Ladakh Tour: લદાખ જવાનું પ્લાનિંગ કરતા હોય તો આ વાત ખાસ જાણી લેજો, ફાયદામાં રહેશો

Irctc Tour Package: જો તમે લેલ-લદાખ જવા માગો છો તો તમે Irctc પેકેજ દ્વારા સરળતાથી આ જગ્યા પર ફરી શકો છો અને ખાસ વાત એ છે કે તેના માટે તમારે વધારે પૈસા પણ ખર્ચ કરવા નહીં પડે.

Ladakh Tour: લદાખ જવાનું પ્લાનિંગ કરતા હોય તો આ વાત ખાસ જાણી લેજો, ફાયદામાં રહેશો

Irctc Tour Package: ઘણા લોકોનું સપનું હોય છે કે તે એક વાર લદાખ જરૂર જાય અને ત્યાંની ઘાટીઓમાં કેટલાંક દિવસો પસાર કરે. પરંતુ પૈસા કે સિઝનના કારણે આવું કરી શકતા નથી. જો તમારું પણ લેહ-લદાખ ફરવાનું મન છે તો તમારા માટે સારી તક છે. જોકે આ ઓફરની ખાસ વાત એ છે કે તમારે તેના માટે વધારે પૈસા પણ ખર્ચ કરવાના નથી. પરંતુ એકવાર પૈસા આપ્યા પછી તમારે કોઈ વ્યવસ્થા પણ કરવાની નથી. તેના પછી તમારે હોટલ, ટ્રાવેલિંગ, ખાવા-પીવા વગેરેની વ્યવસ્થા થઈ જશે અને તમારે કોઈપણ માથાકૂટ કરવાની જરૂર નહીં રહે. Irctc તરફથી લદાખ માટે એક ખાસ પેકેજ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તમે ઓછા પૈસામાં લદાખ ફરીને આવી શકો છો. એવામાં જાણીએ કે આ પેકેજ દ્વારા લદાખ જવામાં કેટલો ખર્ચ થશે અને  આ પેકેજમાં Irctc તરફથી શું-શું સુવિધાઓ આપવામાં આવશે.

 

શું છે પેકેજમાં:
આ પેકેજમાં પ્રવાસીને લેહ, નુબરા અને પેંગોંગ ફેરવવામાં આવશે. આ પેકેજમાં પહેલાં તમને લેહ એરપોર્ટથી હોટલ લઈ જવામાં આવશે. તેના પછી લેહમાં સાંજે વેલી બતાવવામાં આવશે અને ત્રીજા દિવસે નુબ્રા લઈ જવામાં આવશે. ત્યારબાદ નુબ્રાથી ટુરટુક ગામમાં પણ લઈ જવામાં આવશે. આ તે ગામ છે જે ભારતીય સેનાએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પાસેથી જીતી લીધું હતું. તેના પછી મુસાફરોને પેંગોંગ પણ ફેરવવામાં આવશે. અને પછી લેહ પર આવીને ટૂર પૂરી થશે. તે ઉપરાંત બધા મુસાફરો માટે ઈમરજન્સી ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

કેટલા દિવસની છે ટૂર:
આ ટૂર 6 રાત અને 7 દિવસની હશે. જેમાં તમારી હોટલ, ફરવા,ખાવા-પીવાની વ્યવસ્થા Irctc તરફથી કરવામાં આવશે. તેમાં ત્રણ દિવસ લેહ, 2 દિવસ નુબ્રા અને એક દિવસ પેંગોંગમાં રહેવાનું થશે. તેમાં Irctc તરફથી 6 બ્રેકફાસ્ટ, 6 લંચ અને 6 ડિનરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સાથે જ બધા મુસાફરોનો ટ્રાવેલ ઈન્શ્યોરન્સ હશે. તેમાં Alchi monastery, Hemis અને Thiksey Monasteryની ટિકિટ પણ છે.

કેટલાં રૂપિયાનો ખર્ચ થશે:
જો તમે આ પેકેજ દ્વારા લદાખ ફરવા જવાનું વિચારો છો તો એક વ્યક્તિના બુકિંગ પર તમારે 22,800 રૂપિયાનો ખર્ચ થશે. જો તમે બે લોકોનું બુકિંગ કરશો તો તમારે 18,900 રૂપિયા આપવાના રહેશે. અને ત્રણ લોકોના બુકિંગમાં 18,100 રૂપિયાનો ખર્ચ થશે. આ ટૂર માટે તમારા ઝડપથી બુકિંગ કરાવવું પડશે. કેમ કે 1 સપ્ટેમ્બર 2021થી આ ટ્રિપ શરૂ થઈ જશે. સાથે જ આ ટ્રિપ ભોપાલથી શરૂ થઈને ત્યાં જ પૂરી થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news