૂળ ઝારખંડનો રહેવાસી છે. આરોપી બાળકીના પિતાની સાથે કંપનીમાં કામ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ કિશોરીની હાલત નાજુક છે. તેને SSG હોસ્પિટલ વડોદરામાં સારવાર અપાઈ રહી છે.
બાળકીની સારવાર કરતાં તબીબોના હાથ પણ ધ્રુજ્યા
આ બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઉભું પણ થવાતું ન હતું. જેથી તે ત્યાંથી ઢસડાતી ઢસડાતી તેના મકાન પાસેની દીવાલ સુધી પહોંચીને પોતાની માતાને બુમો પાડવા લાગી હતી. આ સમયે ત્યાં વાસણ માજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતાં જ ઉપર ચઢીને જોતા જ ચોકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતાં અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી. જ્યાં હાજર તબીબો બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા તેઓના પણ હાથ કાપવા લાગ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે