ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો દગો! 42 વર્ષ પહેલાં 'દાદાના દુશ્મને' નંખાવ્યો હતો સૌથી બદનામ બોલ

ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો દગો! 42 વર્ષ પહેલાં 'દાદાના દુશ્મને' નંખાવ્યો હતો સૌથી બદનામ બોલ

નવી દિલ્હીઃ ODI ફાઈનલ મેચ અને છેલ્લા બોલ પર વિરોધી ટીમને મેચ ટાઈ કરવા માટે છ રનની જરૂર છે... અને તે ક્ષણે બોલિંગ કરી રહેલા કેપ્ટન ડરી ગયા છે. તે આવી ચીટિંગ કરવા પર ઉતરી આવે છે, જેને ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો 'ચીટ' કહેવામાં આવ્યો. જી હા! વાત ઓસ્ટ્રેલિયાના તત્કાલીન કેપ્ટન ગ્રેગ ચેપલની છે. આજથી 42 વર્ષ પહેલા ક્રિકેટના ઈતિહાસમાં 'રમતની ભાવનાને મારી નાખવા'નું સૌથી મોટું કાવતરું તેમણે ઘડ્યું હતું. ઉલ્લેખનીય છેકે, દાદા એટલેકે, સૌરવ ગાંગૂલી જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા ત્યારે ગ્રેગ ચેપલને તેઓ જ ટીમના કોચ તરીકે લાવ્યા હતાં. ત્યાર બાદ ચેપલે દગાખોરી કરીને દાદાને ટીમથી બહાર કઢાવ્યાં હતાં. જેને કારણે ચેપલનો સ્પોટ્સ રસિકો દાદાના દુશ્મન તરીકે પણ ઓળખાવે છે.

અંડરઆર્મ બોલિંગ..શરમજનક હરકત-
આ વાત 1 ફેબ્રુઆરી 1981ની છે. જ્યારે ક્રિકેટના ઈતિહાસનો સૌથી 'કુખ્યાત' બોલ ફેંકવામાં આવ્યો હતો. હકિકતમાં તે 'અંડરઆર્મ' બોલ હતો. ત્યારપછી બોલરે બોલને બેટ્સમેનની દિશામાં ફેંક્યો. બે ભાઈઓએ મેદાનમાં એવો ખેલ કર્યો કે ક્રિકેટ ગેમ શરમમાં મુકાઈ. મહત્વની વાતતો એ છે કે તે મેચની કોમેન્ટ્રી કરી રહેલા બંનેના મોટા ભાઈ ઈયાન ચેપલ તેમની એક્શન જોઈને બૂમ પાડીને બોલ્યા- 'નો ગ્રેગ, તમે આવું ના કરી શકો..'

Add Zee News as a Preferred Source

AUS Vs NZ- મેલબોર્નની ઘટના-
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેન્સન એન્ડ હેજેસ વર્લ્ડ સિરીઝ કપની સૌથી વધુ પાંચ ફાઇનલ મેચ જીતનાર ટીમે ટ્રોફી કબજે કરી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો પ્રથમ બે મેચમાં એક-એક જીત સાથે બરાબરી પર હતી. ચેમ્પિયન બનવાનો રસ્તો સરળ બનાવવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ હતી.

મેચના અંતિમ બોલ પર આ તરકીબ-
તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 235/4 રન બનાવ્યા હતા. કેપ્ટન ગ્રેગ ચેપલે 90 રનની ઈનિંગ રમી હતી. કિવી ઓપનર બ્રુસ એડગરે સદી ફટકારી અને એકલા હાથે ટીમને જીતની નજીક પહોંચાડી. છેલ્લી ઓવરમાં ન્યુઝીલેન્ડને જીતવા માટે 15 રન જોઈતા હતા. કેપ્ટન ગ્રેગ ચેપલે બોલ તેના ભાઈ ટ્રેવરને આપ્યો. ઓસ્ટ્રેલિયા આ મેચ કોઈ પણ સંજોગોમાં હારવા માંગતું નહોતું. 

મેચમાં ભાવના વિરૂદ્ધ કરી હરકત-
છેલ્લા બોલ પર ન્યૂઝીલેન્ડને મેચ ટાઈ કરવા માટે 6 રનની જરૂર હતી. ઓસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત હતી, તેમ છતાં ગ્રેગ ચેપલ સ્ટ્રાઈક પર ડરી ગયો હતો, જેણે 14 મેચની ODI કારકિર્દીમાં માત્ર 54 રન બનાવ્યા હતા. ગ્રેગે ટ્રેવરને છેલ્લો બોલ અંડરઆર્મ ફેંકવા જણાવ્યુ. 
બંને અમ્પાયરોને કહેવામાં આવ્યું હતું કે છેલ્લો બોલ અંડરઆર્મનો હશે. ટ્રેવરે તેના મોટા ભાઈની વાત માનીને એ જ કર્યું. ટ્રેવરે બોલને પીચ પર ફેરવ્યો અને તેને બેટ્સમેન બ્રાયન મેકની તરફ ફેંક્યો. ત્યારે ક્રિકેટના નિયમો પ્રમાણે આવી બોલિંગ પર બેન નહોતો.પરંતુ આ સ્પોર્ટ્સ મેન શીપ વિરૂદ્ધ હતું.

કીવી બેટર ચોકી ગયો-
બ્રાયન મેકેની ચોંકી ગયો. અને ગુસ્સામાં બેટ જમીન પર ફેંકી દીધું. મેકની પાસે સિક્સ ફટકારીને મેચ ટાઈ કરવાની તક હતી. પરંતુ વિવાદાસ્પદ અન્ડરઆર્મ બોલિંગના કારણે તે તેનો પ્રયાસ કરી શક્યો નહીં. આખરે ઓસ્ટ્રેલિયાએ આ મેચ 6 રને જીતી લીધી હતી. બે દિવસ બાદ ઓસ્ટ્રેલિયાએ ચોથી ફાઈનલ પણ જીતીને શ્રેણી 3-1થી જીતી લીધી.

ક્રિકેટની દુનિયામાં હડકંપ-
આ ઘટનાએ ક્રિકેટ જગતમાં ભૂકંપ લાવી દીધો. બંને દેશોના પ્રધાનમંત્રીએ નિવેદન આપવા પડ્યા. કિવી પીએમ રોબર્ટ મુલ્ડૂને તેને 'કાયરતાપૂર્ણ કૃત્ય' ગણાવ્યું. તેમણે કહ્યું, મારી યાદમાં ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી ઘૃણાસ્પદ ઘટના છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માલ્કમ ફ્રેઝરે કહ્યું, 'તે ખેલની પરંપરાઓથી વિરુદ્ધ હતું.'

અંડરઆર્મ બોલિંગ પર બેન-
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ક્રિકેટના નિયમોમાં સુધારો કરવો પડ્યો. આ ઘટના પછી તાત્કાલિક ODIમાં અંડરઆર્મ બોલિંગ પર બેન મૂકવામાં આવ્યો હતો. પછી ગ્રેગ ચેપલે પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી. ટ્રેવર ચેપલને હંમેશા એ વાતનો અફસોસ હતો કે તેણે તેના ભાઈની વાત માની અને તેનું નામ ક્રિકેટના કાળા પાના સાથે જોડ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news