'પટિયાલા પેગ' નામ કેવી રીતે પડ્યું? જાણો પટિયાલા પેગના નામ પાછળની રોચક કહાની
પીનારાઓની આમ તો પહેલી પસંદ પટિયાલા પેગ હોય છે. પરંતુ હંમેશા એવું કહેવામાં આવે છે પટિયાલા પેગ દરેક વ્યક્ત સહન નથી કરી શકતા. કેમ પટિયાલા પેગમાં આલ્કોહોલનો જથ્થો ઘણો વધારે હોય છે.
Trending Photos
નવી દિલ્લીઃ પટિયાલા પેગ આ નામને કોઈ ઓળખ આપવાની જરૂર નથી. તમે દારૂ પીતા હોવ કે ન પીતા હો. પરંતુ તમે પટિયાલા પેગનું નામ સાંભળ્યું જ હશે. પટિલાયા પેગ પર ઘણી ફિલ્મોમાં ગીત પણ જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેને પટિયાલા પેગ નામ કેમ આપવામાં આવ્યું. આ પેગને ચંદીગઢ, ભટિંડા, જયપુર, દિલ્હી કેમ નામ નથી અપાયું. તો આજે તમને જણાવીએ પટિયાલા પેગનો ઈતિહાસ.
પટિલાયા પેગ દરેકને નથી થતો સૂટ-
પીનારાઓની આમ તો પહેલી પસંદ પટિયાલા પેગ હોય છે. પરંતુ હંમેશા એવું કહેવામાં આવે છે પટિયાલા પેગ દરેક વ્યક્ત સહન નથી કરી શકતા. કેમ પટિયાલા પેગમાં આલ્કોહોલનો જથ્થો ઘણો વધારે હોય છે.
આ રીતે બને છે પટિયાલા પેગ-
પટિલાયા પેગ બનાવવાની રીતે કોઈ પુસ્તકમાં નથી લખેલી. પરંતુ પીનારાઓને મતે પટિલાયા પેગમાં 120 ML દારૂ હોય છે. એનો મતલબ એવો થયો કે પટિયાલા પેગમાં અડધો ગ્લાસ પાણી અને અડધો ગ્લાસ વાઈન હોય છે. એવું માનવામાં આવે છે કોઈ વ્યક્તિ પટિયાલા પેગ મારે છે તો તે ચોક્કસ પિયકડ હશે.
આ રાજાઓ સાથે સીધો સંબંધ છે-
મહારાજા ભૂપિન્દરસિંહ સાથે પટિયાલા પેગનો સિધો સંબંધ હોવાનું માનવામાં આવે છે. ભૂપિન્દરસિંહ 1900થી 1938 સુધી પટિયાલાા રાજા રહ્યા હતા. આ એ જ રાજા હતા જેમણે પોતાની રોલ્સ રોયસમાં શહેરનો કચરો ભેગો કર્યો હતો.
ખેલાડીઓથી થઈ હતી શરૂઆત-
એવું માનવામાં આવે છે કે ભૂપિન્દર સિંહ પાસે 8 શીખ યોદ્ધાઓથી સજ્જ સ્પેશિયલ પોલો ટીમ હતી. જેમાં તેમણે એકવાર Irish ટીમને રમવા માટે બોલાવી હતી. ત્યારે રમત પહેલાં તેમને મદિરાની ઓફર કરવામાં આવી હતી. ત્યારે પોતાની ક્ષમતા બતાવાના જશમાં વિદેશી ટીમના ખેલાડીઓએ વધુ પીવાની શરૂઆત કરી હતી.
પટિયાલામાં પેગ એટલે મોટા પેગ-
પોતાની ક્ષમતા બતવવાના ચક્કરમાં વધારે પીવાથી વિદેશી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ વિદેશી ખેલાડીઓએ કહ્યું કે પેગ મોટા બનાવવામાં આવ્યા હતા. ત્યારે રાજાએ કહ્યું હતું કે પટિયાલા પેગ મોટા જ બનાવવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે