Rani Ki Vav: 100 રૂપિયાની નોટ પર જેનો ફોટો છે તે ગુજરાતના આ ઐતિહાસિક સ્થળ વિશે ખાસ જાણો 

ગુજરાતમાં અનેક અદભૂત પર્યટન સ્થળો છે, અનેક ઐતિહાસિક સ્થળો એવા છે જે પર્યટકોને પોતાના તરફ આકર્ષે છે.

Rani Ki Vav: 100 રૂપિયાની નોટ પર જેનો ફોટો છે તે ગુજરાતના આ ઐતિહાસિક સ્થળ વિશે ખાસ જાણો 

અમદાવાદ: ગુજરાતમાં અનેક અદભૂત પર્યટન સ્થળો છે, અનેક ઐતિહાસિક સ્થળો એવા છે જે પર્યટકોને પોતાના તરફ આકર્ષે છે જેમાનું એક છે રાણકી વાવ એટલે કે પાટણની રાણીની વાવ. આ ખુબસુરત ઐતિહાસિક સ્થળનું નિર્માણ 11મી સદીમાં એક રાજાની યાદ તરીકે કરાવ્યું હતું. સરસ્વતી નદીના તટે બનેલી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. આ વાવમાં 30 કિમી લાંબી રહસ્યમય સુરંગ પણ છે, જે પાટણના સિદ્ધપુરમાં જઈને નીકળે છે. ઐતિહસિક વાવની નક્શીકામ, અને કલાકૃતિની સુંદરતા ત્યાં આવનારા પર્યટકોને ખુબ ખુશખુશાલ કરી નાખે છે અને ઈતિહાસ સાથે તેમનો પરિચય પણ કરાવે છે. તેના વિશે કેટલીક રસપ્રદ વાતો ખાસ જાણો. 

ભારતમાં તમને એવી અનેક ઈમારતો જોવા મળશે જે રાજાઓએ પોતાની પત્નીની યાદમાં બનાવડાવેલી છે. પણ રાણકી વાવ બધા કરતા અલગ છે. જેને વર્ષ 1063માં સોલંકી રાજવંશના રાણી ઉદયમતીએ સ્વર્ગવાસી પતિ રાજા ભીમદેવની યાદમાં બનાવી હતી. 

No description available.

વાવની વાસ્તુકળા પર નજર ફેરવશો તો તે તમને એક ઉલ્ટા મંદિર જેવી લાગશે. જે હકીકત પણ છે તેને ઉલ્ટા મંદિરની રીતે ડિઝાઈન કરાઈ છે જેમાં સાત માળની સીડીઓ છે જે પૌરાણિક અને ધાર્મિક કલ્પનાઓ સાથે એકદમ ખુબસુરત રીતે કોતરણીકામ દ્વારા તૈયાર કરાઈ છે. વાવ લગભગ 30 મીટર ઊંડી છે. અહીં સુંદર નક્શીકામમાં પ્રાચીન અને ધાર્મિક ચિત્રો તૈયાર કરાયેલા છે. દરેક ઈમારતનું કોઈને કોઈ રહસ્ય તો હોય છે જ તે જ રીતે આ વાવનું પણ છે. વાવની સૌથી નીચે એક ગેટ છે જેની અંદર 30 મીટર લાંબી સુરંગ છે. આ સુરંગ સિદ્ધપુરમાં જઈને ખુલે છે, જે પાટણની ખુબ નજીક છે. 

એવું માનવામાં આવે છે કે લગભગ 5 દાયકા પહેલા વાવમાં ઔષધિય ગુણ ધરાવતા છોડ અને સંગ્રહીત પાણીનો ઉપયોગ વાયરલ તાવ અને અન્ય બીમારીઓને ઠીક કરવામાં થતો હતો. 

No description available.

(તસવીરો- સૌજન્ય વિકીપીડિયા)

વાવની અંદરની દિવાલોમાં લગભગ 800થી વધુ મૂર્તિઓ કોતરવામાં આવી છે. આ દિવાલો અને સ્તંભ પર ભગવાન વિષ્ણુની સુંદર નક્શીકામવાળી મૂર્તિ છે. આ સાથે જ અન્ય મૂર્તિઓમાં ઋષિઓ, અપ્સરાઓ અને બ્રાહ્મણોની પણ મૂર્તિઓ છે. 

રાણકી વાવ એક ઐતિહાસિક ધરોહર છે. જેને રાણી ઉદયમતી દ્વારા સ્વર્ગવાસી પતિ રાજા ભીમદેવની યાદમાં બનાવડાવી હતી. હાલ તેનો ફોટો 100 રૂપિયાની નોટની પાછળ છપાયેલો તમને જોવા મળશે. 

પાટણમાં વિશ્વ ધરોહર સ્થળ રાણકી વાવ 2014થી યુનેસ્કો દ્વારા લિસ્ટેડ વિશ્વ ધરોહર સ્થળોમાંથી એક છે. જેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા સંરક્ષિત કરાય છે. જો તમે પાટણ જતા હોવ તો રાણકી વાવ જરૂર જોજો. જે તે સમયના કારીગરોના શિલ્પ કૌશલને દર્શાવે છે. પાટણમાં જૈન મંદિર અને સહસ્ત્રલિંગ તળાવ પણ જોવા જેવા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news