કોરોના કાળમાં એકદમ સરળતાથી કઈ રીતે થઈ શકે વર્ક ફ્રોમ હોમ? આ રહ્યો ઉપાય

સંગીત તમારી એકાગ્રતામાં વધારો કરી શકે છે. ખાસ કરીને લખવાના, ડેટા એન્ટ્રી જેવા કામમાં શાંત માહોલમાં કામ કરવામાં સંગીત મદદ કરી શકે છે.

Updated By: Dec 16, 2020, 02:40 PM IST
કોરોના કાળમાં એકદમ સરળતાથી કઈ રીતે થઈ શકે વર્ક ફ્રોમ હોમ? આ રહ્યો ઉપાય

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ એટલેકે, ઘરે બેઠાં કામ કરવાની નવી પદ્ધતિ અમલમાં આવી છે. ત્યારે ઘરેથી કામ કરતા સમયે આસપાસમાં ખૂબ જ શોરબકોર હોય શકે છે. આવા સમયે તમે કઈ રીતે એકાગ્રતા પૂર્વક તમારા કામને કરી શકો છો એ મોટો પડકાર હોય છે. કોરોના કાળમાં મોજ-મસ્તી સાથે કઈ રીતે થઈ શકે વર્ક ફ્રોમ હોમ? તેના ઉપાય જાણવા માટે તમારે આ આર્ટીકલ વાંચવો જ પડશે. અમે અનેક સંશોધોનો અને સર્વેની ચકાસણી કર્યા બાદ આપના માટે લાવ્યાં છીએ એવી ટિપ્સ કે તમે કોઈપણ પ્રકારના સ્ટ્રેસ કે ટેન્શન વિના બિંદાસ બનીને ઘરે બેઠાં તમારી ઓફિસનું કામ કરી શકશો. એટલું નહીં અમારી આ તરકીબ તમે અપનાવી જુઓ તમારા કામથી તમારા બોસ પણ ખુશ રહેશે અને તમને પણ કામ કરવાની મજા આવશે. અમે વાત કરી રહ્યાં છીએ સંગીતની. જી હાં, સંગીત તમારી એકાગ્રતામાં વધારો કરી શકે છે. ખાસ કરીને લખવાના, ડેટા એન્ટ્રી જેવા કામમાં શાંત માહોલમાં કામ કરવામાં સંગીત મદદ કરી શકે છે.

આખી દુનિયા કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે. તમામ દેશ આ મહામારીથી પ્રભાવિત છે. કોવિડ-19ના કારણે વર્ક ફ્રોમ હોમનું ચલણ વધી ગયું છે. સ્થિતિ એ છે કે લોકો ઘરેથી જ ઑફિસનું કામ કરી રહ્યા છે. પરંતુ વર્ક ફ્રોમ હોમ લોકો માટે પકડારો લઈને આવ્યું છે. જેની અસર સ્વાસ્થ્ય પર પડી રહી છે, ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર પડી રહી છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છે કે, આ તણાવ દૂર કરવા માટે સંગીત કેવી રીતે મદદરૂપ થઈ શકે છે.

ફોકસ કરવામાં સંગીત કરશે મદદ
સંગીત જાદુઈ અસર કરે છે. અભ્યાસમાં સાબિત થઈ ચુક્યું છે કે સંગીત દર્દીઓને ઠીક કરી શકે છે, તો પ્રોડક્ટિવિટી વધારવી કોઈ મોટી વાત નથી. ઘરેથી કામ કરતા સમયે આસપાસમાં ખૂબ જ શોરબકોર હોય શકે છે. આવા સમયે ફોકસ કરવામાં સંગીત મદદ કરી શકે છે. ખાસ કરીને લખવાના, ડેટા એન્ટ્રી જેવા કામમાં શાંત માહોલમાં કામ કરવામાં સંગીત મદદ કરી શકે છે.

આટલાં છે ફાયદા
એક અભ્યાસ પ્રમાણે જો તમે બેકગ્રાઉન્ડમાં સારું મ્યુઝિક સાંભળી રહ્યો છો તો ડેટા એન્ટ્રી જેવું કામ પર્ફેક્શન સાથે કરી શકાય છે. 92 ટકા સુધી પર્ફેક્શનથી કામ થઈ શકે છે. જો તમે ડાન્સ મ્યુઝિક સાથે પ્રૂફ રીડિંગ કરી રહ્યા છો તો, તમારી સ્પીડ 20 ટકા સુધી વધી જાય છે. ભારતીય શાસ્ત્રીય સંગીત કોઈ પણ કામની ગુણવત્તા 12 ટકા સુધી વધારો કરે છે. પૉપ મ્યુઝિક 14 ટકા સુધીની ભૂલો ઓછી કરવામાં મદદ કરે છે. ડેટા એન્ટ્રીની સ્પીડ 58 ટકા સુધી વધી જાય છે.

સંગીત સાંભળવાથી મગજમાં સ્ફૂર્તિ આવે છે. લૉકડાઉનમાં વધતા તણાવ, ચીડિયાપણું અને ગભરામણ થાય છે. જેની સામે લડવામાં સંગીત મદદ કરી શકે છે. હાલમાં ડિપ્રેશનના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. જેની સામે લડવા માટે મ્યૂઝિક ફાયદાકારક છે. ચિંતાની સમસ્યાથી પણ સંગીત બચાવી શકે છે. મ્યૂઝિકથી મૂડ સારો રહેશે અને તમે સ્વસ્થ અને ફિટ રહેશો.