Male Fertility: પરણિત પુરૂષો તાત્કાલિક બદલી દે પોતાની આ આદતો, નહીંતર પિતા બનવાનું સપનું રહેશે અધૂરું

પરણિત પુરૂષોને મોટાભાગે શારિરીક નબળાઇનો સામનો કરવો પડે છે, જેને લઇને તે ખૂબ પરેશાન રહે છે, પરંતુ શરમના કારણે ડોક્ટર અથવા કોઇ અંગતને વાત કરી શકતા નથી. સામાન્ય રીતે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાણીપીણીની ટેવ અથવા બેદરકારીના લીધે તે થઇ શકે છે, પરંતુ કેટલીક આદતોમાં ફેરફાર કરતાં મેલ ફર્ટિલિટીને વધારી શકાય છે. 

Male Fertility: પરણિત પુરૂષો તાત્કાલિક બદલી દે પોતાની આ આદતો, નહીંતર પિતા બનવાનું સપનું રહેશે અધૂરું

Healthy Lifestyle For Men's Health: પરણિત પુરૂષોને મોટાભાગે શારિરીક નબળાઇનો સામનો કરવો પડે છે, જેને લઇને તે ખૂબ પરેશાન રહે છે, પરંતુ શરમના કારણે ડોક્ટર અથવા કોઇ અંગતને વાત કરી શકતા નથી. સામાન્ય રીતે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાણીપીણીની ટેવ અથવા બેદરકારીના લીધે તે થઇ શકે છે, પરંતુ કેટલીક આદતોમાં ફેરફાર કરતાં મેલ ફર્ટિલિટીને વધારી શકાય છે. 

મેલ ફર્ટિલિટી વધારવા માટે અપનાવો આ લાઇફસ્ટાઇલ

સફાઇનું રાખો ધ્યાન
સામનય જીંદગીમાં સાફ સફાઇનું ખૂબ મહત્વ છે કારણ કે આ સ્વસ્થ રહેવાની પ્રથમ શરત છે. જો તમે તમારા પ્રાઇવેટ પાર્ટની સફાઇ નહી રાખો તો ત્યાં બેક્ટેરિયા જમા થવા લાગશે. ગંદકીથી સંક્રમણનો ખતરો રહે છે. જેથી ફર્ટિલિટીને નુકસાન પહોંચે છે. 

દારૂ અને સિગરેટથી રહો દૂર
સિગરેટ પીવાથી ફેફસાં ખરાબ થવા લાગે છે તો બીજી તરફ દારૂના વધુ સેવનથી લીવર પર ખરાબ અસર પડે છે, પરંતુ કદાચ તમે જાણતા નથી જે પુરૂષ આ લતનો શિકાર છે તે પોતાની જ પ્રજનન ક્ષમતાઓને નુકસાન પહોંચાડે છે. 

મોટાપાથી દૂર રહો
મોટાપાના કારણે ડાયાબિટીસ અને હાર્ટ ડિસીસનો ખતરો પેદા થાય છે, પરંતુ ઘણા હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે વજન વધવાથી મેલ ફર્ટિલિટી પર પણ અસર પડે છે એવામાં જરૂરી છે કે પોતાને ફિજિકલી એક્ટિવ રાખો અને ઓઇલી ફૂડ્સ ઓછું ખાવ. 

યોન સંક્રમણથી બચો
સારી મેરેજ લાઇફ માટે જરૂરી છે કે તમે અસુરક્ષિત શારિરિક સંબંધોને પોતાનાથી દૂર રાખો, નહીતર યૌન સંચારિત રોગ તમારા શરીરમાં ફેલાઇ શકે છે. તેનાથી આખું શરીર નબળું પડી જાય છે અને પિતા બનવાનું સપનું અધુરૂ રહી જશે. 

ડોક્ટરની સલાહ લો
જો તમે ઇચ્છો છો કે શરીરની તાકાત અને પ્રજનના ક્ષમતાઓ પર કોઇ અસર ન પડે તો સ્પેશિલિસ્ટ ડોક્ટર સાથે મુલાકાત કરો અને જરૂરી ચેકઅપ પણ કરાવો. તમારા સ્વાસ્થ પર નજર રાખો તમે ઇનફર્ટિલી જેવી સમસ્યાથી બચી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news