લોલીપોપ કઠણ તો સ્ટીક પોલી કેમ? જાણો લોલીપોપ વિશેની જાણી અજાણી વાતો

લોલીપોપ એટલે બાળકોની પ્રિય વસ્તુ. લોલિપોપ દેખાય અને બાળક તેના માટે જીત ન કરે તેવું બની જ ન શકે.પરંત લોલિપોપ વિશે કેટલી એવી વાતો છે જે લોકો સામાન્ય  રીતે નથી જાણતા.

લોલીપોપ કઠણ તો સ્ટીક પોલી કેમ? જાણો લોલીપોપ વિશેની જાણી અજાણી વાતો

નવી દિલ્હીઃ કોઈ પણ ઉંમરના લોકોને પૂછવામાં આવે કે તમે ક્યારે લોલિપોપ ખાધી છે તો જવાબ હા જ હશે.ઘાસ કરીને બાળપણમાં લોલિપોપ બધાની ફેવરીટ હોય છે.પરંતુ લોલિપોપની દાંડી પોલી કેમ હોય છે તે વિશે તમામને પૂછવામાં આવે તો મોટા ભાગના લોકોને ખબર નહીં હોય. બાળપણમાં સ્કુલે જતા પહેલા કે પછી રજાઓમાં આપણે મમ્મી પપ્પા પાસે એક રૂપિયાની માંગણી કરતા હતા. તે મળી જાય એટલે એટલા રાજી થતા થતા સીધા પહોંચી જતા દુકાને.અને હોંશે હોંશે લોલિપોપ ખરીદતા હતા.મહિનાના અંતે સેલેરી મળી હોય તેવા આનંદથી લોલિપોપ ખાવાની મજા માણતા હતા.માત્ર એક રૂપિયામાં આપણે ખાટી મીઠી ખુશીઓનો ખાજાનો ખરીદતા હતા.પરંતુ એ લોલીપોપ વિશે કેટલીક એવી વોતા છે જે જાણી દરેક લોકો માટે જરૂરી છે.

ઓલ ટાઈમ ફેવરીટ એટલે લોલીપોપ-
કીસમી બાર, બુમર, ગુરુ ચેલા, આમચસ્કા, ચમચમ, લેમનચુસ, સંતરાની તોફીને યાદ કરીને બાળપણની દરેક ક્ષણ નજર સમક્ષ આવી ગઈ હશે.આ બધા સિવાય પણ બાળપણ બીજ એક વસ્તુ આપણી ફેવરીટ હતી.જેને આપણે લોલિપોપ  કહીએ છીએ.જે દરેક બાળકની નારાજગી દૂર કરવાનો હથિયાર  બની ગઈ હતી.સમય બદલાતા હવે ચૂસવા વાળી લોલીપોપનો જમાનો આવ્યો છે, પણ પહેલા અલગ અલગ બ્રાંડસની રંગબેરંગી લોલીપોપ આવતી હતી.તેમાં પણ અલગ અલગ ફ્લેવર્સ આવતા.

લોલીપોપની સ્ટીક પોલી કેમ હોય છે-
પ્રસંગો મુજબ લોલિપોપ ખાવાનો ટ્રેન્ડ હતો.જો ઘરના ચોકલેટ ન લાવે તો પછી ચોકલેટ ફ્લેવરની લોલિપોપ ખાવામાં આવતી હતી.પરંતુ જ્યારે પણ લોલિપોપ ખાતા ત્યારે એક સવાલ મનમાં આવતો હતો કે લોલિપોપની સ્ટીક પોલી કેમ છે.શું છે તેની પાછળનું કારણ. આવું કરવાથી શું ફાયદો થતો હશે.

સ્વાસ્થ્ય સાથે છે સ્ટીકનો સિધો સંબંધ-
લોલિપોપની સ્ટીક પોલી હોવા પાછળ બે કારણ છે.લોલિપોપની બનાવતી વખતે તેની સ્ટીકના ભાગમાં પણ કેન્ડી ઓગાળીને નાખી શકાય તેના માટે પોલી રાખવામાં આવી હતી.જેથી લોલિપોપ સ્ટીક પર ન ચોંટે તો અંદરની કેન્ડીના આધારે ટકી રહે.આવી જ રીતે ઘણી વખતે સ્ટીકના ઉપરના ભાગમાં કાણું પાડી દેવામાં આવે છે.એનું કારણ પણ આવું જ હોય છે.

બાળકોની સુરક્ષાનું રખાય છે ધ્યાન-
સ્ટીક પોલી રાખવાનો સિધો સંબંધ છે બાળકોના સ્વાસ્થ્ય સાથેનો.જો કોઈ બાળક લોકોપોપ ખાતી વખત સ્ટીને પણ ગળી જાય તો તેનો જીવ જોખમમાં ન મુકાય તેના માટે સ્ટીકને પોલી રાખવામાં આવે છે.સ્ટીક ગળી ગયા બાદ પણ કાળાના આધારે બાળક શ્વાસ લઈ શકે તેના માટે આવું કરવામાં આવે છે.બાળકનો જીવ જોખમમાં ન મુકાય તેને ધ્યાને રાખી સ્ટીકને પોલી રાખવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news